Jan 052015
 

પ્રિય મિત્રો,

Rs 25ની નવી નોટ

આજે વ્હોટ્સઍપ પર એક સંદેશ આવ્યો કે આપણી મોદી સરકાર ૨૫ રૂપિયાની નવી નોટ બહાર પાડશે.

વ્હોટ્સઍપ પર તો સંખ્યાબંધ ગપગોળાં ફરતાં રહેતાં હોય છે એટલે જ ખરાઈ કરવા ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ વાત સાચી છે.

લેખમાં દર્શાવ્યા પ્રમાણે ૨૦ની નોટ બંધ કરી ૨૫ની નોટ બહાર પાડવાનો પ્રસ્તાવ છે. મારા હિસાબે તેમ કરવાથી સમસ્યા હલ નહીં થાય, સિફ્ટ થશે. જેવી રીતે ચાર રસ્તા પર થતો ટ્રાફિક જામ જોઈને ફ્લાયઑવર બનાવવામાં આવે અને પછી ટ્રાફિક જામ જ્યાં ફ્લાય ઓવર પૂરો થતો હોય ત્યાં જોવા મળે તેમ.

લેખમાં ઉદાહરણ ૧૫ અને ૩૫નો આપવામાં આવ્યો છે, પણ ૨૦ અને ૩૦ આપવા માટે તો રૂ.૫ની જરૂર પડેશે જ.

બીજું મોરિશિયસમાં ૨૫/૫૦/૧૦૦/૫૦૦/૧૦૦૦/૨૦૦૦ની નોટ ચલણમાં છે, તેને જોઈને આ વિચાર આવ્યો હોય તો ત્યાંની જેમ અહીં પણ ૨૦નો સિક્કો પણ બહાર પાડવો પડશે.

અને કોઈ પણ સમસ્યાનો હલ લાવવા માટે નવા ગતકડાં (સોર્ટકટ) કરવા કરતાં તેનું મૂળ શોધી (અહીં રૂ. ૫ના સિક્કાની અછત) તેના પર કામ કરવું વધારે ઉચિત ગણાય કારણ કે તેમ કરવાથી એ વાતની તો ખાતરી રહે છે કે કોઈ નવી સમસ્યા ઊભી નહીં થાય!

– વિનય ખત્રી

  3 Responses to “રૂ. ૨૫ની નવી નોટ આવવામાં છે…”

  1. ૨૦ ની નોટ બંધ કરવાની જરૂરજ નથી, ૨૫ ની નોટથી વધારે નહીં તોય, ઘણી રાહત જરૂર મળશે….

  2. સિક્કાઓની અછત પાછળનું એક અને સૌથી મોટુ કારણ ધાતુ માટે તેને ગાળવાનો નો ગેરકાયદેસર ધંધો છે. એટલે ગમે તેટલા સિક્કા બહાર પાડો ધાતુઓની કિંમત વધતી જાશે તેમ તેમ સિક્કાઓ ચલણ માથી “ગાયબ” થતા જાશે. બીજી બાજુ સિક્કાઓને નાના-નાના કરતા-કરતા એક દિવસ ગાયબ જ થઈ જાશે . બીજા વ્યવહારૂ ઉપાયો શોધવા પડશે. જેમ કે યાદી બનાવી એક સાથે ખરીદી કરવી, ડેબીટ કાર્ડ-ATM કાર્ડનો વ્યાપ વધારવો વગેરે.

  3. વિનયભાઈ આપે છેલ્લે સિક્કાની અછત બાબત લખેલ છે એમાં પાંચ રુપીયાના સિક્કાનો થોડોક વધારે થાય તો સમસ્યા હલ થવાની પુરી શક્યતા છે પણ ટંકશાળમાં કામ કરવું પડે. આ ટંકશાળ કે મિન્ટની વ્યવસ્થા સુધરવાની જરુર છે….

Leave a Reply

%d bloggers like this: