Apr 272011
 

પ્રિય મિત્રો,

ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં ભવેનભાઈ કચ્છીની કૉલમ હોરાઇઝનમાં એક સરસ મજાનો લેખ આવ્યો છે:

‘અમે બિલની રકમ ચૂકવી દીધી છે. પછી અમારી મરજી, વાનગી વધારીએ પણ ખરા’ જર્મન અધિકારીએ કડકાઈથી કહ્યું ‘મની ઇઝ યોર્સ બટ રિસોર્સિઝ બિલોંગ ટુ સોસાયટી’ ’જર્મનીમાં ગ્રુપસ્ટડી એકસચેંજ કાર્યક્રમ અંતર્ગત ગયેલા મિત્રએ પ્રવાસ દરમ્યાન તેઓને થયેલ ચોટદાર અનુભવ ઈ-મેઈલ દ્વારા મોકલ્યો છે.

તેઓનું ગ્રુપ હેમ્બર્ગની એક રેસ્ટોરામાં ભોજન લેવા ગયું હતું. અવનવી વાનગીઓનો ઓર્ડર બધા પોતપોતાની રીતે આપવા માંડ્યા, વેઈટર પણ કુતૂહુલતા સાથે ઓર્ડર નોંધતો ગયો. તેના ચહેરા પરથી એ શંકા અને આશ્ચર્યના એવા ભાવાંકનો સ્પષ્ટ જોઈ શકતા હતા કે, ‘આ ગ્રુપ જે રીતે વાનગીઓની યાદી લખાવે છે તે જોતા બે-ચાર દિવસનો ઉપવાસ કરીને આવ્યા લાગે છે. આટલું બઘું હજમ કરી નાંખશે?’

જોતજોતામાં આખું ટેબલ વાનગીઓ ભરેલી પ્લેટોથી ભરાઈ ગયું. આપણા ભારતીય મિત્રોની આ ભોજન જયાફત માંડ ૧૫-૨૦ મિનિટ ચાલી હશે ત્યાં તો બધા ધરાઈ ગયા. રોફભેર બિલ મંગાવ્યું. મેનેજરે આઘાત અનુભવતા કહ્યું કે, ‘તમે આટલું બઘું ભોજન વધાર્યું? હું તમને વિનંતી કરૂં છું કે તમે થોડું વધારે બેસો અને વધેલી વાનગીઓ પુરી કરો. હું જાણું છું કે તમે વિદેશી છો…’ ટેબલ પર આપણા આ ગ્રુપે જે ભોજનનો ઓર્ડર કર્યો હતો તેના ત્રીજા ભાગનું વઘ્યું હતું. પણ આપણા માટે આ રીતે ઓર્ડર આપીને વધારવું કંઈ નવી વાત નહોતી. આપણે ત્યાં તો હોટલના મેનેજરને પણ તેમાં કંઈ અજુગતુ નથી લાગતું હોતું. પણ અહીં હેમ્બર્ગની આ રેસ્ટોરાનો મેનેજર આપણા ગ્રુપને થોડી ચેતવણી અને થોડી કાકલુદી મિશ્રિત ટોનમાં જણાવી રહ્યો હતો કે, ‘ભાઈ સાહેબ, કંઈ બગાડ કર્યા વગર ટેબલ છોડો તો સારું.’

આગળ વાંચવા માટે ગુજરાત સમાચારની વેબસાઈટની મુલાકાત લો.

  5 Responses to “ભારતીય ગ્રૂપને જર્મનીમાં થયેલો અનુભવ”

  1. વાંચીને અમે પણ ઘણી શરમ અનુભવી. આવી વૃત્તિ ધરાવનાર લોકોએ દેશને બરબાદ કર્યો છે અને વિદેશમાં ભારતને બદનામ.

  2. અમારે ત્યાં અહીં લંડનમાં પણ અમૂક રેસ્ટોરન્ટ /હોટેલ એવી છે કે જો તમે વાનગી નો ઓડર આપ્યા બાદ વધે તો તમને ફાઈન થાય. બગાડ તેઓ ચલાવતા નથી કે તેને પ્રોત્સાહિત કરતાં નથી.

  3. મને હજુ અમદાવાદની એક રેસ્ટોરન્ટ ‘કેસરિયાજી’ યાદ છે, જેમાં બફે ડિનર મળતું હતું, અને જમી લીધા પછી જો તમારી ડિશ એકદમ ચોખ્ખી હોય (કશું એંઠું રહેવા ના દીધું હોય) તો સ્વિટ ડીશ મળતી જે સામાન્ય રીતે બફેમાં શામેલ નહોતી. હવે તો એ ચાલુ હશે કે નહી તે પણ ખબર નથી.

  4. જમો પેટ ભર
    છોડો ન કણ ભર

  5. સરસ લેખ.સાચી વાત કરી.ભારતમાં કાયદા-કાનૂન-નિયમોનું અમલિકરણ થતુ નથી.લોકોને નિયમો અને કાયદા તોડવામાં મજા આવે છે.

Leave a Reply

%d bloggers like this: