રીબોકના શૂઝ મફતમાં! – FunNgyan.com
Jun 232016
 

પ્રિય મિત્રો,

જેવી રીતે લોકોને ૪૮ ઈંચનું એલઈડી ટીવી મફતમાં મળ્યું હતું, તેવી જ રીતે હવે રીબોકના જૂતાં મફત મળે છે એવો મેસેજ ફરે છે –

reebokfree

લિન્ક પર ક્લિક કરતાં આવું દેખાય છે અને વોહી પુરાની રફતાર – ૧૦ મિત્રો કે ગ્રુપમાં આ મેસેજ મોકલવાનું કહેવામાં આવે છે.

reebok

કેટલા નવરાધૂપ, આળસુ અને મફતનું લેવાની ઈચ્છાવાળા આ મેસેજ પોતાના સગા/મિત્રો/ગ્રુપમાં મોકલીને સ્પામરની મદદ કરી રહ્યા છે. પોતાના સગા/મિત્રોના સંપર્કો સ્પામરને ધરી દેતા લોકોથી સાવધાન અને તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો મોકલનારને આ લેખ વાંચવાનું કહેજો અને તમે પણ જો મફતમાં રીબોકના શૂ પહેરવાની ઈચ્છાને દબાવી શક્યા ન હોય તો તમે જેને જેને આ મેસેજ મોકલ્યો છે તેને જાણ કરજો કે આ એક સ્પામરની ચાલ હતી અને હું તેનો ભોગ બન્યો/બની છું.

– વિનય ખત્રી

  One Response to “રીબોકના શૂઝ મફતમાં!”

  1. તમે સરસ ભોપાળું બહાર પાડ્યું છે…..!!!

Leave a Reply

%d bloggers like this: