Oct 042011
 

પ્રિય મિત્રો,

સરખામણી લેખમાળાને પરમ દિવસે આગળ વધારશું, આજે થોડા અપડેટ્સ જોઈએ:

૧) ડોમેઈન નેમ અને તેના વિકલ્પો:

ડોમેઈન નેમ માટેના ત્રણ પ્રાથમિક વિકલ્પો .કોમ (.com) વેપારી સંસ્થા માટે, .નેટ (.net) સમુહ માટે અને .ઓર્ગ (.org) સંસ્થામાટે ફાળવવામાં આવ્યા હતા તે પછી બીજા ઘણાં વિકલ્પો મળ્યા. પછીથી જે તે દેશ માટેના (દા.ત. ભારત માટે .in, .co.in) ડોમેઈન નેમ પ્રચલિત થયા પણ આ ત્રણનો દબદબો તેમનો તેમ રહ્યો. તાજેતરમાં તેમાં હવે એક નવો વિકલ્પ ઉમેરાયો છે: .મી (.me). મારા હિસાબે અંગત વેબસાઈટ માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. અંગત વેબસાઈટ (દા.ત. vinaykhatri.com) જે કોઈ વ્યાપારીક હેતુથી કે ચોક્ક્સ સમુહ માટે કે કોઈ સંસ્થાની હોતી નથી તેના માટે .કોમ/.નેટ/.ઓર્ગને બદલે .મી (અર્થાત હું) વધારે યોગ્ય ગણાય. વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટે પણ આ વિકલ્પ ખુલ્લો છે.

૨) તાજેતરમાં ઉમેરાયેલ નવા વર્ડપ્રેસ થીમ:

વર્ડપ્રેસ તરફથી તાજેતરમાં ત્રણ નવા અને મફત થીમ ઉમેરવામાં આવ્યા છે:

  • નિશિતા‘ ફોટો બ્લૉગ માટેનો ડાર્ક લાઈટના વિકલ્પ ધરાવતો સરસ થીમ છે.
  • Parament નામનો સુંદર, ડાર્ક કલર સ્કિમ ધરાવતો રંગીન થીમ પણ ઉમેરવામાં આવ્યો છે.
  • બૉલ્ડ લાઈફ નામ પ્રમાણેના ગુણ ધરાવતું બૉલ્ડ, બ્યુટિફુલ અને જીવંત થીમ છે. બ્લૉગ બૂકલેટ પર શોભી રહ્યો છે.


(ચિત્ર સૌજન્ય: વર્ડપ્રેસ બ્લૉગ)

૩) શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ સ્પર્ધા ૨૦૧૧:

જિજ્ઞેશભાઈ અધ્યારુ, વિજયભાઈ શાહ, કાંતિભાઈ કરશાળા ત્રણે મળીને શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ સ્પર્ધા ૨૦૧૧નું આયોજન કર્યું છે. તમને ગમતા પાંચ બ્લૉગના નામ અને તેની લિન્ક નેટજગત પર જઈ કૉમેન્ટ બોક્ષમાં મૂકવાની છે. ફનએનગ્યાન.કોમ સ્પર્ધામાં નથી કારણ કે નિર્ણાયક સમિતિમાં છે.

યાદ રાખજો…

  • મત આપવાની છેલ્લી તારીખ છે ૧૫ ઑક્ટોબર.
  • મતદાન નેટજગત પર જઈ કૉમેન્ટ બોક્ષમાં કરવાનું છે. (અહીં નહીં!)
  • ફનએનગ્યાન.કોમ સ્પર્ધામાં નથી, નિર્ણાયક સમિતિમાં છે.
સ્પર્ધાનું બેનર તમારા બ્લૉગ/વેબસાઈટ પર મૂકવાની આગ્રહભરી વિનંતી. બેનર મૂકવા માટેનો વિજેટ કોડ અહીંથી કૉપી કરો.

વિશેષ વાંચન:

બાયો ડાન્સ એટલે ગરબા?

  4 Responses to “અપડેટ્સ (૩): વર્ડપ્રેસ અને .me, વર્ડપ્રેસ થીમ, શ્રેષ્ઠ બ્લૉગ સ્પર્ધા”

  1. Vinay bhai,

    Basically .me is the Internet country code top-level domain (ccTLD) for Montenegro, in the same line with .in for India and .pk for Pakistan

    But it is being used as personal indicator since inception. a good option for personal webs as you said.

  2. શ્રી.વિનયભાઈ,
    શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા -૨૦૧૧ ની માહિતી આપી તે બદલ ધન્યવાદ. મારા બ્લોગે વિજેટ મુક્યું. તથા મતદાન પણ કર્યું. આપનો હાર્દિક આભાર. (ત્યાંથી મળેલા કોડ દ્વારા વિજેટ મુકવામાં થોડી તકલીફ થયેલી, આપને વિનંતી કે વિજેટનો કોડ ચેક કરી અન્ય મિત્રોને યોગ્ય માર્ગદર્શન કરશો) સ્પર્ધાના આયોજન સાથે સંકળાયેલા સૌ મિત્રોને હાર્દિક ધન્યવાદ.

  3. આ જાહેરાત બાદ ઉમેરાયેલા નવા બ્લોગની યાદી જાણવા મળશે ?

  4. મતદાન કરવા માટેની page link અને ક્યાં ક્લિક કરી ને મતદાનની લિંક copy paste કરવી તે એકદમ અલગ અને clear કરો ભાઈ, આમાં જરા મુશ્કેલ લાગે છે અને ના સમજવાથી લોકો મતદાનનો પ્રયાસ પડતો મુકે તેવી સંભાવના લાગે છે . શું કોઈ નવું special preformated page બનાવી શકાય ? વિનયભાઈ તમારે માટે તો આ કામ સરળ છે … મદદ કરો ભાઈ.

Leave a Reply

%d bloggers like this: