Jan 032011
 

પ્રિય મિત્રો,

ભાઈઓ અને ભાણેજોને ઈશુના નવા વર્ષની (શની-રવિ) રજા હતી એટલે શનિવારે મહાબળેશ્વર એક દિવસીય પર્યટનનો કાર્યક્રમ બનાવ્યો. પંચગીનીના ‘ટેબલલેન્ડ’ તરફ જતાં રસ્તામાં શેરબાગ થીમ પાર્કની ‘ગુજરાતી’ જાહેરાત જોઈ. કેમેરા હાથવગો હતો જ એટલે ચાલુ ગાડીએ ફોટો પાડી લીધો. ગાડી ઢાળ ચડતી હતી તેથી ઝડપ ઓછી હતી પરિણામે ધાર્યા કરતાં ઘણો સારો ફોટો મળ્યો:

(હવે આવો… પલવાની પ મજા
at Sherbaug, a theme park, Panchgani
ભારતનો સહુથી ચો માનવે બનાવેલો ઉનાળો ઘોઘ)

બીનગુજરાતી વ્યક્તિ જ્યારે ગુજરાતી ભાષામાં પાટિયું ચીતરાવે ત્યારે આવી ભૂલો બહુ જ સામાન્ય છે! ‘ઘ’ અને ‘ધ’ના ફરકની ઘણાંને ખબર પડતી નથી. એમને ‘ઘોઘ’ અને ‘ધોધ’ બંને સરખા લાગે છે! ગુજરાતી ભાષા જીવશે કે કેમ એ તો આપણે ન કહી શકીએ પણ કેવી હાલતમાં જીવશે તેનો અંદાજ આ પાટિયા પરથી લગાડી શકાય?

  9 Responses to “ઉનાળો ઘોઘમાં પલડવાની પન મજા!”

 1. Vinaybhai,

  Gujaratimaa lakhine ahi paste thai shaktu nathi.

  to have maare ‘pan’ no farak kevi rite samajaavvo?
  kemke gujarati mulaaxaro sivaay aa tafaavat darshaavvo ashakya chhe.

  ‘Ucho’ lakhyu chhe. emaa pan anuswaar aave.

  ‘al’ pan Hindi mulaaxar jevo laage chhe.

  • અરવિંદભાઈ, તમને શા કારણે સમસ્યા નડી રહી છે તેનો મને ખ્યાલ આવતો નથી.

   અહીં વિશાલભાઈ મોણપરાનું પ્રમુખ ટાઈપપેડ વાપર્યું છે. તમે સીધું જ અહીં ટાઈપ કરી શકો છો.

   તકલીફ માટે માફી.

 2. Comment Box ની આસપાસમાં ક્યાંક સમજાવો કે લખવાની ભાષા કઈ રીતે બદલવી કારણ કે જમણી બાજુ ઉપર નાનકડું Box ધ્યાન બહાર જતું રહે છે!

 3. ગુજરાતી ભાષાનું ભવિષ્ય શું હશે દેખાય છે. માણસ ભાષાને કાયમ નજરાંદાઝ કરે છે. આતલો મોટો બિઝ્નેસ કરનાર પણ જો આ પ્રમાણે ભૂલો કરે. બોર્ડ ચિતરનાર પણ ગુજરાતી નહી હોય નહીતો પલળવું ધોધ અને પણ નો અર્થ સમજી શકે. ખેર તમારું દ્યાન તુરત જ ગયું એ જ દર્શાવે છે કે ગુજરાતી ભાષાને જીવતી રાખનાર એક મોટો વર્ગ છે જ.

 4. આટલા મોટા બિઝનેસમેનને ગુજરાતી ગ્રાહક મેળવવા છે તો થોડા વધુ પૈસા ખર્ચીને એક સારા ગુજરાતી કૉપીરાઈટરની સેવા લઈ જ શકાઈ હોત પણ મોટા ભાગના ગુજરાતીઓ ‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર’ નર્મદની પંક્તિને અનુસરીને આંખ આડા કાન કરતા રહ્યા છે. મરાઠી ભાષાને આટલી વિકૃત રીતે રજુ કરવાની હિંમત છે આ બિઝનેસમેનમાં?

 5. વિનયભાઈ તેમ જ મિત્રો ,,
  આવા દાખલા ગુજરાતમાં પણ જોવા મળે છે.
  એ અલગ વાત છે કે- આપણે વિદ્વાનો જેવી ગુજરાતી ભલે ન લખી કે બોલી શકીએ પરંતુ સામાન્ય ભૂલોથી તો બચવું જ જોઈએ. આ માટે નેટ ઘણું ઉપયોગી થઈ શકે છે. જોડણી,વ્યાકરણ તેમ જ શબ્દોની પસંદગી માટે તુરત માહિતી મળી શકે તેમ છે. મને પોતાને ઇંન્ટરનેટથી ઘણો લાભ થયો છે.
  આ રીતે ધ્યાન દોરાતું રહે તો પણ જાગૃતિ આવી શકે તેમ છે.
  સંજય ગોરડિયા જેવા નામાંકિત કલાકાર પણ ગુજરાતી ભાષાના ભવિષ્ય બદલ બહુ આશાવાદી નથી.
  ને છેલ્લી વાત .. હમણાં જ મારાથી પણ ના બદલે પન લખાયું હતું. એ ભૂલ ટાઈપના કારણે થાય છે. આપણે લખ્યા પછી પછી ફરીથી નજર નાંખવાની ટેવ પાડવી જોઈએ.
  ભાષા બચશે જ અને ગુજરાતીઓ થકી જ બચશે.

  • ભાષા બચશે જ અને ગુજરાતીઓ થકી જ બચશે.હમ્મ્મ..સાચી વાત કરી
   આ તો મહારાષ્ટ્રીયન ગુજરાતી પાટ્યું છે ,પણ ગુજરાતી ગુજરાતી પાટ્યામાં પણ લોચા મારતા હોય છે.હું ભણતો ત્યાંરે મારી સ્કૂલમાં પરીક્ષા વખતે પ્રશ્નપેપરમાં સુધારો કરાવવા આવતા.છતા ભૂલ તો રહેતી જ.

 6. પ્રથમ તો ‘ગુજરાતી બ્લૉગ્સ’ પર લેખનું મથાળું વાંચતા જ મને એમ થયું કે; આજે મોકો મળ્યો ! વિનયભાઇને ઝપટમાં લેવાનો !! પણ…….. 🙁

  જો કે ગુજરાતી દૈનિકોમાં પણ હવે ઘણી જાહેરાતો આ ભાષામાં આવે છે. શું શા પૈસા ચાર !!

Leave a Reply

%d bloggers like this: