Jun 302008
 

[આજે નેટસૅવિ, અદભૂત કળા, રમૂજ વગરે બાજુએ મૂકીને એક કટાક્ષકથા લખવાનો પ્રયાસ કર્યો છે. કાચું લખાણ ઘણા સમયથી લખી રાખ્યું હતું, જે આજે પાકું કરીને મૂકું છું. – વિનય ખત્રી ‘અનિમેષ’]

ચેતવણી અને વિનંતી: આ લેખનાં બધાં પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિક નામ સાથે તેનો પ્રાસ મળતો હોય તો એક અકસ્માત હશે. તેથી ‘બંધ બેસતી’ પાઘડી પહેરી લેવી નહીં.

જોડણી ભૂલ અને તેના ઉપાયો વિશે ગંભીર ચર્ચા ચાલતી હતી ત્યાં પેટલાદવાળા પુંજાભાઇએ સરળ, વૈજ્ઞાનિક અને એકદમ ‘ધાંસુ’ ઉપાય બતાવ્યો. જોડણી ભૂલનું કારણ હ્રસ્વ અને દીર્ઘ માત્રાઓ છે. આપણે આ માત્રાઓ વાપરવાનું બંધ કરીએ તો જોડણી ભૂલની સમસ્યા જ ન રહે. જોડણી એકદમ સરળ થઈ જાય અને ભૂલ થવાનો અવકાશ જ ન રહે. આગ્રહ સાથે તેમણે પોતાનો મૂદ્દો રજૂ કર્યો અને પોતાની રચના નવી જોડણીમાં રજૂ કરીઃ copied from http://funngyan.com/2008/06/30/sachi-jodni/

ભરત રમ,
રમત રમ,
સરસ રમત રમ.

જનક લખ,
અક્ષર લખ,
સરસ અક્ષર લખ.

અમર જમ,
જમણ જમ,
સરસ જમણ જમ.

– પજભ પટલદવળ

રચના બાળપણમાં ક્યાંક વાંચી હોય તેવું લાગ્યું પણ તેની સરળતા અને લાઘવ મને ગમ્યાં. તેને કારણે નવી જોડણીમાં પણ રસ પડ્યો. અમલમાં મૂકતાં પહેલાં જનમત લેવાનું વિચાર્યું, ભારતકી જનતા ક્યા કહેતી હૈ?

ઠોઠ નિશાળિયો: “શાળામાં બેન્ચ પર બેઠો નહીં હોઉં એટલો સમય ઊભો રહ્યો છું. “ચોખા પાલી બે” લખવામાં ભૂલ થઈ હતી ત્યારથી બધા મને ‘ચખપલબ’ કહીને ચીડવે છે. નવી જોડણીથી હવે નિરાંત થશે. ક્યારથી અમલમાં મુકાવાની છે?”

નવો નિશાળિયો: “હજી હમણાં મારી સગાઈ થઈ છે. મારી મંગેતરનું નામ ઊર્વી છે. પહેલી વખત તેને પત્ર લખવા બેઠો પણ ઊર્વીમાં ઉ નાનો આવે કે મોટો એની અવઢવમાં કાગળ લખવાનું માંડી વાળ્યું ને એક નવો નક્કોર મોબાઇલ મોકલી આપ્યો. હવે નવી જોડણીમાં લવ-લેટર લખી મોકલાવીશ, જિંદગીભર યાદગીરી રહેશે.”

બેબીબહેન બાળકાવ્ય: “મારું નામ અરુણાબેન કાણકિયા છે. પિયરમાં બધા ‘બેબી’ કહેતા અને બાળકાવ્ય લખી આગળ આવી એટલે આ નામ પડી ગયું. કવિ સંમેલનમાં રચના રજૂ કરવાનું આમંત્રણ આવે છે પણ હું જતી નથી કારણ સૌપ્રથમ (ઊતરતી કક્ષામાં) રચના રજૂ કરવાનું કહેવામાં આવે છે. નવી જોડણીને કારણે હવે મૂર્ધન્ય કવિઓ પણ જોડકણાં રચતા થઈ જશે! અને આ વિચારમાત્રથી હું ખુશ છું.”

ઈરાની પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ: “એક ફોન્ટના મૂળાક્ષર, અડધાક્ષર, જોડાક્ષર, કાનો, માત્રા, વિરામ ચિહ્નો અને બધું મળી ને સવા બસો જેટલા બીબાં હોય છે, નવી જોડણીના અમલથી ૨૫-૩૦ બીબાંમાં કામ પતી જશે અને જગ્યા ખાલી થશે, આમેય ટાઉન-પ્લાનીંગ પછી જગ્યાની ખેંચ છે અને નવું ઑફસેટ મશીન લેવાનું છે તેને ક્યાં રાખશું તે સમસ્યા પણ હલ થશે.”

સુરેશ પોતાની: “નવી જોડણીના આ વૈજ્ઞાનીક અભીગમથી ગુજરાતી સાહીત્યને ફાયદો થવાનો જ છે સાથે પ્રેસવાળા ભાઈએ કહ્યું તેમ હાનીકારક સીસાના બનેલાં બીબાં ઓછાં વપરાશે તે પર્યાવરણ માટે પણ સારું છે. સરળ જોડણીથી રચનાઓ સરળ થઈ જવાથી રચનાની સાથે તેની સમજુતી નહીં છાપવી પડે આમ કાગળ બચશે અને એટલાં ઝાડ ઓછાં કપાશે.”

હમરાજ આર્ટ, ભુજ: “સ્ટીલના અક્ષરો બનાવવામાં આખા કચ્છમાં અમે એકલા છીએ. નવી જોડણીના કારણે ગુજરાતી સાહિત્યને ફાયદો થશે કે નહીં તે તો હું ન કહી શકું પણ મને જરૂર ફાયદો થશે. જોડણી ભૂલને કારણે મહિને ઢગલાબંધ અક્ષરો ભંગારમાં જતા બચી જશે.”

જયભારત સાહિત્ય, મુંબઇ: “નવી જોડણીનો નવો વિચાર સરસ છે. અમે હંમેશાં નવા વિચારને આવકારીએ છીએ. તેના અમલ રૂપે નવી જોડણીમાં પુસ્તક છપાવનારને પહેલું પુસ્તક મફત છાપી આપવામાં આવશે.”

કેમાડુ વિડિયો: “તે દિવસ મને બરાબર યાદ છે… ભુજમાં ભણતો હતો ત્યારની વાત છે… ગુજરાતી વિષયની મારી નોંધપોથીમાં જોડણીની ઘણી ગંભીર ભૂલો જોઈને સાહેબે એક જોરદાર લાફો મારીને આખો દિવસ વર્ગની બહાર ઊભો રાખ્યો હતો. ત્યારે જ મેં શાળા/ભણતર/ગામ છોડવાનો નિર્ણય લઈ લીધો… મારા ભાઈબંધને ઘરેથી ‘બ જોડી લુગડા ખણી…’ (બે જોડી કપડાં લઈને) બસ સ્ટેશને આવવાનું કહ્યું, હું શાળાથી છૂટીને સીધો બસ સ્ટેશને ગયો ત્યાંથી ગાંધીધામ અને ત્યાંથી મુંબઈની ટ્રેન પકડી લીધી. શરૂઆતમાં પસ્તીવાળાને ત્યાં નોકરી કરી પછી ભાગીદારી પછી પોતાની દુકાન. જુના પુસ્તકોની લાઇબ્રરી શરૂ કરી, ત્યાં વિડિયો કેસેટનો જુવાળ આવ્યો… કચ્છી માડુ તરીકે ઓળખ એટલે નામ રાખ્યું કેમાડુ વિડિયો અને પછી પાછું વળીને જોયું નથી. મૂળ વાત એ હતી કે આ નવી જોડણી આવવાથી એક સારું એ થશે કે અમારા છોકરાઓને માસ્તરનો માર નહિ ખાવો પડે!”

(આ લેખમાં રહેલી જોડણી ભૂલોને સુધારીને મોકલવા માટે આદરણીય ગજ્જર સાહેબનો ખૂબ ખૂબ આભાર અને વંદન)

જત ઉમેરવાનું કે ઓનલાઈન ગુજરાતી સ્પેલચેક આવી ગયું છે: પ્રમુખ ટાઈપપેડ- વિશાલભાઈ મોણપરા

  80 Responses to “સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’”

 1. સરસ….નવી જોડણી થી મને ય થોડાક ફાયદા થયા. આ નવી જોડણી નું નામ ઉના જોડણી રાખ્યુ, ઉના મારે મહુવા થી નજીક પડતુ હોવા ને લીધે જોડણી સાથે મારે હવે ઘરોબો (કે ઘરબ) થઈ ગયો છે…. હવે મને મારા બ્લોગ પર પોતાની જ રચનાઓ સમજાશે નહીં તો બીજાની તો….

  થર મ ઘન સમજજ સહબજ્….

 2. 😀 …

  ઓયે .. તુસી તો છા ગયે વિનયભાઈ .. !!! 🙂

  પહેલે હી બૉલ પે સિક્સર !!! … ઓયે …

 3. enjoyed!
  gr8,
  very impressive effort.

 4. Excellent. Congratulations.

 5. સરસ. ઊંઝા જોડણી વાળા પણ આ વાંચીને ચક્કર ખાઈ જવાના. આવી કલ્પના તો એ લોકોએ પણ ન કરી હોય.

 6. ખૂબ સરસ.. મને પણ આ નવી જોડણીમાં રસ છે. ક્યારે અમલ કરવી છે?

 7. સરસ…મજા પડી જાય હો
  હેલ્લો

 8. http://kaavyasoor.wordpress.com/2007/05/08/unjha_sunil/#comment-567

  આ ભાઈ પણ અનિમેષ જ લાગે છે!!! બપલચખ…

 9. સરસ!!!કટાક્ષકથા,
  આ જોડણીની લડાઈમાઁ પણ ઘણુ જાણવા મળે છે,
  આભાર અનિમેષભાઈ.

 10. સાચું કીધું. આટલું તો ઉઝા તરફીઓએ પણ નહીં વીચાર્યું હોય!!!

 11. નમસ્તે,
  સ્નેહિશ્રી, આપને અને આપની નવી જોડમીને લાખો પ્રણામ.
  ભાષાનું ખૂન થતું હોય એવું લાગે છે.
  તમે બધા સાક્ષરો આવા અવળે રસ્તે મારા જેવા વિદ્યાર્થીને ચડાવશો તો માતૃભાષા માટે મને જે માન છે અને સંસ્કૃત નહી તો તેને મળતી આપણી ગુજરાતી ભાષાને બગાડશો નહી એ મારી વિનંતી છે.
  હું ઘણી મહેનત કરી સારા લેખકનું પુસ્તક કમ્પયુટર પર ગુજરાતીમાં લખી ગુજરાતીનો મહાવરો વધારવામાં ગૌરવ અનુભવું છું
  રમુજ ખાતર તમે આવા પ્રચાર કરી શકો છો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

 12. The fact that there is only one E and only one U in Gujarati SVARS that the Education Department of Govt. of Gujarat acceepts as a fact,
  In the text books of Gujarati Grammar the SVARS are stated to be eight only
  and one E and one U
  Thus they teach the students in Grmmar that in Gujarati language there is only one E and one U,
  However when they teach JODAANi,
  they teach that :
  Gujarati bhasha ma ek e ane ek U j bola’y chhe,
  pan’ JODANi ma’ apane hrasva E ane hrasva U rakhi ye chhiye, rakhava no a’grah rakhiye chhiye.
  This is as per Gujarati Pathyapustak for Grammar for Std 8.
  [ These text books are prepared by Gujarat Shala Pathyapustak Mandal ]

 13. કટાક્ષને સમજો તો સારુ બાકી દરેક જગતમાં “હું સાચો અને બાકી બધા ખોટા” કહેતા કેટલાય રાવણો અને કુંભકર્ણો મરાયા છે તે સૌ જાણે જ છે.
  મઝાકની કક્ષાએ ઉતરી જાય તેવી પંડીતાઈ એ મુર્ખતા પણ કહેવાતી હોય છે.

 14. તમારી રમુજની કળા અને સ્તર જોતાં તમારી અને વાચકોની અસહીશ્ણુતા અને વીવેક/ વીનયબુધ્ધી માટે શંકા અને દયા આવે છે.
  —————
  ઉંઝા જોડણીનું મારું આ લખાણ વાંચવું ઘણાંને નહીં ગમતું હોય તે સમજી શકાય તેવી વાત છે. મેં પણ ઉંઝામાં લખવાનો પ્રયોગ શરુ કર્યો; ત્યારે મને પણ ગમતું ન હતું. હવે ફાવી ગયું છે. પણ ચાર ચોપડી ભણેલા, કોઈ પણ તકલીફ વગર તે વાંચી અને સમજી તો શકે જ છે. અવીનયની છત્રી ઓઢેલા અતીશીક્ષીત તજજ્ઞો આ લખાણ સમજી ન શકે, તે હું માની શકતો નથી.
  સમજવાની તૈયારી જ ન હોય તે વાત અલગ છે.
  ——————-
  બાકી સાર્થ જોડણીના સર્વોચ્ચ પુરસ્કર્તાઓને ‘ પ્રતિક્ષા’ અને ‘સખિ’ લખતાં જોયાં છે. સામાન્ય માણસ જે જોડણી લખે છે તે અંગે તેની તો વાત જ કરી શકાય તેમ નથી.
  આ બાબત પણ વ્યંગકથા લખી તમારી નીરપેક્ષતા પ્રમાણીત કરશો ને- અનિમેષભાઈ કે વિનય ભાઈ ? –

 15. વિજયભાઈ અને વિનયભાઈ !
  કટાક્ષોની ભાશા છોડી દઈ; તર્કબધ્ધ અને કોઈ જાતના પુર્વગ્રહ વીના ચર્ચા કરવા તૈયાર છો? હું તૈયાર છું.
  ઉંઝા અને તે આધારીત પ્રયોગો કરનાર ભાશાના શત્રુ નથી; પણ સમાજ જે દીશામાં જઈ રહ્યો છે; તે માટે અતીચીંતીત વડીલો છે – તેના પ્રણેતાઓ તો સીત્તેર ઉપરની વયના છે – તે ન ભુલતા.
  તેમની મજાક ઉડાવવી એ ગુજરાતી પરંપરા હોય તો તે ચાલુ જ રાખશો. શાણી ગુજરાતી પ્રજા કાયમ માટે મુર્ખ બને તેવી તો નથી જ. આમ કરીને તમે જ તમારી દુર્બળતાઓ છતી કરો છો; અને મારા જેવાઓનો તર્કબધ્ધ સુધારાઓમાં વીશ્વાસ દ્રઢ અને કાયમ કરો છો. જે સમયનો તકાજો સમજે છે; તે સૌ ધીમે ધીમે આ સુધારા પાછળનો ભાશા અને સમાજ પ્રત્યે પ્રેમ જરુર સમજશે.
  આપણે સૌ એક તાંતણે બંધાવા પ્રતીબધ્ધ બન્યા હતા; કેટકેટલી ચર્ચાઓ કરી હતી; કાર્યક્રમો બનાવ્યા હતા.
  એ તાંતણો એટલો નાજુક કે, આવા એક નાના અમથા વીચારને કારણે એ ‘અનોખું બંધન ‘ તહસ નહસ થઈ જાય? આ શું શાણી ગુજરાતી પ્રજાને શોભે છે?
  જે ઉંઝામાં વીશ્વાસ રાખતા હોય તે ભલે તેમ લખે અને વાંચે.
  તમે ન વાંચો તેમાંય કદાચ અભડાઈ જવાનો ડર હોવાને કારણે તેને અસ્પ્રુશ્ય ગણો, અને ભાવ સમજ્યા વીના ન વાંચો.
  પણ આમ વીરોધી વીચારની કમ સે કમ મજાક તો ન જ ઉડાવો. તમને તે લગીરે શોભા આપતું નથી.

 16. સાચી જોડ્ણી માટૅ આપ ણે થોડુ ધ્યાન રાખ વુ પ ડે બ સ એટ્લુ જ chhe.
  સામાન્ય માણસ જે જોડણી લખે છે તે અંગે તેની તો વાત જ કરી શકાય તેમ નથી પ ણ ત મારા efforts એક દિવ સ ગુજ્ રતી language ને દુનિયા મા સ્થાન અપાવ શે જ

 17. સુરેશભાઈ

  આપની સાથે આ વિષયે બે વર્ષ પહેલા વાત થયેલ હતી અને એ સૌ અતિચિંતીત વડિલોમાનાં લગભગ દરેક જણા સાથે મે વાત કરેલી છે. મને તે દરેક પ્રયોગવીરોની વાતોમાં સમજ કરતા મમત વધુ લાગી હતી. જેથી દરેક જણ તમે કહ્યું તેમ ચર્ચા કરવા તૈયાર થઈ જાય છે .

  ભાઈ આપણી પાસે જોડણી કરતા પણ ગંભીર અંગ્રેજી ભેળ સેળનો રોગ ગુજરાતીને લાગ્યો છે તે દુર કરવાની તાતી જરુર છે. તેવુ મુ. રતિભાઈ ચંદેરીયાનું સુચન છે. તેમા સક્રિય થશો?

 18. આ બાબતને સાહીત્યના એક તંદુરસ્ત પ્રયોગ કે એક કટાક્ષના પ્રકાર તરીકે જોઈએ તો આવી મજાક કરવી એમાં કોઈ અજુગતું નથી. ભુતકાળમાં મોટા સાક્ષરો પણ એકબીજાની આવી ખીલ્લી ઉડાવતાં !

  શ્રી અનિમેષની આ રમુજ મને તો ગમી ગઈ છે. આ પણ એક સાહીત્યપ્રકાર જ છે.

  હું તો એ મતનો જ નહીં, એ વીચારનો જ રહ્યો છું કે સાર્થજોડણી મુજબ લખનારાં પણ વધુમાં વધુ શુદ્ધ લખે તેવા પ્રયત્નો થવા જોઈએ. મને તો કોઈ પુછે તો હું તો સાર્થના નીયમો મુજબની શુદ્ધતાવાળું ગુજરાતી એમને ભણાવું !! સાર્થમાં લખો કે ઉંઝામાં, પણ ગુજરાતીનું ગૌરવ થાય એવું સાચું લખો. વાક્યરચના, અનુસ્વારો, શબ્દ પસંદગી, અલંકારો, જોડાક્ષરો વગેરે બાબતે સૌ સાચું લખે તે મહત્વનું અને જરુરી ગણાય.

  અને કટાક્ષ હોય તોય એથી મનભેદ કરવાની શી જરુર ? આપણે સૌ એક બ્લોગજગતનાં રહેવાસી; આપણે સૌ એક ફોન્ટ (ગુજ.)ના સગા !! ઝઘડીને શો ફાયદો ? અનિમેષભાઈને સલામ. આવા પ્રયોગોનેય સલામ. ભાગ લેનારાંઓને ધન્યવાદ.

 19. પરભુ પટેલ: ચલ હેંડ, ઉંઝાવાળી. ઉંઝાભેગી થા. નડિયાદ તો સાક્ષર ભુમિ. આમ ચ્યમ ને તેમ ચ્યમ ના કરેશ. હોમ્ભળીશ પશે…

  વીર માંડવીવાળો: અલા એ… વાવડીનો થા મા. આખું આયખું કાઢ્યું, ત્યારે કાંક જોડણી ભેગા થ્યા. હવે, તારે એમાં ધુળ કાઢવી સે?

  ગાંધીજન: ભાઈ, આ માર્ગ તો બાપુનો નક્કી કરેલો છે. એમાં આગ ચાંપનાર આપ કોણ? થોડી વધુ મહેનત કરો. સાચી જોડણી ના આવડે, પણ તમારે મૃત્યુ સુધી મંડ્યા રહેવું. ભાઈ, બાપુચીંધ્યો મારગ છે!

  વિનય શાહ: (ગાળ) તુ બીજું કૈં બોલતો ‘ની. બઢું બકરું ખાઈ લાખા તારે તુ આઈવો. મારો પોયરો તો કોંવેંટમાં ભણે, તુ બી જલસા કરની, મુક બધુ.

 20. સાચિ જોડણિ અઘરિ નથિ..(વિનોદ ભટ્ટના એક લેખનું શીર્ષક)..ઉ.મ..

  વહાલા ભાઈ વીનય ખત્રી ઉર્ફે અનીમેષ અંતાણી,
  હું બહુ રાજી થયો નીચેનું તમારું લખાણ વાંચી. તમારા કહેવા મુજબ ‘લાંબા સમય પછી પાકા થયેલા’ તમારા આ લખાણમાંયે કેટલીક ભુલો રહી જવા પામી છે. ઉતાવળે થોડીક જ બતાવી છે. તમારી ક્ષમા યાચું તે ધૃષ્ટતા બદલ.. બધા પ્રકારની ભુલો વીશે નીયમ નંબર ટાંકીને, લાંબી સમજુતી સાથે અને બીજાં ઘણાં ઉદાહરણો સહીત આપી શકાય પણ તે ટાળ્યું છે.. મીત્ર, જરુર લખો, ખુબ લખો; પણ હવે પછી લખો તો કાચું લખાણ પહેલાં મને કે જુગલભાઈને મોકલજો.. અમે મફ્ફત સુધારી આપીશું, પક્કા ‘સાર્થ’ના નીયમો પ્રમાણે.. પછી મારા જેવાની તો બોબડી જ બંધ..! પણ હજુ સુધી બબ્બે ‘ઈ–ઉ’ની માયાને જેણે પુરી પચાવી હોય એવા આંગળીના વેઢા જેટલા જ જણ જોયા છે..! (કદાચ હું પણ નહીં !)
  મઝા પડી.. દીલથી કહું છું– જરુર લખો.. કૉમેન્ટ મુકનારા મીત્રોનોય દીલથી આભાર.. તમારા બ્લોગને ખુબ ‘કૉમેન્ટ’ અને ‘ટીક કે ક્લીક’ મળે તેવી શુભેચ્છાઓ..

  ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

 21. આદરણીય ગજ્જર સાહેબ,

  આપની શુભેચ્છાઓ અને લખાણમાં કેટલીક ભૂલો રહી જવા પામી છે તે તરફ ધ્યાન દોરવા માટે આભાર.

  જોડણી ભૂલો માટે ક્ષમા યાચના.

 22. ખૂબ ખૂબ અભિનંદન અનિમેષજી.

  આ કટાક્ષ પ્રયોગ નિશંક સફળ થયો છે. બીજી અનેક રમૂજની જેમ આને પણ રમૂજની જેમ જ લેવાની જરૂર છે અને બંધ બેસતી પાઘડી ન અપહેરવી એ વાત તમે લાલ અક્ષરોમાં સ્પષ્ટ કરી જ છે. પણ તો ય જુઓ! એક જાણીતા/નામીચા બ્લૉગરને તો ચાલુ ગાડીએ ચડી જવાની ભયંકર ખસલત છે. એ અડબંગની સામે કોઈ તર્ક રજૂ કરવાનો અર્થ નથી. એ એનું પૂંછાડું પછાડ્યા જ કરશે. મગ ઓરીને મરી ચાવે એવો એક ચોક્કસ પ્રકારનો વર્ગ તમારા આ પ્રયોગથી ઉંચો-નીચો થઈ ગયો છે. તમે ગભરાયા વગર તમારું કામ ચાલુ રાખો. ઉંઝાનું માત્ર નામ સાભળીને ભડકનાર મગજ વગરના લોકોને નિગ્લેક્ટ કરજો. ગણ્યાં ગાંઠ્યાં સાઠેનાઠાઓનું ઉંઝા-જોડણી-સંગઠન અતિશય જડ અને અસિષ્ણુ છે એ જગ જાહેર છે. જગતભરના ગુજરાતીઓ એમને હાસ્યાસ્પદ જોકરોના ખેલથી વધુ ગંભીરતાથી લેતાં નથી એ આનંદની વાત છે. એક જાણીતા હાસ્યકારે આમથું નથી લખ્યું કે કાં તો ઉંઝા જોડણી જીવશે કાં તો ગુજરાતી.

  – ‘ગોપી ગાઈન – બાઘા બાઈન’

 23. જેમને ઉંઝા વાપરવી હોય તે વાપરે પણ લોકોને માથે એમના હથોડા ઠોકવાનું બંધ કરે. ઉંઝા અપનાવ્યા પછી લોકોના લખાણોમાં વણમાગી ભૂલો બતાવવાનું બંધ કરે. આખેઆખું ખોટી (ઉંઝા) જોડણીમાં લખવાવાળાઓ, લોકોની જોડણી ભૂલો કાઢવાની મહેનત ન કરો. તમે ફેલાવેલી જોડણીની અરાજકતા સામે લોકોની ભૂલો તો રજ માત્ર છે અને એ પણ અજાણતા. સરકાર માન્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ માન્ય (ઉંઝાની ભાષા પરિષદ નહિ) ગુજરાતીના વિદ્વાનોનો સમુહ સાર્થમાં કોઈ સુધારો સુચવે અને તે સરકાર, વર્તમાનપત્રો સહિત સર્વ સ્વીકૃત હોય તો જ ચાલે. બે ચાર જણના મનમાં તુક્કો ઉઠે એ ના ચાલે. કાલે ઉઠીને બીજા બે ચાર એમ કહેશે કે હવે ‘ઉ’ ને ‘ઈ’ ને બદલે ‘ઊ’ અને ‘ઇ’ વાપરો. ગુજરાતી લિપિ એ શું પાંચાલીનો નવો અવતાર છે?

  આવા કામોમાં શકિત વેડફવાને બદલે અને વાણી વિલાસ કરવાને બદલે સમાજ ઉપયોગી કામ કરો. બને તો કોઈને નડો નહીં. ઉંઝાનો ઝંડો લહેરાવતાં, રેશનાલીઝમની વાતો કરતા, અને સમાજના પછાત લોકોને મદદ રૂપ થવાનો વાણી વિલાસ કરનાર જાણીતા (નામીચા) બ્લોગર, અમેરિકામાં બેઠા બેઠા વાણીવિલાસ કરવાનું બંધ કરી ગુજરાત પધારવાનું સાહસ કરો. માત્ર એક નિરક્ષરને શિક્ષા આપો. બે ચાર ભૂખ્યાને એક ટંકનું ભોજન આપો. નાનું અમથું યે પગલું ભરવાની ત્રેવડ ન હોય તો બ્લોગે ચડીને બણગા ફુંકવાનો અર્થ શો? આવા બ્લોગરો માત્ર પ્રસિદ્ધિના ભૂખ્યા, દંભી, અને ખાઈ બધેલા નિવૃત્ત ખડૂસો જ છે.

  – વીર કરોડિયો

 24. અહીં “ગોપી ગાઈન – બાઘા બાઈન” અને “વીર કરોડિયો” ના નામે જેમણે કોમેન્ટ કરી છે તેમને વિનંતી કે આપની ઓળખ છુપાવવા ઇચ્છો છો તે મંજુર છે પણ આપનું ઇમેઇલ આઈડી આપો, ભલે તે ડમી હોય પણ ચાલતું હોવું જોઇએ. આટલું પણ મંજુર ન હોય તો કાલે સવારે આપની આ બંને કોમેન્ટ અહીંથી હટાવી લેવામાં આવશે.

 25. અનામીભાઈ,,, દીલ્હી કે મુંબઈ વસનાર ગુજરાતીને તમે આવા પ્રશ્નો પુછો છો? અને અમેરીકાવાસી વડીલે શું કર્યું એ તમને શા માટે જણાવે અને ઢંઢેરો પીટે?

  સાર્થ કે ઉંઝા જે પણ હોય ગુજરાતી ગુજરવી ના જોઈએ. સંસ્કૃત, પાલી, બ્રાહ્મી વગેરે કાળગ્રસ્ત થઈ ગઈ. ગુજરાતી???

 26. પ્રીય અનિમેષ / વિનય
  અરે! દીકરા, તેં મૌલીક રચના મુકવાની મારી સલાહ માની અને તારો બ્લોગ તો ચાલ્યો બાપુ હોં! અરે દોડ્યો માંડુ… દોડ્યો. તેજીલા તોખારની કને, તબડક તબડક દોડ્યો. કચ્છની સાંઢણી કને રુમઝુમ રુમઝુમ ધોડ્યો. આવા લેખ દર અઠવાડીયે એકના દરે લખતો જ રહેજે. જામશે બાપુ જામશે.
  જુગલભાઈએ કહ્યું તેમ, તેં અવીનયની છત્રી ઓઢી નથી; એમ મને હવે લાગવા માંડ્યું છે હોં દીકરા! મજાકમાં તો બાપ કે દાદાને ય ગાળ ભંડાય હોં! ઠેકડીય કરાય. કરવી, જરુર કરવી. વાણી અને અભીવ્યક્તીની સ્વતંત્રતાનો જરુર આવો સદુપયોગ કરવો.
  વિજયભાઈને પણ વીનંતી કે, મહાભારત, રામાયણ અને પુરાણોનો ગહન અભ્યાસ ચાલુ કરી દે. બીજાં ઘણાં પાત્રો મળી આવશે. પ્રવાહની સાથે તરવાની મજા માણી લો.
  વાચકોને આપોઆપ ખબર પડશે કે, શું પ્રેય છે અને શું શ્રેય છે. મારા જેવાને ઘૈડે ઘડપણ આ ભાશાશુધ્ધીની મહેનત ઓછી બોસ !
  ————-
  મજાક બાજુએ મુકીને …
  સૌ બ્લોગરોને મારી નમ્ર વીનંતી છે કે, ઉંઝામાં ન લખવું હોય તો ન લખો. સાર્થમાં જ જરુર લખો. પણ જોડણીકોશ બાજુમાં રાખી, ડ્રાફ્ટનું બે વખત પ્રુફ રીડીંગ કરીને લખો. તમારા લખાણોમાં લખાતી ખોટી જોડણીનો દોશ અને રોગ દુર કરવા સતત પરીશ્રમ કરીને લખો. ભલે એક નાનકડો લેખ લખવા કલાકેક જાય; પણ જે લખો તે એવી રીતે લખો કે, જોડણીકોશના પહેલા પાને આપેલી ગાંધીજીની શીખની આમન્યા જળવાય.
  ચોપડીઓ છપાય કે, બ્લોગમાં લખાય- ભાશાની શુધ્ધતા જાળવી રખાવી જોઈએ. સૌ બ્લોગરોનું આ ઉત્તરદાયીત્વ છે.ચોપડી છાપનારા પાસે તો આ માટે તંત્ર હોય છે. નહીં તો ભલભલા સાહીત્યકારોનાં લખાણો પણ અશુધ્ધ જ છપાય.
  જે મીત્રે મારા જેવા અમેરીકાવાસીને ભારત આવી, સામાજીક કાર્ય કરવા આડકતરી રીતે કહ્યું છે; તેનો ખુબ ખુબ આભાર. તેની વાત સાવ સાચી છે. તેની સાથે મારે આ અંગે યોજનાબધ્ધ કાર્યક્રમ બનાવવા ચર્ચા કરવી છે. તેમના આવા અભીયાનમાં હું શું યોગદાન આપી શકું તે મારે સમજવું છે. મને તે પોતાનું ઈમેલ સરનામું આપશે તો આભારી થઈશ. મારું સરનામું તેને આપવાની વિનય ખત્રીને વીનંતી કરું છું.

 27. આભાર સુરેશભાઈ

  સમય સમયનું કામ કરે અને આપણે આપણું..

  કાર્ય સારુ કે સાચુ છે તે કસોટી કાર્ય વાચકને કરવા દઈએ
  શા માટે આપણે ધુળ ઉડાડી સુરજને ઢાંકવા મથીયે?

 28. જીગ્નેશ ભાઈ! કેમ છો? ઘણા દિવસે દેખાણા….

 29. બધાની કોમેંટ વાંચતા એવુ લાગે છે કે મૂળ વિષય બાજુ પર રહી ગયો અને ઊંઝા જોડણી વિષય બની ગયો.
  બાકી વિનય
  લેખમાં મઝા પડી ગઈ.

 30. નવી જોડણીનો વિચાર સાર્થ/ઉંજાનો ઝગડો હંમેશ માટે ખતમ થઇ જાય તેવી ભાવના સાથે પુંજાભાઇએ રજૂ કર્યો 🙂 પણ….

 31. વિનય/ અનિમેષભાઈ, લેખ માં તો મજા જ આવી પણ ભાઈ, આ ઊંઝા v/s. સાર્થ જોડણી શું છે તે કંઈ ખબર ન પડી. ખાલી ચર્ચા યુધ્ધ વાંચી ગઈ.જો સમય હોય તો ઊંઝા (કે પછી ઉંઝા) જોડણી શું તે જરા સમજાવશો?
  (જો હવે આ પણ ન સમજાવશો તો પછી આપણી કટટી, હાં કે)ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.

 32. ચી. સ્વાતિબેન,
  હું તમને આ સંબોધને સ્દેશ આપું તે યોગ્ય ગણશો. હું 65 વરસની ઉમ્મરનો અને છેલ્લા આઠ મહીનાથી અમેરીકન – પણ જન્મ અને દીલથી ગુજરાતી છું. ઉત્તરોત્તર બગડતા જતા ભાષા લેખનના સ્તર, અને વધતા જતા અંગ્રેજીના વ્યાપને જોતાં ‘ઉંઝા જોડ્ણી’ શું છે, તે જાણવુ બહુ જ જરુરી છે.
  અને તે સુધારો ગુજરાતી ભાષાના સમર્થ શીક્ષકોએ, લોકશાહી રીતે, અનેક તજજ્ઞોને સાથે રાખીને, વીષદ ચર્ચા વીચારણાના અંતે સુચવેલો છે. આ કોઈ એક વ્યક્તીની અનધીકાર ચેષ્ઠા નથી જ.
  અને આ સુધારો સમજવો સાવ સરળ છે. મારી, તમારી, મોટા ભાગનાની … અરે ! મોટા ખ્યાતનામ સાહીત્યકારોની જોડણીમાં થતી ભુલો મોટે ભાગે ઇ-ઈ અને ઉ-ઊ ના કારણે થતી હોય છે. ‘ઉંઝા સુધારો’ એક જ ઈ ( દીર્ઘ) અને એક જ ઉ ( હ્રસ્વ) વાપરવાનો અનુરોધ કરે છે. આમ કરવાથી આપણા લખાણોમાં જોડણીની 80% ભુલો સદંતર નામશેષ થઈ જાય છે.
  અને વાંચવામાં તમારા મારા જેવા સામાન્ય જનને કોઈ તકલીફ પડતી નથી. જુઓને, આ મારું લખાણ વાંચતાં તમને કોઈ કષ્ટ થાય છે?મારા બ્લોગ http://gadyasoor.wordpress.com/ પરનું લખાણ આખી દુનીયામાં લોકો હોંશે હોંશે અને કોઈ તકલીફ વગર વાંચે જ છે.
  અને હું કોઈ સાહીત્યકાર કે ભાષાશાસ્ત્રી નથી. હું વ્યવસાયે એન્જીનીયર/ મેનજર હતો. નીવૃત્ત થયા બાદ મને આ સુધારા વીશે ખબર પડી. મને તે તાર્કીક અને આપણી ભાષાના લખાણને સરળ અને સમરસ ( સ્ટાન્ડર્ડ ) બનાવતો લાગ્યો છે. આથી મેં તે કોઈ જાતના દબાણ વગર, કેવળ સ્વેચ્છાએ, અપનાવ્યો છે.
  જો બધાં આમ લખતાં થાય તો ગુજરાતી લખાણ મહદ અંશે એક સરખું લખાતું થાય.
  તમારે આ અંગે વધુ જાણવું હોય તો નીચેના બ્લોગ પર વીશેષ માહીતી મળી શકશે –
  http://unzajodni.googlepages.com/
  મારો સમ્પર્ક કરવા વીનંતી – sbjani2006@gmail.com

 33. માફ કરજો … ટાઈપીંગની બુલને કારણે સંદેશ લખાવામાં ભુલ થઈ છે. દરગુજર કરશો.

 34. જુઓ ફરી ભુલ કરી – બુલ નહીં !!
  આમ જ થવાનું – મોટા ભાગના લોકોની આ જ વ્યથા હોય છે! ભુલ કબુલ કરી તેને સુધારવા પ્રયત્નશીલ રહેવું ઘટે – અથવા આવા સુધારા અપનાવવા જોઈએ.

 35. સ્વાતિબેન,

  સાર્થ જોડણી એટલે પાઠ્યપુસ્તકોથી લઇને પુસ્તકો, સામયિકો અને સમાચાર પત્રોમાં વપરાતી પરંપરાગત જોડણી. દા.ત. આપનું નામ – સ્વાતિ

  ઉંઝા જોડણી એટલે પરંપરાગત જોડણીના નિયમોને ચાતરીને લખવામાં સરળ પડે તેવી ‘કસ્ટમાઇઝ્ડ’ જોડણી. દા.ત. આપનું નામ – સ્વાતી

  ઉંઝા જોડણી વિશે વધુ માહિતી માટે ઉપર સુરેશ બી.જાનીની કોમેંટ્સ વાંચી જવા વિનંતી.

 36. જોડ્ણી મહત્વની નથી આપણી માત્રૂભાષા મહત્વની છે.સૌ ગૂણિ મહોદયને
  વિનતિ કે ગુજરતી ભાષાનો આપ સૌ ઘણી સુન્દર રીતે પ્રચાર કરી
  રહ્યા છો એ જ મહત્વનુ છે. આપનો આ પ્રયાસ અવિરત ચાલુ રહે એવી સહુની શુભેચ્છા સહ………..

 37. !!! Jordar che Mara Bhai !!

  !! Kya baat he Moz Padi gayi !!!

 38. unja jodaninu sahitya me vanchel chhe mane koe pan prakarno arthbhed thayo nathi
  kharekhar arth vakyano hoy sabdano nahi
  “niti” lakhavani bhul chale pan apani “niti” khoti na chale
  thank’u’

 39. ઉંઝા જોડણી = ગુજરાતી ભાષા પર મરણતોલ પ્રહાર.

 40. Very funny. It is clear from these discussions that those that support UNJHA are more polite, cultured and Viveki. Others are using very abusive language, and still call themselves protectors of Guyjarati!

  To me, writings in UNJHA are as much understandable as other way round, and less prone to mistakes.

  Everybody should follow UNJHA only.

 41. Sonali your observation is not completely right. At least there few active supporters from USA who are quite impulsive and arrogant. Moreover, they do not have much knowledge about the language. I hope you know them, don’t you?

  UNJHA is fools’ language and any normal/decent person should treat UNJHA supports as terrorists who want to sabotage the Gujarati language.

 42. સોનાલી, ગુજરાતીમાં લખને બેના. ઉંઝામાં લખ કે ગુંઝામાં લખ, પણ આમ તું મુંઝામાં. હજી ગુજરાતી ગુજરતી નથી થઈ.

  ઉંઝાંમા લખનારા ‘વીવેકી’ છે એવું લાગ્યું? ખેર, વીવેકી હશે પણ વિવેકી તો નથી જ. અંગ્રેજીને પ્ંપાળવાનું બંધ કરી અને સાચો કક્કો (બન્ને ઉ અને ઈ વાળો) પાક્કો કરીશ તો કદાચ વિવેક શું એ ખબર પડશે.

  ગુજરાતી ભાષામાં ઉંઝાજોડણીનો પગપેસારો એટ્લે કશ્મીરમાં આતંકવાદીઓનો અડ્ડો.

 43. સોનાલી, ગુજરાતીમાં લખને બેનાં!

  ઉંઝામાં લખ કે ગુંઝામાં લખ કે પછી લખ્યા વગર જીભથી લખ લખ કર, પણ આમ કારણ મુંઝામાં.

  ઉંઝાના ટેકેદારોની ચાંપલૂસી કરવા પાછળની તારી મજબૂરી જે હોય તે ખરી પણ એ સાચી નથી એ ઉપરના બધા પ્રતિભાવોનો ઝીણો અભ્યાસ કરવાથી દરેક વાચકને સમજાઈ જશે.

  ગુજરાતી ભાષામાં ઉંઝાજોડણીનો ઉપદ્રવ એટલે કાશ્મીરમાં આતંકવાદીઓની જોહુકમી. દરેક સાચા ગુજરાતીએ માતૃભાષાની કરપીણ હત્યા કરતાં ઉંઝાના આક્રમણ સામે ઝઝુમવું જ રહ્યું.

 44. અરે! દીકરા, તેં મૌલીક રચના મુકવાની મારી સલાહ માની અને તારો બ્લોગ તો ચાલ્યો બાપુ હોં! અરે દોડ્યો માંડુ… દોડ્યો. તેજીલા તોખારની કને, તબડક તબડક દોડ્યો. કચ્છની સાંઢણી કને રુમઝુમ રુમઝુમ ધોડ્યો. આવા લેખ દર અઠવાડીયે એકના દરે લખતો જ રહેજે. જામશે બાપુ જામશે.

  ભાઈ શ્રી,
  પોસ્ટ અદભૂત મૂકી.ચર્ચા વાંચવાની ખૂબ મઝા આવી.
  ઉપરની કોમેન્ટ ઘરના બધાને ખૂબ હસાવી ગઈ.મારા દોઢ વર્ષના નાનકડા ધ્રુવને પણ…..
  આજના ત્ંગ જગતમાં ખડખડાટ હસાવે તેવી પોસ્ટ મૂકવા બદલ ધન્યવાદ.
  થોડા થોડા વખતે આવી પોસ્ટ જરૂર મૂકજો.

 45. મારા બેટા આ ઉંઝા જોડણીઓવાળા તો એમજ સમજે છેકે આ ગુજરાતીઓ તો દાળ ભાત ખાઉ છે કોઇ વિરોધ નહીં કરશે. ઠોકી મારો એમના માથે. પણ બાપુ હજુ પણ આ દાળ ભાતમાં દમ છે, હોંકે. આવો ખુલ્લો આતંકવાદ નહીં ચલાવી લેવાય.

 46. જોયું ને દીકરા વિનય,
  મૌલીકતાનો આનંદ કેવો હોય છે? તારી આ પોસ્ટ પરની કોમેન્ટ્યું ઓલ્યી રીડગુજરાતી પરની ને ય આંબી જશે માંડુ!
  સર્વે ગુજરાતી વાચકોને નમ્ર વીનંતી કે આ બધી પંચાત્યું મેલી, ભાશાની સેવામાં પોતપોતાની મૌલીક રચનાઓ આલવા માંડો તો ચ્યમનું રે’?

 47. શરૂઆત તુંજ કરને બેના, પછી બીજાને સલાહ આપ.
  આતો ડાહી સાસરીયું ના જાય ને ગાંડીને શીખામણ આલે એવો ઘાટ થયો.

 48. જોયું ને મીત્રો ,
  સોનાલી પટેલ પણ ગુજરાતી લખી શકે છે!
  કારણ કે, ‘સોનાલી પટેલ’ ઉર્ફે ‘સુરેશ જાની’ને ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાશામાં લખવું ગમે છે!
  આ પોસ્ટ જ ટીખળ માટે હતી, તે આ નવરા જણને આજ સવારે થ્યું કે, ‘હાલ્યને, ‘વિનય’ ‘અનિમેષ’ બની શકે છે; તો હું ય લેડીઝ નામે ઉંઝાની પ્રશંસા કરું. સ્ત્રીદાક્ષીણ્યની ભાવનાવાળા ઉંઝા વીરોધીઓ સોનાલીને નહીં વીતાડે.”
  બીજા ઓલ્યા, મારા જેવાને સામાજીક પ્રવ્રુત્તી કરવાની સલાહ આપનારા તો હજુ સુધી મને માર્ગદર્શન આપતા જ નથ. એમનાં અસલી નામ તો ખબર પડે તીં હાચું.
  પણ માળા ભારે ઝનુની નીકળ્યા હોં બાપુ! જેવું ઉંઝાનું નામ આવે છે, કે તરત જ, લઘુમતી ઉંઝાવાળા ઉપર તલવાર્યું લઈને તુટી જ પડે છે.આંખ્યું મેંચીને …
  આ સીધી, સરળ, શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી, વાતમાંય ઈયુંને આતંકવાદ દેખાય છે. આ માળો ‘આતંકવાદ’ શબદ પણ બહુ સસ્તો બની ગયો છે નહીં?
  અલ્યા ભાયું ને બેન્યું! કાંક મહાભારત અન એ રામાયણમાંથી કોઈ બીજો સરસ, આપણી મહાન પરંપરાને શોભે એવો, નવો શબ્દ શોધી કાઢતા હો તો વારુ!
  ————–
  સાચું કહું? મને તો બ્લોગનો આ ‘નુક્કડ’ માહોલ બહુ ગમે છે. વધારે પડતી સાહીત્યીકતા અને કવીતાથી ગુજરાતી બ્લોગ જગત છવાઈ ગયું છે. ત્યારે…. મારા જેવા, નવરા જેવા, બુઢ્ઢા ખચ્ચર કાંક લખે એ તિઓ ઠીક . પણ વિનય, જીજ્ઞેશ, ચીરાગ જેવા જવાનીયા પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને કવીતા સીવાયની રસપ્રદ વાતો પીરસીને વીશ્વ ગુર્જરીની બહુ સારી સેવા કરે છે.

 49. તમારામાં અને આતંકવાદીઓમાં શુ ફરક? આતંકવાદીઓ જમીન પર આતંક ફેલાવે છે જ્યારે તમાર જેવાઓ નેટ પર ઉંઝાના નામે આતંક ફેલાવો છો.
  રામાયણ-મહાભારતને શું કામ વચ્ચે લાવો છો?
  આતંકવાદ એટલે આતંકવાદ.
  એને માટે કોઇ બીજો કૂણો શબ્દ ના હોય શકે.

 50. સુરેશભાઈ, તમે ક્યાં આ નેટ પર રમત કરતા આ જુવાનીયાઓ જોડે ચર્ચામાં ઉતરી પડો છો? આ લોકોને ગુજરાતીની ન કશી ચીંતા છે કે નથી કશો રસ. એમને માટે તો તડાફડી, ધડાધડી અને મનોરંજન જ જીવન છે.

  નેટ પરનું ગુજરાતી આમજ અસ્તવ્યસ્ત થવાનું. અહીં દરેક જણ પોતાના બ્લોગના તંત્રી છે. મન ફાવે તેમ એમ ચોરી ચપાટી કે ઉઠાંતરી કરી પોતાના બ્લોગને હીટ કરવાનો પ્રયત્ન કરવામાં બધાં પડેલાં છે. ગુજરાતીમાં જેને સાચો રસ છે એવા લોકો આંગળીને વેઠે ગણાય એટલાં છે અને એ લોકો આવી ચડસા ચડસીથી દુર જ રહે છે. આમાં તમે તમારી શક્તીઓ શું કામ વેડફો છો.

  આપણે ગુજરાતીને લાંબું જીવાડવી હશે તો લીપી સરળ કરવી જ પડશે. આપણો હેતું તો ગુજરાત સરકારના મંત્રીઓ, વર્તમાન પત્રો અને શાળાના પાઠયપુસ્તકો છાપનારાને ઉંઝા જોડણીના લાભાલાભ સમજાવી સામાન્ય લોકો સુધી પહોંચવાનું છે. અને એમાં આપણે ઠીક ઠીક સફળ થઈ રહ્યાં છીંએ એનું આપણે ગૌરવ અનુભવીએ. બ્લોગ કરતાં પ્રીંટ મીડીયા પર ધ્યાન વધુ કેન્દ્રીત કરીએ તો આપણું ધ્યેય વહેલું સફળ થશે એમે નથી લાગતું? તમારા પુસ્તકને છપાવવાનું કંઈ નક્કર આયોજન હાથ ધરો.

  વાચકો તમે માનો કે ન માનો પણ ગુજરાતીનું ભવીષ્ય ઉંઝાજોડણીના હાથમાં જ છે.

 51. અત્યાર સુધી તમારા વગર પણ ગુજરાતી ભાષા જીવેલી છે અને જીવતી રહેશે.તમે લોકોતો ગુજરાતી ભાષનું કચુમ્બર કરી રહ્યા છો.એ બધા સારી રીતે જાણે છે.

 52. કેમ ચ્હો દોસ્તો……

  મજા મા ને …..

  સાચેી જોદનેી એજ સાચેી છએ ……..

 53. કેમ છો

 54. સાચી સાર્થ જોડણી ના આવડતી હોય ત્યારે
  સરળતા ખાતર ઉંઝા જોડણી અપનાવવી તે પોતાના
  સ્વમાન માટે હાનિકારક છે.

  જ્યારે સાચી ગુજરાતી બોલતાં અને લખતાં આપણને (મને)આવડે
  ત્યારે જ આપણે તે અંગે નિર્ણય લેવો જોઈએ.

  ગાંધીજીએ પણ કહ્યું છે કે,
  હવે પછી સ્વેચ્છાએ જોડણી વાપરવાનો કોઈને હક નથી.

  આપણે નેટ દ્વારા ગુજરાતી ભાષાને વિશ્વના વિશાળ ફલક પર એટલી
  સમૃદ્ધ કરી દીધી છે કે, ટૂંકા ભવિષ્યમાં જ લોકોને તેની નોંધ લેવી જ પડશે
  અને ત્યારે આ બધી ચર્ચાઓ તેમાં લાંછનરુપ જરુર લાગશે જ?!!

 55. આ બધું વાંચીને મને તો બહુ જ રમુજ ઉપજી. જ્યારે આપણે કોઈને વીષે કશું કહીએ ત્યારે એ જેની બાબતમાં કહ્યું હોય તેને લાગુ પડે કે નહીં, તેને વીષે સાચું હોય કે નહીં, તે નક્કી નથી, પણ જેણે એ કહ્યું હોય છે, તેને વીષે તો એ જરુર કંઈક કહે જ છે.કુવામાં હોય તો અને તે જ હવાડામાં આવે.

  ઈ, ઉ ઉપરાંત પણ આપણે બીજી ઘણી ભુલો કરીએ છીએ, તેને વીષે પણ યોગ્ય વીચારણા થવી ઘટે.

  પણ જો ઉત્તમ કૃતીઓ ગુજરાતીમાં ઢગલાબંધ સર્જવામાં આવે તો દેશ અને દુનીયામાં ગુજરાતી ભાષા પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે, પછી એ સાર્થ જોડણી હશે કે ઉંઝા, એનાથી કોઈ ફેર પડશે નહીં. ગુજરાતીમાં ઉત્તમ સર્જન કરો ભાઈઓ અને બહેનો! અને જે જોડણી વાપરો તે પણ બને ત્યાં સુધી કાળજી રાખી સાચી જોડણી લખવાનું ધ્યાન રાખવું જોઈએ.
  ઉંઝા જોડણી વાપરનાર પણ અતી ઉત્સાહમાં વધુ પડતા ફેરફારો કરવાને બદલે કરેલા ઠરાવને જ વળગી રહે એ બહુ જ જરુરી છે-જો આ નવી જોડણીને વધુ ને વહુ લોકો સુધી પહોંચાડવી હોય તો.

 56. બહુ મોડું થયું હોવાથી કેટલીક ભુલો મારા લખાણમાં પણ રહી છે, તો માફ કરવા વીનંતી. ખાસ તો છેલ્લી પંક્તીમાં વધુ ને વધુ લોકો સુધી હોવું જોઈએ.

 57. ગાંડુડિયાભૈ તમે ઉંઝામાં લઇખું સે. ઝરા હાર્થમાં બી લખોની. ગુજરાટીનું તો આવી બૈનું સમજો.

  ચલ હટા સાવનકી ઘટા…ઉંઝા કી લગા દે વાટ…ખટિયા ખડી કર ઓર લગા દે ખાટ.

  ન રહેગા બાંસ …. ન બજેગી બાંસુરી….

  વારુ ત્યારે ચાઇલો.

 58. Your blog is interesting!

  Keep up the good work!

 59. અરે ભાઈ ઇસ ચર્ચા કાહે કુ અટક ગઈ? ગજ્જર સાહિબ કો હાજિર કરો વાપસી કે લિયે.

 60. જયહિંદભાઈ, જયહિંદ!

  જય ભારત સાથે જણાવવાનું કે આપને કોની કોની સાથે ચર્ચા કરવી છે તે અને આપનો ઓનલાઈન હોવાનો સમયગાળો જણાવો હું આપના વતી તેમને વિનંતી કરીશ અને પછી આપણે ઈન્સ્ટન્ટ મેસેન્જર પર જાહેર ચર્ચા કરશું..

  મારું આઈડી છે ask2vinay, આપનું?

 61. ચર્ચાનો પાયાનો સીધ્ધાંત એ હોય છે, કે
  તે મુક્ત મનથી થવી જોઈએ.
  તેમાં કોઈ અંગત રાગદ્વેષ ન હોવા જોઈએ,
  અને
  સામાનું દ્રષ્ટીબીંદુ સમજવા પ્રયત્ન કરવો જોઈએ.

  જે કોઈ આ પુર્વશરત સાથે ચર્ચા કરવા તૈયાર હોય, તે મને ઈમેલ કરી શકે છે. થયેલ બધી ચર્ચાની નકલ વિનયને મોકલવાની હું બાંહેધરી આપું છું.

  મારું ઈમેલ સરનામું –
  sbjani2006@gmail.com

 62. આ જયહિંદભાઈ કોણ છે તે મને ખબર નથી પણ તેમના વિશે ખાંખાખોળા કરીને આટલું હું જાણી શક્યો છું –

  ૧. તેઓ ઊંઝા જોડણીના સખત વિરોધી છે. જોડણી વિશેની પોસ્ટ કોઈ પણ બ્લોગ પર મૂકાય, તેમની કોમેન્ટ આવી સમજો.

  ૩. તેઓ હંમેશા નવા નામે કોમેન્ટ લખે છે (દા.ત. જયહિંદ) અને ક્યારેય સાચું ઈમેઈલ આઈડી લખતા નથી. -@-.com થી કામ ચાલી જાય તો 123@456.com પણ લખતા નથી!

  ૪. હંમેશા પ્રોક્ષી નામનો બુરખો પહેરીને કોમેન્ટ કરે છે! આ વખતે યુકેના પ્રોક્ષી સર્વર પરથી કોમેન્ટ કરી છે.

  ૫. તેમને ફક્ત જાહેરમાં ચર્ચા કરવામાં રસ છે (જેથી બધા વાંચે), ક્યારેય ઈમેઇલ કરતા નથી.

  ૬. બહુ બધો સમય ઓનલાઈન હોય છે.

  ૭. ગુજરાતી બ્લોગ જગત પર ચાંપતી નજર રાખે છે.

 63. oh great discussion. knowledge ni sathe chatakedar charcha apava valo blog.
  Vinay bhai, I ve become a fan of your net searching skills. Thodi tips apsho?

 64. આ બ્ધુઁ શુ ચ્હે? આ સુરેીશ જાનેી કોણ ચ્હે? લોકો ગાઁડા થાઈ ગ્યા કે સુઁ.

 65. 21મી સદીની જોડણી એટલે ઉંઝા જોડણી. સરળ સહેલી અને ઓછી ભુલો થાય તેવી જોડણી એટલે ઉંઝા જોડણી. ઉંઝા જોડણીનું ભાવી ખુબ ઉજળું છે. ઉંઝા જોડણી પરનો આ નવો લેખ વાંચવાનું રખે ચુકતા!

  http://govindmaru.wordpress.com/2009/05/08/ch29-2/

 66. વિનયભાઈ, આ જુઓઃ http://www.howtodothings.com/computers-internet/how-to-track-the-real-ip-address-behind-the-proxy

  આ તો માત્ર ઉદાહરણ છે. પ્રોક્ષી પાછળ ખેલ કરતા લોકોને પકડવા આવા અનેક ટુલ ઉપલબ્ધ છે.

 67. @ ચિરાગ

  આપની કોમેન્ટની ઉપરની બંને કોમેન્ટ ‘ખબર નથી’ અને ‘અનટચેબલ’ પ્રોક્ષી પરથી છે! પ્રોક્ષીનું પગેરું દબાવીને હું તો થાકી ગયો છું.

  આ લેખ પરની ઘણી કોમેન્ટ પ્રોક્ષી પરથી છે. પ્રોક્ષીનો બુરખો પહેર્યા વગર ઊંઝાનો વિરોધ થાય જ નહીં એવી માન્યતા ઘર કરી ગઈ છે કેટલાકના મગજમાં. તેમને એટલું જ કહેવું છે કે મને જુઓ. હું ઊંઝાનો વિરોધ વગર બુરખે કરી શકું છું તો તમે કેમ નહીં?

 68. વીરોધ કરો કે અનુરોધ,
  ખેલદીલીની ભાવના અને સામા પક્ષના અસંમત થવાના અને અભીવ્યક્તીની સ્વત્ંત્રતાના અધીકારને માન્યતા, એ ત્ંદુરસ્ત ચર્ચા માટે પાયાની જરુરીયાત છે.
  જ્યારે આ પ્રણાલી વ્યાપક થશે; ત્યારે જ ભાષાનું અને સમાજનું હીત થશે. નહીં તો યુધ્ધો, મનદુખ અને મીત્રતા/ સુજનતાનો નો હ્રાસ જ થવાનો.
  અનામીની નનામીએ જે ખાનાખરાબી સર્જી તેના અનુભવોથી આપણે સૌ પુખ્ત વીચાર કરતા થઈએ એવી આશા રાખું છું.

 69. મને રમાડો વ્હાલ કરો નહિઁતર હુ તો રિસઇ જઇશ. બધાનિ કટ્ટિ કરિ નાખિસ.

 70. એકવીસમી સદીના બાલકોય હવે બુરખા ઓઢે છે. કે પછી આય બહારવટીયા છે?

 71. હાલ્ય બાલક કોઈ નો રમે તો કાંય નઈ, આપડે રમ્મી. પહેલા ગાંધીબાપુ ની પ્રાર્થના ગાઈ કાના માતર વગર.

  વશ્ણવ જન અન સરસ જન ત તન ર કહય જ પડ ભષન ન જણ ર

 72. ભાષામાં ભૂલા પડ્યા અને હાસ્યનો ખજાનો મળ્યો. પેલું કહે છે ને કે ‘છીંડું શોધતાં લાધી પોળ!’

  હજી તો ઘણા લોકોએ મહેન્દ્ર મેઘાણીની અને ગાંધીજીની ‘गीता त्रिपुटी’ની જોડણી જોઈ નથી લાગતી અને અસલી મજા માણવી હોય તો ચી.ગી.એ ક્યાંક લખ્યું હતું એમ, ગુજરાતીને ચાઇનીઝની જેમ ઊભી લીટીઓમાં(!!!) લખવાનું ચાલુ કરી દેવું જોઈએ. આમે ‘ચાઇનીઝ’નું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવે જ છે ને!

  દૂધના હોજમાં પાણી તે આનું નામ!

 73. મજાકની અમુક ક્ષણો હસાવી જાય .. સાથે જ આપણે સહુ ”વેબ ગુર્જરી”નાં સાથી સભ્યો છીએ ..” ગીલા શિક્વા ” ને ભૂલીને સાથે મળી માતૃભાષાનું ગૌરવ વધારીએ એવી અભ્યર્થના..!

 74. વિનય સાહેબ
  મારે બહુ ભુલો પડે છે..
  આભાર ..
  જય સ્વામિનારાયણ..

 75. આ દળી દળીને પછી શેમા ભરવાનુ કૂલડીમા કે ડબ્બામા? કોઇ જવાબ તો આપો?

 76. પ્રિય વિનયભાઈ,

  તમારો ખૂબ જ સરસ લેખ વાંચ્યો . બહુ જ મજા આવી ગઈ . એમાં પણ ભુજનો ઉલ્લેખ આવે એટલે વધારે મજા આવે . તમે વ્યવસાયને લીધે ભુજ છોડ્યું હશે, પણ મનથી તો હજી અહી જ છો ..

  લેખ નીચે કોમેન્ટ વાંચીને દુઃખ તો નહિ, પણ વિષાદ થઇ ગયો . લોકોની પરિપક્વતા ઉપર ખરેખર સવાલ થાય . ફેસબુક ઉપર પણ આવું જ છે . ચર્ચાને બદલે વિવાદ થાય ત્યારે કોઈ જ પ્રશ્નનો હલ ક્યારેય ના આવે . માત્ર માતૃભાષા દિવસ ઉજવવાથી કશું ના થાય . બલકે, હું તો એવું માનું છું કે આવા દિવસ કે અઠવાડિયાં ઉજવવા જ શા માટે પડે? ખેર મને તો બહુ જ ગમ્યો લેખ .એટલું જ કહીશ કે જે કોમેન્ટ પણ સાચા નામે લખવાની હિંમત ના રાખતા હોય એ ક્યારેય કોઈ બદલાવ ના લાવી શકે અને તેને મત વ્યક્ત કરવાનો પણ હક નથી ..આવા કટાક્ષ સમજવાનો એમનો સ્તર જ નથી એ એમનાં ખોટા નામ જ બતાવે છે .. લખતા રહેજો વિનયભાઈ ..

  • સાડાચાર વરસ પછી આ લેખ પર કૉમેન્ટ મૂકવાનું યોગ્ય તો નહોતું લાગતું, પણ બહેન (?) ઉત્કંઠા (નામ છે કે તખલ્લુસ) ભુજના નામથી પલળી ગઈ તેમ હું પણ પલળી ગયો. ઉત્કંઠાની વાત સાચી છે. ચર્ચાનું સ્તર ઊંચું રહ્યું હોત તો આનંદ થયો હોત. પણ નેટ જગતમાં છદ્મ વેશે તખ્તા પર આવનારા ઘણા હોય છે. એમ જોવા જશો તો એમની બહુમતી હશે.

   સાર્થ જોડણીના જડ અને સંસ્કૃતમાંથી ઊછીના લીધેલા નિયમોને કારણે ભૂલો થાય છે એ હકીકતનો ઇન્કાર ન થઈ શકે. ગુજરાતીને હું સંસ્કૃતની પુત્રી નથી માનતો. સંસ્કૃતનું આધિપત્ય સ્થપાયું તે વખતે પણ કોઈ ભાષા અહીં બોલાતી હતી અને એમાંથી ગુજરાતીનો વિકાસ થયો છે. સંસ્કૃતે પુલ તરીકે કામ કર્યું છે એટલું એનું ઋણ સ્વીકારવું જોઈએ. માઅરો તો ખ્યાલ છે કે આપણા પ્રદેશમાં સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર વધ્યો હશે ત્યારે પણ આપણા સંસ્કૃત ઉચ્ચારો પર મૂળ ગુજરાતી ઉચ્ચારોની અસર પડી જ હશે. આજે પણ સંસ્કૃતના ઉચ્ચારો (અંગ્રેજીની જેમ જ!) દરેક જગ્યાએ જુદા છે. આપણે ‘સિંહ’ બોલીએ છીએ, ઉત્તર ભારતમાં આ જ શબ્દ ‘સિંહ’ લખ્યો હોય તો પણ બોલવામાં ‘સિંઘ’ થઈ જાય છે. આ જ શબ્દનો દક્ષિણ ભારતીય ઉચ્ચાર ‘સિમ્હ’ છે.આપણે સિંહાસન કહેશું પણ હિન્દી ભાષી ‘સિંઘાસન’ બોલશે અને દક્ષિણ ભારતીય ‘સિમ્હાસના’ બોલશે.

   હવે, આપણે સિંહ બોલી જોઈશું તો સમજાશે કે અનુસ્વાર પોચો છે. જ્યારે હિન્દી કે કન્નડમાં તીવ્ર છે.સંસ્કૃતમાં પણ તીવ્ર જ છે. એમાં તો કોઈ જ અનુસ્વાર પોચો નથી. (આપણે ‘કાં’ બોલીએ છીએ એવો કોઈ ઉચ્ચાર સંસ્કૃતમાં ન થઈ શકે). આથી ઉચ્ચારનું સ્વર મૂલ્ય યથાવત્ રાખવા માટે આપણા ઉચ્ચારમાં ‘સિંહ’નો ‘સિ’ લાંબો થઈ જાય છે. ઉચ્ચાર પ્રમાણે જોડણી કરીએ તો ‘સીંહ જ લખાય, પણ એમ લખીએ તો જોડણીના નિયમો મુજબ ખોટું ઠરે.

   મૂળ વાત તો એ છે કે આપણે ઇ-ઈ અને ઉ-ઊ વચ્ચેનો ખાસ ગુજરાતી સ્વર બોલીએ છીએ. આપ્ણો આ સ્વર બન્ને છેડાની વચ્ચે છે. જેમ બોલીએ છીએ તેનો લખાણમાં પડઘો ઝિલાતો નથી. આ મધ્ય સ્વરની વાત છે.. જો કે દરેક શબ્દ માટે આ લાગુ પડતું નથી અને ઉચ્ચાર છેડા સુધી પહોંચી જતો હોય છે. દાખલા તરીકે ‘દિન’ અને ‘દીન’. હવે, કોઈ ભાઈ ‘દિનેશ’ છે કે ‘દીનેશ’ તે તો આપણા ઉચ્ચાર પરથી (અને તેના આધારે જોડણી પરથી) નક્કી થશે!

   ઊંઝા જોડણી વિશે કહું તો એમણે એક સચોટ વ્યાવહારિક નિદાન આપ્યું કે ઇ-ઈ, ઉ-ઊનાં જોડકાંને બદલે એક જ વાપરીએ તો ભૂલો ઓછી થાય. પરંતુ આ નિદાન કેવું છે?

   બાળકને રડ ઊપડી હોય તો દાદીમા કહે કે પેટે હીંગ લગાડો તો ઠીક થઈ જશે. હીંગ લગાડતાં બાળકની પેટની તકલીફ મટે અને એ શાંત થઈ જાય. પણ દાદીમાને પૂછો કે હીંગમાં એવું શું છે કે પેટનું શૂળ મટી જાય? દાદીમા આનો કદાચ જવાબ ન આપી શકે!

   લોકોને તર્કથી સમજાવો નહીં તો કોણ સમજે? ઇ-ઈ, ઉ-ઊમાં જ શા માટે ભૂલો થાય છે, એ સવાલ સૌથી પહેલાં ઊભો કરવો જોઇએ. વળી પ્રચલિત બે ચિહ્નોમાંથી કોઈ પણ એક ચિહ્ન વાપરવાનું પણ યોગ્ય જણાતું નથી. બધા દીર્ઘ ઈ ન હોય કે બધા હ્રસ્વ ઉ ન હોય તો એમનાં ચિહ્નો શા માટે વાપરવાં? અને કોઈ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઊનાંચિહ્નો વાપરવા લાગે તો એમને રોકવા માટેની દલીલ શી?

   આમ સાર્થકો (સ+ અર્થ સાથેની જોડણીના કોશના હિમાયતીઓ)) એક કાલ્પનિક ઉચ્ચાર સૃષ્ટિમાં લઈ જાય છે, તો ઊંઝકો પણ કશું કહ્યા વિના પોતાના માર્ગે લઈ જવા મથે છે. સામાન્ય જનની જ્ઞાન પૂર્ણ સમતિની જરોર્ર તો કોઈને લાગતી નથી! આના માટે સ્વસ્થ ચિંતનની જરૂર છે. ત્યાં સુધી હું તો ગમે તેટલી ભૂલો થાય પરંપરાગત જોડણી જ પસંદ કરીશ.

   વિનયભાઈ, મૂળ લેખ કરતાં પણ મારી કૉમેન્ટ લાંબી છે એટલે એના ભાવિનો નિર્ણય તમારા હાથમાં છોડું છું.

   • મીત્ર આનંદ સાગરે કોમેન્ટ મુકી એના પછી થોડોક સમય કોમેન્ટનો પ્રવાહ બંધ હતો તે ચાલુ થયો.

    ગુજરાતમાં મહેસાણા, ડાંગ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરત અને વલસાડ બાજુ જે ગુજરાતી બોલાય છે એ થોડીક સમજાય

    પણ કચ્છના લોકો જે બોલે છે ઈ ખબર ન પ્યે… આ કચ્છીઓ જાણે ગાળો બોલે છે. દા.ત. બહેન બનેવી એમ ભેણ ભેણીયા.

    કચ્છી માટે આ ભેણીયા સામાન્ય શબ્દ મહેસાણા કે વલસાડના માસ્તરને ગાળ જેવો લાગે.

    આ પરીસ્થીતીમાં જોડણી, વ્યાકરણ કે વાક્યરચનાની ભુલો કાઢવી એ બરોબર તો ન કહેવાય….

    • કચ્છીઓ ગુજરાતીમાં બોલે ત્યારે પણ કચ્છી મિશ્રિત ગુજરાતી જ બોલતા હોય છે, જેવી રીતે મહેસાણાના લોકો મહેસાણવી ભાષા બોલતા હોય એ રીતે.

     અમુક શબ્દો અમુક ભાષામાં સામાન્ય ગણાતા હોય તો બીજી ભાષામાં તેનો જૂદો જ અર્થ થતો હોય, દા.ત. ગાંડું (mad). ગુજરાતીમાં સામાન્ય શબ્દ છે, આ શબ્દ યુપી/બિહાર જેવા હિન્દીભાષી રાજ્યોમાં ગાળ ગણાય. તો શું ગુજરાતીમાંથી ગાંડું શબ્દ કાઢી નાખવાનો?

Leave a Reply

%d bloggers like this: