Jun 212011
 

પ્રિય મિત્રો,

તીન બત્તી, ચાર રસ્તા વાળું શિર્ષક વાંચીને તમને ૧૯૫૩માં આવેલી ફિલ્મ યાદ આવી ગઈ હોય તો તમારી ધારણા સાચી છે, તેના પરથી જ આ પોસ્ટનું મથાળું બાંધ્યું છે.

તળ મુંબઈમાં મલબાર હિલ પર વાલકેશ્વર રોડ પર આવેલી એક જગ્યા હજી પણ તીન બત્તી તરીકે ઓળખાય છે અને ચાર રસ્તા તો દરેક જગ્યાએ જોવા મળશે. ગુજરાતમાં વળી ચાર રસ્તાને ‘ચોકડી’  કહેવામાં આવે છે!

તો આપણે વાત કરવાના છીએ ટ્રાફિક સિગ્નલની!

આપણે ભણતા હતા ત્યારે આપણે ટ્રાફિક સિગ્નલ વિશે શીખવાડવામાં આવ્યું હતું કે લીલી બત્તી એટલે રસ્તો ખુલ્લો છે (Go), પીળી બત્તી એટલે આજુબાજુ જુઓ (Look) ધીમે ચલાવો અને લાલ બત્તી એટલે થોભો (Stop). આ વાત આપણાં બધાના મગજમાં બરાબર બેઠેલી હશે.

આજકાલ ટ્રાફિક સિગ્નલ પર ઊભા ઊભા અવલોકન કરતાં એક નવી જ વાત જાણવા મળી! લાલ અને લીલી બત્તીનો અર્થ તો જાણે બરાબર પણ પીળી બત્તીનો અર્થ આજકાલ દોડધામની ધમાલવાળી જીંદગીમાં બદલાઈ ગયો છે. પીળી બત્તી જોઈને વાહનને ધીમા પાડવાને બદલે લોકોને (એમાં હું પણ આવી ગયો!) ઝડપ વધારતા જોયા છે. ટૂ વ્હિલર હોય કે ફોર વ્હિલર, ૪૦ની ઝડપે જતું વાહન પીળી લાઈટ જોઈને ૬૦ પર દોડતું જાય છે. સાયકલવાળા સુદ્ધાં પીળી બત્તી જોઈને વધુ જોરથી પેડલ મારતા જોવા મળે છે. કદાચ લાલ લાઈટ થઈ જશે અને આપણે રહી જશું અને અહીં થોભવું પડશે અને મોડા પડીશું વગેરે વિચારો સાથે આપણે ટ્રાફિક સિગ્નલનો મૂળ અર્થ બદલાવી દીધો છે અને જાતે જ આફતને આમંત્રણ આપતા હોઈએ એવું તમને નથી લાગતું?

  6 Responses to “તીન બત્તી, ચાર રસ્તા: એક અવલોકન”

 1. bilkul sahi baat lock kar diya jaye……….BHIVANDI maa pan varshothi TEEN BATI naamno chok che.

 2. આપણે ત્યાં ટ્રાફિક સેન્સ બહુજ જુજ લોકો ને છે અને જેને છે તેને તેની પરવા નથી કે પોતાના જીવનની ફિકર નથી, તેથી આવું જોવા મળે છે.

 3. વિનયભાઈ ટ્રાફિક સિગ્નલની આ કલર કોડીંગ પધ્ધતિ અમારા એક પ્રોગ્રામ- આઈ.એમ્.એન.સી.આઈ.(Integrated Management of Neonatal & Childhood Illness) માં પણ વાપરીએ છીએ. બાળકની તપાસ અને સારવારને તદ્દન સરળ રીતે વર્ગીકૃત કરવામાં આ ખૂબ ઉપયોગી છે. દા.ત. લીલા રંગના ખાનામાં ની બીમારી એટલે સામાન્ય બિમારી કે જેને ઘરગથ્થુ ઉપાયો થી જ સારવાર આપી શકાય. કેસરી/પીળા રંગની ખાનામાં આવતી બિમારી એટલે થોડી વધુ ધ્યાન માગતી બિમારી જેને દવા આપી અને ઘેર જ બાળકને રાખવાનું પણ દર બે દિવસે ફરી તપાસ કરવાની. જ્યારે લાલ ખાનામાં આવતી બિમારી એટલે અતિ ગંભીર બિમારી અને તેમાં જો કોઈ બાળક હોય તો તેને તાત્કાલિક હોસ્પીટલ રીફર કરી દેવુ… આ પધ્ધતિ સાવ નાના ગામડા અને નાની આંગણ વાડી લેવલે પણ ઓછુ ભણેલા વર્કરો પણ ખૂબ સરળતાથી ઉપયોગમાં લે છે અને અનેક જિંદગી બચે છે. આ સંદર્ભે મારા બ્લોગ પર અગાઉ એક વાત પણ લખેલ નાના નામ મોટા કામ

 4. 🙂 સુરતમાં ઉલ્ટુ છે.લોકો સિગ્નલ તરફ કદાચ નજર નાખતા હશે.પણ પ્રથમ નજર ઠોલાજી (ટ્રાફિક પોલિસ) તરફ જ હોય છે.ઠોકાજી ઊભા હોય તો સિગ્નલ પર ઊભા રહીને લિવર પ્રેસ કરવાનું અને ન ઊભા હોય તો ૬૦ની ઝડપે ભગાવાનું.પછી સિગ્નલ લાઇટ લાલ,લીલી કે પીળી ગમે તે ચાલું હોય કે બંધ હોય.સુરતમાં ઠોલાઓનો કૉલેજીયન યુવાનો (યુવતી નહીં) સાથે ૩૬નો આંકડો છે. 😉

 5. વિનયભાઈ,

  અહીં લંડનમાં એક વાર બાળકો માટેની ઓપન (એટલે કે મફત) ટ્રાફિક ઇવેન્ટમાં ગયો હતો અને ત્યાં બાળકો અને કિશોરોને આ મુજબ શીખવાડવામાં આવતું હતું:
  Red = Stop
  Yellow = Slow Down
  Green = Look & Go
  શું કહો છો?

Leave a Reply

%d bloggers like this: