Mar 202016
 

પ્રિય મિત્રો,

૮૦/૩૬૬

ભુજથી પુણે આવતાં રસ્તામાં મુંબઈનું એક પરું આવ્યું – સાયન. રેલ્વે સ્ટેશનના પાટિયામાં ચાર નામ વાંચવા મળ્યા : SION, સાયન, શિવ અને શીવ. (જુઓ નીચેનું ચિત્ર)

sion

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કર્યા અને વિકિ દ્વારા જાણવા મળ્યું કે વર્ષો પહેલા સાયન એ મુંબઈ શહેરની સરહદ (લિમિટ)નું સ્ટેશન હતું. મરાઠીમાં શીવ એટલે સરહદ/લિમિટ અને અંગ્રેજોએ શીવનું કર્યું સાયન. અંગ્રેજીમાં સાયન (SION) એ ઝીઓનમાંથી આવેલું છે અને ઝીઓન નામની ટેકરી પર જેરુસલેમ નામનું શહેર આવેલું છે. સાયનમાં પણ ટેકરી છે અને તેના પર સાયનનો કિલ્લો આવેલો છે. બીજું સાયનમાં એક પ્રાચિન શિવ મંદિર પણ છે, કદાચ તેના પરથી ‘શિવ’ કહેવાયું હોય. મુંબઈનો ઈતિહાસ વાંચવો પડે સાચું કારણ જાણવા માટે. અત્યારે આટલું જ.

– વિનય ખત્રી

  One Response to “મુંબઈનું પરું – સાયન, શિવ કે શીવ?”

  1. અત્યારે આટલું પણ…ખરેખર જાણવા જેવું !

Leave a Reply

%d bloggers like this: