Apr 162008
 

સાન્તા, પ્રેમનો પ્રસ્તાવ મૂકતાં: “ડાર્લિંગ, શું તું મારી સાથે લગ્ન કરીશ?”
છોકરી: “પહેલા તારી ભાષા સુધાર”
સાન્તા: “બહેનજી, શું આપ મારી સાથે લગ્ન કરશો?”

***

જજ: “ફાંસીના માંચડે ચડતાં પહેલાં તારી કંઇ અંતિમ ઈચ્છા?”
સાન્તા: “મારા પગ ઉપર અને માથું નીચે કરીને ફાંસી આપવામાં આવે!”

***

બન્તા: “મેં તારો મોબાઈલ ઘણી વખત ટ્રાય કર્યો, હંમેશા સ્વિચ ઑફ બતાવે છે!”
સાન્તા: “અરે!, એ તો મારી કોલર ટ્યુન છે!”

***

ભિખારી: “ઓ સુંદરી! આંધળાને બે-પાંચ રૂપિયા આપો, મદદ કરો..”
સાન્તાની પત્ની: “મને આ આંધળો હોય એવું લાગતું નથી.”
સાન્તા: “આંધળાને પાંચ રૂપિયા આપી દે, તે આંધળો જ છે, તેં સાંભળ્યું નહીં તેણે તને સુંદરી કહ્યું તે!”

***

શિક્ષક: “પપ્પુ, એક વાક્યમાં આપણી પાચન પ્રક્રિયા વિશે કહે.”
પપ્પુ: “સાવ સહેલું છે, તે જમણા હાથે શરુ થાય છે અને ડાબા હાથે સમાપ્ત!”

***

પ્રશ્ન: “જે માણસ સાંભળી નથી શકતો તેને શું કહેવાય?”
સાન્તા: “તેને કંઇ પણ કહો, કંઇ ફરક પડતો નથી, કેમકે તે સાંભળી શકતો નથી!”

***

સાન્તા: “પેલી છોકરી જો, કેટલી સુંદર છે!”
બન્તા: “મને તો તેનું નામ પણ ખબર છે.”
સાન્તા: “શું નામ છે?”
બન્તા: “હું કાલે બેંકમાં ગયો હતો, ત્યાં એક ટેબલ પર તે બેઠી હતી, સામે નેમ પ્લેટ મૂકી હતી, તેમાં લખ્યું હતું ‘બચત ખાતું'”

***

બન્તા: “છોકરીઓ સામે જોવાનું છોડ હવે તારા લગ્ન થઈ ગયા.”
સાન્તા: “એટલે મારો ઉપવાસ હોય તો મારે (જમવાનું)મેનુ પણ નહીં જોવાનું?”

***

પ્રશ્ન: “પુખ્તવયનો ટુચકો કોને કહેવાય?”
સાન્તા: “જે ૧૮ વર્ષ જુનો હોય!”

***

શિક્ષક “પપ્પુ, જો મમ્મીને મમ કહીએ તો નાના માસી અને મોટા માસીને શું કહેવાય?”
પપ્પુ: “મિનિમમ અને મેક્સીમમ”

***

સાન્તા: “મારા અને મારી પ્રેમિકાના લગ્ન છે”
બન્તા: “સરસ, અભિનંદન!, ક્યારે?”
સાન્તા: “મારા ૭મી મેના અને તેના ૧૩મી જુનના!”

***

પપ્પુ: “પપ્પા સેક્સ એટલે શું?”
સાન્તા: “બેટા સેક્સ એટલે…” (અને સરળ ભાષામાં વ્યવ્સ્થિત રીતે સેક્સ વિશે સમજાવે છે….)
પપ્પુ: “પણ પપ્પા આટલું બધું હું મારા સ્કુલના ફોર્મમાં આપેલા નાનકડા ચોરસમાં કેવી રીતે લખું?”

***

શિક્ષક: “આકાશમાં ઊડવા વાળા ઈંડા આપે, જમીન પર રહેવા વાળા બાળક આપે છે. એવું કોણ છે જે આકાશમાં ઊડે છે અને જમીન પર બાળક આપે છે?”
પપ્પુ: “એર હોસ્ટેસ્ટ!”

***

શિક્ષક: “એવી કઈ જગ્યા છે જે પુરુષો બનાવે છે પણ વાપરી શકતા નથી.”
પપ્પુ: “લેડિઝ ટોયલેટ!”

***

(આ જોક્સ મોકલવા માટે રુપલબેન શાહ (અમેરિકા)નો આભાર)

  10 Responses to “બત્રીસ કોઠે દીવા: ચૂંટેલા ટુચકા”

 1. ha ha ha.. 🙂

 2. bahu divas thi kaam ne hisaabe kholati na hati site!!! Aaje to kaam thi kantali ne thayu laav animeshbhai shu kare chhe…. ane joks no khajaano mali gayo!!! badhane bhega kari sambhalavya badha joks ane khub maja aavi gai… Back to work!!!! wait wait…Thank you Animeshbhai!!!!

 3. Very funny Jokes really ….
  🙂
  Thanks for making stressless…..

 4. ITS A FUN FUN AND FUN

 5. khub saras vibhag chhe. badhane gamashe ane manashe.
  tuchaka mokata rahesho.ame pan mokalishu ane vichishu.
  samajyane!
  dinesh mehta

 6. SUPERB.
  કેટલાક તો to mind blowing joke છે.

 7. VERY NICE JOKES FOR KIDS, PLEASE SEND SOME INTELLIGENT JOKES.

Leave a Reply

%d bloggers like this: