Jul 032008
 

પ્રિય મિત્રો,

ઘારો કે આપને આપના મિત્રને કોઇ મોટી ફાઇલ મોકલવી છે અથવા ફોલ્ડર મોકલવો છે કે પછી EXE ફાઇલ મોકલવી છે જે જીમેઇલ મોકલવા દેતું નથી તો શું કરશો?

આપના પ્રશ્નનો જવાબ અને આજની નેટસૅવિનો વિષય છે સેન્ડયુઈટ.

સેન્ડયુઈટ એ એક ઓનલાઇન ફાઇલ શેરીંગ યુટિલિટી છે. જે આપની ફાઇલને નિર્ધારીત સમય માટે ઓનલાઇન સ્ટોર કરે છે અને આપને તેની લિન્ક આપે છે. જે લિન્ક આપ આપના મિત્રને મોકલાવી શકો છો.

કેવી રીતે તે જોઇએ. સૌપ્રથમ સેન્ડયુઈટ પર પહોંચી જાઓ:

અહીં ઉપરના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે File, Expires in અને uploadનું બટન છે. Fileમાં આપને જે ફાઇલ મિત્રને મોકલવી છે તેને સિલેક્ટ કરી લો. Expires inમાં આપને તે ફાઇલ કેટલા સમય માટે ઓનલાઇન શેર કરવી છે તે નક્કી કરી લો. (વધુમાં વધુ એક અઠવાડીયા માટે મૂકી શકો) અને છેલ્લે uploadનું બટન દબાવી દો. આટલું કર્યા પછી ફાઇલ અપલોડ થશે. ફાઇલની સાઇઝ પ્રમણે સમય લાગશે અને પછી આપને એક લિન્ક મળશે જે આપ આપના મિત્રને મોકલવાની રહેશે.

આપનો મિત્ર આ લિન્ક ક્લિક કરશે કે તરત જ તેને આપની ફાઇલ ડાઉનલોડ કરવા માટે પૂછશે.

વાયરસના ભયને કારણે જીમેઇલ વાળાઓએ ઇમેઇલમાં EXE ફાઇલ મોકલવા દેવાની સગવડ બંધ કરી તેથી આવી બધી સર્વિસનો જન્મ થયો.

અહીં આપ ૧૦૦મેગા બાઈટ સુધીની ફાઇલ મોકલાવી શકો છો. ફોલ્ડર મોકલવા માટે વિનઝીપ કે એવું કોઇ સોફ્ટવેર વાપરીને તેની ઝીપ ફાઇલ બનાવવાની રહેશે.

ઇમેઇલ અકાઉન્ટમાં સ્પેસ ઓછી હોય અને મોટી ફાઇલ મોકલાવો તો અકાઉન્ટ જામ થઇ જાય એ દિવસો ગયા, હવે આપની પાસે સેન્ડ્યુઇટ છે ને!

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૬) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  7 Responses to “ચાલો બનીએ નેટસૅવિ – સેન્ડયુઈટ”

 1. બહુ જ સફળ બનેલી yousendit.com ની ક્લોન સાઈટ તરીકે આ વેબસાઈટનો જન્મ થયેલો

  you send it.com

  send you it.com

 2. કદાચ આવી જ સર્વિસ http://www.box.net/ પણ આપે છે….

 3. Respected Sir,

  i enjoy very much with your poin about senduit.it is realy very helpfull for me because i am in field of Computer Networking.

  Very very thanks to you.

 4. સરળ રસ્તો.
  unixpod.com જેવી ફ્રી સર્વિસ આપતી સાઇટ પર જઇને સ્પેસ મેળવો (હા, તેનાં માટે ભારે રસ્તા જેવું લિનક્સ શીખવું પડે..)

 5. @ જીગ્નેશ અને કાર્તિકભાઇ!

  મફત ઓનલાઇન ફાઇલ સ્ટોરેજની સગવડ આપતી ઘણી વેબસાઇટ્સ છે જેના વિશે ફરી ક્યારેક, નેટસૅવિમાં….

 6. વાહ!!! આવી સુન્દર માહિતી અને તે પણ આટલી સરળ રીતે આપવા બદલ તમારો ઘણો આભાર.તમે બધા ઘણા જ આનનદ આાપે એવી વાતો શોધી લાવો છો. Funngyan and kakasaab toolbars are very nice and informative along with music as an addition on tadafadi/funngayn tool bar.

  અખિલ સુતરિયા ની akhil.tv વાળી માર્ગદર્શન પ્રોજેક્ટ ને લગતી એક email copy ahi past karu chhu. Hope that you donot mind

  અખિલ ટીવી ડોટ કોમે નવા કલેવર ધારણ કરી લીધા છે.

  હવે લાઇવ અને રેકોર્ડેડ કાર્યક્રમોનો આનંદ મેળવી શકશો.

  માર્ગદર્શન નામના ફીલ્મ આધારીત કાર્યક્રમને વોટ આપીને તમે તમારો ટેકો આપ્યો ?

  ૧૦૦ વોટની જરુર છે.૪૩ થયા છે.૫૭ની આવશ્યકતા છે.

  નીચે જણાવેલ લીંક પર કલીક કરો ..અને પ્લીઝ,મારી પ્રપોઝલ વાચીને તમારો વોટ ન આપ્યો હોય તો હમણાં જ આપી દો..

  http://www.givemeaning.com/proposal/margdarshan

  Akhil Sutaria
  Akhil TV [ We Inspire ]
  Cell : +91 9427 222 777
  Web : http://www.akhiltv.com
  Join Us : Click Here
  Blog : http://www.akhilsutaria.wordpress.com

  તમારા આ વિભાગમા આ માહિતીથી તેમના આ પ્રોજેક્ટ માટે જરુરી વોટ એમને મળે એવી આશા રાખુ છુ.

 7. ઘણી ઉપયોગી થાય છે આ સાઈટ……

Leave a Reply

%d bloggers like this: