Jan 122008
 

પ્રિય મિત્રો,

નેટસૅવિના આગલા મણકામાં આપણે વર્ડપ્રેસ બ્લોગ વિશે જાણ્યું જે બ્લોગરો માટે અત્યંત ઉપયોગી હતું પણ જે નોન બ્લોગર, ફક્ત વાચકો છે તેમણે ફરિયાદ કરી કે અમારા માટે શું છે?

વાચક મિત્રો આપ વિવિધ બ્લોગ્સની મુલાકાત લેતા હો છો. હવે આપને જાણવું હોય કે કયા બ્લોગ પર નવી પોસ્ટ મુકવામાં આવી છે તો તે માટે આપ…

૧. વારે ઘડી તે બ્લોગ પર જઈને ચેક કરશો કે નવી પોસ્ટ મૂકી છે કે નહી.

 • તડાફડીના સુજ્ઞ વાચકો આવી રીતે સમય બરબાદ કરીને તે બ્લોગના હિટ્સ કાઉન્ટસ વધારશે નહીં.

૨. તે બ્લોગરને કહેશો કે જ્યારે નવી પોસ્ટ મૂકે ત્યારે આપને ઈમેઈલથી જાણ કરે (અનિમેષ કરે છે).

 • પહેલા કરતાં સારો ઉપાય. પણ તે બ્લોગરની ઈમેઈલના ભરોશે રહેવું પડે. સ્પામમાં વધારો.

૩. તડાફડી* કે અન્ય ટુલબાર દ્વારા જાણી શકાય.

(* તડાફડી ટુલબારનું કામ પુરજોશમાં ચાલુ છે અને ઉત્તરાયણ, ૧૫ જાન્યુઆરી સુધીમાં બધાને મળી જશે.)

 • ટુલબારનો ફાયદો એ છે કે ક્યા બ્લોગ પર નવું શું છે તે જાણી શકો પણ આપને જે બ્લોગ વિશે જાણવું છે તે ટુલબાર પર ન હોય તો?

૪. આરએસએસ ફીડ રીડરનો ઉપયોગ કરશો.

 • આ વળી કયું આરએસએસ? તો ચાલો, નેટસૅવિના આજના આઠમા મણકામાં આપણે જાણીએ આરએસએસ ફીડ રીડર વિશે:

RSS Feed Icon RSS એટલે રીયલી સિમ્પલ સિન્ડિકેશન. RSS એ સમાચાર, બ્લોગ પોસ્ટ અથવા પોડકાસ્ટ જેવી સતત અપડેટ થતી રહેતી માહિતી માટેનું ફોરમેટ છે. આરએસએસ ને ફીડ અથવા વેબફીડ કે ચેનલ પણ કહેવાય છે. આરએસએસ દ્વારા તાજેતરના સમાચાર આપણને પોતાની મેળે મળી રહે છે. આરએસએસ વાંચવા માટે આરએસએસ રીડર કે ફીડ રીડર કે અગ્રીગેટર નામના સોફ્ટવેરની જરુર પડે. જેમાં વેબ બેઝડ અને ડાઉનલોડ બેઝડ ઘણા રીડર તમને ઈન્ટરનેટ પર મળશે. પણ અહીં જેટલા ગુગલ ભક્ત છે તેઓને જાણીને આનંદ થશે કે આજે આપણે ગુગલ રીડર વિશે જાણશું.

ગુગલ રીડર વિશે વાત કરવાનું કારણ એ કે ગુગલની ઈમેઈલ સર્વિસ જીમેઈલ આપણે વાપરતા જ હોઈએ છીએ (જીમેઈલ શરુઆતથીજ યુનિકોડ સપોર્ટ કરે છે જયારે યાહુમાં ક્લાસિક મેઈલ વાપરવા વાળાને હજી ગુજરાતી અક્ષર જંક બરાબર છે!) એટલે આપણે અલગથી યુઝરનેમ પાસવર્ડ યાદ રાખવાન પડે. (જીમેઈલ અકાઉન્ટ નહોય તો અત્યારે જ બનાવી લો)

તો ચાલો આપણે ગુગલ રીડર વાપરતા શિખીએ…

Add Subscriptionસૌપ્રથમ ગુગલ રીડર પર ક્લિક કરી જીમેઈલના યુઝરનેમ પાસવર્ડ વડે સાઈન ઈન થાઓ.  હવે ડાબી તરફની પેનલમાં Add subscription પર ક્લિક કરો. અહીં આપના મનગમતા બ્લોગનું એડ્રેસ લખો. દા.ત ‘તડાફડી’ માટે http://tadafadi.wordpress.com લખી Addનું બટન દબાવી દો.

Feed List‘તડાફડી’ પર જેટલી નવી પોસ્ટ આવી હશે તેની સંખ્યા (કૌંશમાં) બતાવશે. આવી રીતે એક પછી એક બ્લોગ કરી Add દો. એટલે આવું લિસ્ટ તૈયાર થશે. હવે જમણી તરફ આ પોસ્ટ વિશે જાણવા મળશે. તેના પર ક્લિક કરી જે તે પોસ્ટ વાંચી શકાશે. જેમ જેમ પોસ્ટ વંચાતી જશે તેમ તેમ કૌંશમાંની સંખ્યા ઘટતી જશે અને જેમ જેમ નવી પોસ્ટ ઉમેરાતી જશે તેમ તેમ તે સંખ્યા વધતી જશે. ડાબી તરફની પેનલમાં Show: Updated, All અને Refresh ના બટનો છે. Updated પર ક્લિક કરવાથી ફક્ત ન વંચાયેલી કે નવી ઉમેરાયેલી પોસ્ટ જોવા મળશે. All કરવાથી તમામ પોસ્ટ જોવા મળશે. Refresh કરવાથી લિસ્ટ તાજું થશે!

ગુગલ રીડર ઉપરાંત બ્લોગલાઈન્સ પણ એક સારો ફીડ રીડર છે.

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૭) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  2 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૮)”

 1. સરસ. અને ફાયરફોક્સનાં RSS ફીડનો લાભતો લેવા જેવો છે. હવે, લગભગ દરેક ઇમેલ ક્લાયન્ટ પણ તેને સપોર્ટ કરે છે.

  થોડા સમય પહેલાં મેં પણ RSS વિશે થોડું લખેલું:
  http://kartikm.wordpress.com/2007/10/10/
  (પોસ્ટ સ્લગનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે..)

 2. Nice, a good to start with.
  I was using Google Reader initially and then switched to BlogLines, for the shake of change and quite enjoying it.

Leave a Reply

%d bloggers like this: