Jan 032012
 

પ્રિય મિત્રો,

આવા ચિત્રો બ્લૉગ/વેબસાઈટ/ફેસબુક/ટ્વિટર/ગૂગલ કે અન્ય સોસિયલ સાઈટ પર ન મૂકવા સિબ્બલ સાહેબને પસંદ નથી.

સૌજન્ય = http://www.unp.me/f98/ajmal-kasab-3-a-172847/

  11 Responses to “સિબ્બલ કો ગુસ્સા ક્યોં આતા હૈ?”

 1. હવે આટલું જ બાકી રહ્યું છે.

 2. આ ક્યારે થવાની સંભાવના છે ??

 3. સિબ્બલ કપિને એટલી સમજણ નથી કે આ તો અભિવ્યક્તિ છે જેને કદાચ નિયંત્રિત કરી શકાય પણ સરકાર પ્રત્યેના રોષ અને ધૃણાને લોકોના દિલ દિમાગમાંથી કઈ રીતે ડિલિટ કરશે. એનો જવાબ તો ૨૦૧૪ માં મળશે જ. આથી તેઓ નામ પ્રમાણે આચરણ કરવાનું-કૂદા કૂદ કરવાનું બંધ કરે તો સારું.

 4. મતલબ કે અહીં સિબ્બલ માટે અપશબ્દો લખાય તો વાંધો નથી?

  • સિબ્બબને વાંધો હોઈ શકે, મને નહીં. પણ, હા, ફનએનગ્યાન ૯ વર્ષના બાળકોથી લઈને ૯૦ વર્ષના દાદાજીઓ વાંચે છે તેથી ભાષા વાપરવામાં સંયમ જાળવજો

   • શોશિયલ સાઈટ ઉપર પણ ૯ થી ૯૦ વર્ષના લોકો જ સર્ફ કરે છે ત્યારે તેઓ સમક્ષ વાંધા જનક સામગ્રી આવે તો જવાબદાર કોણ…?

    • સોસિયલ સાઈટ પર લોગ ઈન થવા માટે સેવાની શર્તો હોય છે (દા.ત. ફેસબુક) જેમાં સાઈટમાં જોડાવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી, કેવી કેવી સામગ્રી પીરસી શકો અને સાઈટની કેટલી જવાબદારી અને મૂકનારની કેટલી જવાબદારી એ સ્પષ્ટ લખ્યું જ હોય છે.

 5. વિનયભાઇ,

  સમય ખરાબ છે કે સરકાર ખરાબ છે ખબર પડતી નથી.પણ હા આવનારા સમયને સારો બનાવવો હોય તો ૨૦૧૪ મા તક મળશે.

 6. જાહેરમાં પોતાની ફજેતી થાય તે સ્વભાવિક રીતે કોઈને પસંદ ન પડે પછી તે રાજકિય વ્યક્તિ હોય કે સામાન્ય માણસ..! એક રીતે જોવા જઈયે તો તેઓની ઉપર આ અંગત રીતે સાઈબર હુમલો છે તેમ કહીયે તો ખોટું નથી અને તેઓ તેની ટીકા કરે અને આવી પ્રવૃત્તિઓ રોકવા પોતાના પાવરનો ઉપયોગ કરે તેમાં શું ખોટું છે. પોતાના વ્યંગ ફોટા કે અન્ય સામગ્રી સાઈબર જગતમાં ફરતી હોય તો માણસને ગુસ્સો આવે સ્વભાવિક છે.

  દરેક પોતાનો રોષ અલગ અલગ રીતે વ્યક્ત કરે છે, જેમ બધા સરકાર સામે પોતાનો રોષ પ્રગટ કરવા સોશિયલ સાઈટોનો સહારો લઈ રહ્યા છે ત્યારે તે બંધ કરવા સરકાર સોશિયલ સાઈટોને આવી હરકત બંધ કરવા જણાવે તેમાં શું ખોટું છે…?

  • ખોટું એ છે કે લોકોની ફરિયાદ સાંભળીને તેનો યોગ્ય નિકાલ કરવાને બદલે ફરિયાદીને બોલતો બંધ કરવાની વાત છે. બીજું ધારો કે ચોક્કસ સાઈટ પર સેન્સરશીપ આવી ગઈ તો શું સમસ્યા હલ થઈ જશે? ના, લોકો બીજી સાઈટ્નો ઉપયોગ વધારી દેશે. થોડા સમય પહેલા જ્યારે ‘ઓર્કૂટ’ બહુ જ વપરાતું હતું ત્યારે કેટલીય કંપનીઓમાં તેને બૅન કરવામાં આવ્યું હતું પણ લોકો તેનો ઉપાય ‘ચિરકુટ’ અને બીજી એવી ‘કૂટ’ સાઈટ વાપરીને કરી જ લેતા હતા.

   બીજું, કોઇએ કોઈના મોઢા પર કાદવ ચોપડ્યો કે પછી કોઈએ જાતે પોતાના મોઢા પર કાદવ ચોપડ્યો (આવું બ્લૉગ જગતમાં બહુ જ થતું હોય છે, લોકો પ્લેજરીઝમનો કાદવ પોતાના હાથે પોતાના મોઢે (બ્લૉગે) ચોપડતા હોય છે) અને પછી મારા જેવો કોઈ તેમનો કાદવ ચોપડેલો તેમનો ફોટો બ્લૉગ પર પ્રસિદ્ધ કરે તો તે તેઓ તેમને ગમતું હોતું નથી! કહેવાનો મતલબ મોઢે કાદવ ચોપડયાનો વાંધો નથી હોતો, પણ ફોટો પ્રસિદ્ધ થયાનો વાંધો હોય છે!

Leave a Reply

%d bloggers like this: