Dec 032010
 

પ્રિય મિત્રો,

કેમ છો?

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળાની પાંચમી ઋતુ આજથી શરૂ થાય છે. ટીવી પર જાણીતા શોને બંધ કરી ફરી ચાલુ કરવામાં આવે તેને ‘સિઝન’ કહેવાય! તે પરથી અને માર્ચ ૦૭માં બ્લોગ શરુ કર્યા પછી વચ્ચે ચાર દીર્ઘ વિરામ લીધા હતા તે ધ્યાનમાં લઈને પોસ્ટનું મથાળું બનાવ્યું પાંચમી ઋતુ!

આટલી પ્રસ્તાવના પછી પોસ્ટની શરૂઆત એક લોકોક્તિથી કરીએ,

શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક,
સુખ દુઃખમાં સંગ રહે તે લાખોમાં એક!
(માવજીભાઈના સંગ્રહમાંથી સાભાર)

આ લોકોક્તિને આજના સંદર્ભમાં કહેવી હોય તો આમ કહી શકાય?

ટ્વિટર મિત્રો સો મળે, ફેસબુક મિત્ર અનેક,
નિયમિત બ્લોગની મુલાકાત લે તે લાખોમાં એક!

એટલું જ નહી પણ બ્લોગ અપડેટ થતો ન હોય તેમ છતાં પણ નિયમિત બ્લોગની મુલાકાત લેતા હોય એવા કરોડોમાં એક એવા મિત્રો મને બ્લોગ જગતમાં મળ્યા છે. જી હા! હું વાત કરું છું મિત્ર અમર દવેની જેમણે મારા બ્લોગ પર થયેલા હેકરના હુમલા અંગે ફોન કરીને જાણ કરી અને મયુર ગોધાણીની જેમણે આ બાબતની જાણ કરતી પોસ્ટ પોતાના બ્લોગ પર મૂકી.

હેકર નવોડિયો હોય એવું દેખાઈ આવે છે ૧) ઘણાં સમયથી અપડેટ થયો ન હોય એવા બ્લોગને નિશાન બનાવ્યો છે. ૨) ઈન્ડેક્ષ ફાઈલ ઉમેરવાથી વધારે કંઈ નુકશાન કર્યું નથી/ કરી શક્યો નથી. કદાચ વર્ડપ્રેસની પ્રણાલી બાબત અજાણ હોય! જો કે નિયમિત બેકઅપ લેવાની મારી આદતને કારણે આમેય મારે ખાસ કશું ગુમાવવું પડે તેમ નહોતું.

આ સમય દરમ્યાન ઘણા બનાવો બન્યા હશે, પણ સમયના અભાવે હું અપડેટ કરી શક્યો નથી. બ્લોગ જગતની વાત કરીએ તો, હાલમાં આપણાં બ્લોગર મિત્ર શ્રી અશોકભાઈ મોઢવડીયાના માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું છે (સ્ત્રોત). પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

મને છેલ્લા દોઢ બે મહિનાથી ડીપ વેઈન થ્રોમ્બોસિસ નામની વ્યાધીએ બહુ હેરાન કર્યો છે. દવા ચાલુ છે અને દર્દ પણ.

આજે આટલું, આવતી કાલથી આપણે નેટસેવિ, અદ્‌ભુતકળા, જ્ઞાન-ગમ્મત, મેનેજમેન્ટ સ્ટોરી અને બત્રીસ કોઠે દીવા વગેરે વિભાગ હેઠળ વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલા નવા થીમ, વર્ડપ્રેસની નવી અને ઉપયોગી સુવિધાઓ, ‘ગુજારીશ’ ફિલ્મનો વિષય ‘ઈચ્છામૃત્ય’, હરકિસન મહેતાની નવલકથા ‘જડચેતન’, તમારા બોસ અને તમારો બ્લોગ, થિમ પરિચય પખવાડિયું, ૧૦૦ બેસ્ટ ગુજરાતી બ્લોગ અને ૧૦૦૦થી વધારે બ્લોગની યાદી વગેરે વિષયો પર ચર્ચા કરશું અને હા, પ્લેજરીયાઓ કેમ ભૂલાય?

તો મળીએ આવતી કાલે સવારે સાત વાગ્યે (IST). ગુડ મોર્નિંગ! ગુડ ડે!

  26 Responses to “ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળાની પાંચમી ઋતુ”

 1. Welcome back sir… Looking forward to enjoy your posts…

 2. પહેલા તો તમારા આ નિર્ણય જાણીને ઘણી ખુશી થઈ, અને આમ પણ તમારા જન્મદિવસથી વધારે સારો કોઈ દિવસ ના હોય શકે આ શુભ કામ કરવા માટે.

  જન્મદિવસની શુભકામનાઓ…

 3. Many Many Happy Returns Of The Day…And hope now we can enjoy your posts regularly 🙂

 4. જન્મદિનની શુભેચ્છાઓ. અને, વેલકમ બેક!

  LOL @ “પ્લેજરીઆઓને કેમ ભૂલાય?”

 5. વેલકમ બેક

 6. હેકીંગ થી બચવા શું કરવાનું…? બ્લોગનું બેક અપ કેવી રીતે લેવાય..?

 7. મૂળ દોહો આ પ્રમાણે છે:

  શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,
  જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક !

 8. પ્રિય વિનયભાઈ,
  જન્મદિને હૃદયથી શુભેચ્છાઓ.
  રોગની વળગણમાંથી ઝડપથી છૂટી તાજામાજા થઈ જાવ તેવી શુભેચ્છા.
  વર્ડપ્રેસ પરના બ્લોગનું બેક અપ કઈ રીતે લેવું તે જણાવશો તો ઉપયોગી થઈ પડશે.

 9. સૌ પ્રથમ

  જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે ગેટ વેલ વેરી વેરી સુન.

  અને વેલકમ બેક સાથે “હેક” અંગે જાણવા મળ્યુ અને જોયુ પણ હતું પરંતુ એ સમયમાં તમારા તરફથી કોઇ સ્ટેટમેન્ટ ન હતું એટલે થયું કે બ્રેક લેવાની તમારી આ કોઇ ‘અદા’ હશે. 😉

  ચાલો હવે કાલથી લાગી જાવ કામ ધંધે – અલબત્ત બ્લોગનાં અનુસંધાંનમાં.

  ઑલ ધી બેસ્ટ.

 10. Welcome back Vinaybhai,
  Looking forward to see some Fun and Gyan post on funngyan.com

  અને હા જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.

 11. જય શ્રી ક્રિષ્ણ,

  હું હંમેશાં શીખતો જ રહ્યો છું…

  જોવું હવે તમે શું નવું શીખવો છો…

  જોકે દિલની લાગણીઓ જે સમજાવે છે એ કઈક અલગ છે અને એ બાબતે પછી ફોન પર વાત કરીશું…

  જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ…

 12. વિનયભાઈ મારો વિચાર પણ મારો બ્લોગ સેલ્ફ હોસ્ટેડ ડોમેઇન પર લઈ લેવાનો વિચાર હતો, પણ હવે થોડુંક ધ્યાન પણ રાખવું પડશે.. ( હેકરોથી )

 13. શ્રીવિનયભાઈ,

  સૌ પ્રથમ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મુબારક ! આપના બ્લોગ પર હંમેશ મૂલાકાત લીધી છે, પરંતુ નવી પોસ્ટ જોવા ના મળતા થતું કે આમ કેમ? પરંતુ હવે ફરી તમે કાર્યરત બ્લોગ પર થાવ છો તે જાણી આનંદ થયો. તમારા તરફથી મને હંમેશ જરૂરી માર્ગદર્શન મળેલ છે અને મેં બ્લોગની શરૂઆત કરી ત્યારે મારી ભૂલો તરફ પણ તમારા તરફથી જ ધ્યાન દોરવામાં આવેલ,અને મને તે ભૂલો સુધારવામાં મદદરૂપ તેમજ પ્રેરક પણ તમે જ થયેલ કે જેને હું સહજ સમજતો હતો.

  આભાર !

  http://das.desais.net

 14. વિનયભાઈ,
  જન્મદિન પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બ્લોગજગતમાં નિયમીત હાજરી આપો તેમ જ બીમારીમાંથી જલ્દી છૂટકારો મેળવો એવી અમારી લાગણી છે.

 15. શુભેચ્છાઓ માટે દરેક વાચક મિત્રોનો આભાર!

 16. બિલેટિડ,જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 17. જન્મદીવસની હાર્દીક શુભકામનાઓ..
  પાંચમી ઋતુ શરુ કરવા માટે અભીનંદન..

 18. Though Belated…. I Wish you many many happy and Healthy returns of your Birthday.

  Congratulations and all the Best for season 5 ….! of Funngyan.

  Deep vein thrombosis ….. aaahhh….I very well understand that pain…. I have it still on both my arms…after the surgery….
  Take Care ….. Kymerol forte help….but has to be with a doctor’s advise .

 19. Jani anand thayo.

%d bloggers like this: