Jul 222009
 

પ્રિય મિત્રો,

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે. શ્રાવણ માસમાં વાતાવરણ વધારે ભક્તિમય, ઝાલરમય, આરતીમય, સંગીતમય, વ્રતમય, કથામય, પ્રસાદમય, ઉપવાસમય, ફરાળમય બની જાય છે એમ યશવંત ઠક્કર તેમના બ્લોગ અસર પર લખે છે, તેમાં હું થોડો વધારો કરું છું કે શ્રાવણ માણસને શિવમય, મેળામય, હિંડોળામય, વરસાદમય અને પ્રવાસમય પણ બનાવે છે.

આજે સવારે સૂર્યગ્રહણ થયું. ભારતમાં દેખાશે એવું લખ્યું હતું પણ વાદળા વેરી બન્યા. સવારે વહેલા ઊઠવાની અને વૉચમેન પાસેથી અગાસીની ચાવી મગાવી રાખવાની મહેનત માથે પડી!

ગયા વર્ષે દિવાસાના વ્રતને અનુલક્ષીને મહિલા વિશેષ બ્લોગનું સંકલન કરવાનો પ્રયોગ કર્યો હતો, આ વખતે એવું કરવાનો સમય ન મળ્યો.

એક લાંબા વિરામ બાદ આજે ફરી બ્લોગ અપડેટ કરવા બેઠો છું ત્યારે સૌપ્રથમ બ્લોગનો સોફ્ટવેર અપડેટ કર્યો છે. હવેથી હું પણ વર્ડપ્રેસનું તાજેતરનું ૨.૮.૨ સંસ્કરણ વાપરું છું. ચોર્યશિરોમણિઓનું કામ અઘરું કરવા માટે કૉપી-પ્રોટેક્ટ પ્લગઈન પણ મૂક્યું છે.

નિયમિત મળતા રહેશું એવી આશા સાથે,

– વિનય ખત્રી

  16 Responses to “ૐ નમઃ શિવાય”

 1. વિનયભાઈ,
  વેલકમ બૅક!

  તમે તો યાર, તમારા દોસ્તારના ઘરને સજાવવામાં એવા વ્યસ્ત થઈ ગયા કે તમારા પોતાના જ ઘરને ભૂલી ગયા હતા!

  હવે લોકોનાં કામ ઓછા કરી નિયમિત અમને ખસમ્ખાસ વાતો આપતા રહેજો. તમારો બ્લોગ ગુજરાતીમાં એકમેવ છે.

 2. વિનયભાઈ… પધારો.ક્યારનો તમારા જ બ્લોગમાં બ્લોગમાં ભ્રમણ કરી રહ્યો હતો અને બહાર નીકળવા જ જતો હતો ત્યાઁ જ તમારી હાજરી જોઈ. સંભાળો અને વિકસાવો. જય ભોલેનાથ.

 3. વિનયભાઈ, ગયા મહીને પહેલી વાર તમારા બ્લોગ ને જોયો પછી દર બીજા દિવસે ચેક કરતો હતો કે ક્યારે કોઈ નવી પોસ્ટ મુકાય. બહુ રાહ જોવડાવી તમે !

 4. Hello Vinaybhai,

  Welcome back on funngyan !!
  Waiting for your unique & different posts…

 5. ૐ નમઃ શિવાય. Welcome back.

 6. હર હર મહાદેવ વિનયભાઈ,

  આપ અમારા માટે તો અહિં જ હતા.

  હા એ ખરૂ કે હવે કઈક નવુ જાણવા મળશે.

 7. બહુ સાચી વાત…. અમે ભુલીએ તે ચાલે… તમે કેમ ભુલ્યા….

  પાછા ફરવાનો અને ફરી મળવાનો અને એ પણ શ્રાવણમાસ ના પ્રથમ દિવસે એ બહુ ગમ્યુ. તમારુ કોપી-પ્રોટેક્ટ તો મારુ નામ પણ ગુજરાતીમા કોપીપેસ્ટ કરવા દેતુ નથી.. રિડ ગુજરાતીની મદદ લેવી પડી નામ ગુજરાતીમા લખવા માટે.

 8. આવુ કોઇ બ્લોગપોસ્ માટે પણ થતુ હોય તો માર્ગદર્શન આપજો ને. રાઈટક્લીક તો બંધ કરી છે ફોન્ટ સિલેક્શન બંધ થાય તેવું કાઇક થઈ જાય તો મજા પડી જાય. અને હા, ઘણા લાં………બા સમય પછી અહી જોય ને આનંદ થયો.

 9. વિનયભાઈ ખોવાઈ ગયા છે એવી જાહેરાત આપવાનો જ વિચાર કરતી હતી ત્યાં તમે ફરી સક્રિય થવાનો નિર્ણય લીધો…તો પુન તમારું સ્વાગત છે. આપના બ્લોગ પરથી હવે કોપી કરવાનું અશક્ય છે તે જાણીને આનંદ થયો. એક બ્લોગ તો કોપી પેસ્ટના દુષણથી બચ્યો.

 10. વેલકમ બેક…

 11. વેલકમ બેક!!

  કયારેક મિત્રોના કામમાં આપણે આપણાં કામને ભૂલી જતાં હોઈએ છીએ. મને ખ્યાલ છે એક મોડરેટર તરીકે અને જવાબ આપતાં-આપતાં સમય કયાં જતો રહે તેનો ખ્યાલ રહેતો નથી.

 12. વિનયભાઇ

  સારી વાતોની આદત પાડી ખોવાઇ જવું એ ઇમોશનલ અત્યાચાર છે. ફરીયાદ પછી કરીશું હાલ તો પધરામણીની વધાઇ

  ‘ૐ નમઃ શિવાય’

 13. ઔમ નમઃ શિવાય

 14. આભાર મિત્રો.

  @ જાગૃત : બ્લૉગ સ્પોટ માટે એક પ્લગઈન આવે છે, અત્યારે હાથવગું નથી, શોધીને લિન્ક મોકલી આપીશ.

  @ હિના પારેખ : કૉપી કરવાનું અશક્ય તો નહી પણ અઘરું થશે. હરામના હાડકાવાળાઓ અને ગુજરાતી લખતા આવડતું નથી અને બ્લોગ ચલાવવવો છે એવા બ્લૉગરો અહીંથી નહીં તો ત્યાંથી કૉપી કરતા જ રહેશે અને તેઓને જાહેરમાં ખુલ્લા પાડવાનું કામ અનિમેષ ચાલુ રહેશે.

 15. સૌરભભાઈની કોમેન્ટમાં સાચી વાત કહેવાઈ.

  હું રેગ્યુલર તમારો બ્લોગ ચેક કરતો પરંતુ વિડિયો જોતી વખતે પીક્ચર પોઝ થઈ ગયુ હોય એવું જ લાગતું એટલે પડતું મૂક્યુ પરંતુ મેં જ્યારથી પડતું મૂક્યુ ત્યારથી તમે ઉપાડયુ એટલે ખબર જ ન રહી કે તમારો કારવા તો ઘણા મોડ પાસ કરી ચુક્યો છે.

  ચાલો ત્યારે ફટાફટ તમારી અન્ય પોસ્ટના કારનામા જોવા/વાંચવા ભાગું અને શ્રાવણ માસમાં મારા જેવા અધાર્મિક માણસો પણ કહી ઉઠે કે બમ બમ ભોલે!

Leave a Reply

%d bloggers like this: