Feb 252016
 

પ્રિય મિત્રો,

૫૬/૩૬૬

અવિસ્મરણીય યાદો જ્યારે ભૂંસાઈ જાય ત્યારે બહુ દુઃખ થતું હોય છે. આપણે કેટલી મહેનત કરી કેટલો પ્રવાસ કરી કેટલી તકલિફ વેઠી ફોટા પાડ્યા હોય અને એક સમયે આપણને જાણ થાય કે મેમેરી કાર્ડ કે હાર્ડડિસ્ક કરપ્ટ/ફોર્મેટ થઈ ગઈ છે… ફોટા (ભૂલથી) ડિલિટ થઈ ગયા છે.

આવા સમયે એક ટૂલ કામ આવે છે – રીક્યુવા

tmprcui

આ સોફ્ટવેર પીરીફોર્મ તરફથી છે. મફત મળતા વર્જનમાં આપણું કામ થઈ જાય તેમ છે. આ સોફ્ટવેર જે તે મેમરી કાર્ડ કે હાર્ડ ડિસ્કમાંથી ડિલિટ થઈ ગયેલા ફોટા પાછા મેળવી આપે છે. જો તે મેમરીકાર્ડ પર બીજા ફોટો ઓવરરાઈટ થયા ન હોય તો. એટલે કે આપણને ખબર પડે કે મેમેરીકાર્ડમાં ફોટા ડિલિટ થઈ ગયા છે કે મેમરી કાર્ડ ફોર્મેટ થઈ ગયું છે. તો તે સમયે તે મેમરી કાર્ડ પર બીજા ફોટો સેવ કર્યા (વાપર્યા) વગર રીક્યુવા સોફ્ટવેરની મદદથી ફોટા પાછા મેળવી શકાય છે.

આમ તો આ સોફ્ટવેર સરળ છે છતાં વાપરતાં ન ફાવે કે કોમ્યુટરની ટર્મિનોલોજી ખબર ન હોય અને અખતરા કરતાં ફોટા પરમેનેટ ડિલિટ થઈ જાય તે પહેલા કોઈ કોમ્યુટર નિષ્ણાંતની મદદ લેવી.

પીરીફોર્મનું સીક્લિનર સોફ્ટવેર વિન્ડોઝ અને એન્ડ્રોઈડ માટે જાણીતું ક્લિનર છે જે કોમ્પ્યુટર/મોબાઈલમાં વણવપરાયેલી પડી રહેતી ફાઈલો હટાવીને કોમ્પ્યુટર/મોબાઈલને ક્લિન કરી આપે છે.

રીક્યુવા – ફીચર્સ । સામાન્ય પૂછાતા પ્રશ્નો

નોંધ – ફનએનગ્યાન મેમરી કાર્ડમાંથી ફોટો રીકવર કરી આપવાની સેવા આપતું નથી, આ માહિતી ફક્ત જાણ માટે.

– વિનય ખત્રી

  2 Responses to “અવિસ્મરણીય યાદો જ્યારે ભૂંસાઈ જાય – રીક્યુવા”

  1. http://www.windowsdeal.com/ માં પણ લાઇસન્સ વર્જન ફ્રીમાં મળી જાય છે… (નોટ પાઇરેટેડ),,,, અને ડિસ્કાઉન્ટના ભાવે સોફ્ટવેર ખરીદી પણ શકાય છે.

Leave a Reply

%d bloggers like this: