Apr 182008
 

મોડી રાત્રે એક ચીનો અમેરિકાના એક બારમાં જાય છે. ત્યાં એક ટેબલ પર સ્ટીવન સ્પીલબર્ગને બેઠેલો જુએ છે. ચીનો દોડીને  સ્પીલબર્ગને મળે છે અને ઓટોગ્રાફ માટે વિનંતી કરે છે.

સ્પીલબર્ગ ઓટોગ્રાફ આપવાને બદલે ગુસ્સે થાય છે અને ચીનાને એક થપ્પ્ડ લગાવી કહે છે: “તમે ચીના લોકો અમારા પર્લ હાર્બર પર બોંમ્બ ફેંક્યા’તા! ગેટ આઉટ.”

ચીનો છોભીલો પડી જાય છે: “બોંમ્બ ફેંકવા વાળા અમે નહીં, જાપાનીઓ હતા.”

“ચાયનીઝ, જાપાનીઝ, તાયવાનીઝ, તમે બધા સરખા” સ્પીલબર્ગ કહે છે.

જવાબમાં ચીનો સ્પીલબર્ગને એક થપ્પ્ડ લગાવીને કહે છે. “તમારા કારણે ટાયટેનિક જહાજ ડુબ્યું જેમાં મારા દાદા-પરદાદા હતા.”

સ્પીલબર્ગ વિચારમાં પડી જાય છે: “એ તો આઇસબર્ગને કારણે વહાણ ડુબ્યું હતું, મારા કારણે નહીં.”

આઇસબર્ગ, સ્પીલબર્ગ, કાર્લ્સબર્ગ બધા સરખા!

  4 Responses to “બત્રીસ કોઠે દીવા: જવાબદાર”

  1. ઈંટ કા જવાબ પત્થર સે.. 😛

  2. જેવા સાથે તેવા…….good

  3. બહુ સરસ ….

Leave a Reply

%d bloggers like this: