Aug 152009
 

પ્રિય મિત્રો,

આજકાલ સમયને અભાવે અન્ય બ્લૉગ્સની મુલાકાત લેવાનું ઓછું થઈ ગયું છે. હમણાં અચાનક રીડગુજરાતીની મુલાકાત લેતાં સુખદ આશ્ચર્ય જોવા મળ્યું. મૂળ અંગ્રેજી લખાણ પરથી ગુજરાતી ભાવાનુવાદ કરીને ‘કેટલીક સાચી વ્યાખ્યાઓ‘ના નામે અહીં જે પોસ્ટ બનાવી હતી તેમાંથી ગુજરાતી પુસ્તકો સુધીની વ્યાખ્યાઓ રીડ ગુજરાતી પર તરંગ હાથીના સંકલનમાં પ્રસિદ્ધ થઈ છે.

અવનવી વ્યાખ્યાઓ - રીડગુજરાતી

આ વ્યાખ્યાઓનું ભાષાંતર કરતી વખતે બહુ મજા આવી. ખાસ કરીને શબ્દકોષની વ્યાખ્યાનું ભાષાંતર કરતી વખતે. “Dictionary : A place where success comes before work” નું ગુજરાતી ‘શબ્દકોષ – જ્યાં સફળતા મહેનતની પહેલા આવે છે’ કરતાં તો કરી નાખ્યું પછી ખ્યાલ આવ્યો, આ વાક્ય તો ખોટું છે. શબ્દકોષમાં કક્કા પ્રમાણે ‘મહેનત’ પહેલા આવે અને ‘સફળતા’ છેક છેલ્લે. બહુ વિચાર કર્યા પછી શબ્દકોષની મૌલિક વ્યાખ્યા બનાવી, “શબ્દકોષ – એક એવી જ્ગ્યા જ્યાં ઈનામ હરીફાઈની પહેલા, પગાર હાજરીની પહેલા અને પરિણામ પરીક્ષાની પહેલા આવે છે!” આમ આ લેખ ભાષાંતર હોવા છતાં મૌલિક છે!

ઉઠાંતરી પર નભતા લગભગ દરેક ‘પરોપજીવી’ બ્લોગ પર આ વ્યાખ્યાઓ જોવા મળશે. કોઈએ સ્ત્રોત દર્શાવવાની દરકાર કરી નથી. (માંડ બ્લોગને ઓટલે ચડેલો વાચક લિન્ક પરથી બીજા બ્લોગ પર ચાલ્યા જવાનો ભય હશે?) ફનએનગ્યાન.કોમ પરના ઘણા લેખ ‘લોક સાહિત્ય’નો દરજ્જો પામ્યા છે, વિગતે આવતીકાલના લેખમાં વાત કરીશું.

તરંગભાઈ હાથી ફનએનગ્યાનના વાચક છે અને તેમની કોમેન્ટ્સ પણ મળી છે.

તા.ક. વ્યાખ્યાઓ અને તેની ઉપરની કોમેન્ટ્સ રીડ ગુજરાતી પરથી હટાવી લેવામાં આવી છે.

  7 Responses to “અવનવી વ્યાખ્યાઓ: રીડ ગુજરાતી”

 1. Dictionary : A place where copy comes before original
  શબ્દકોષ : એક એવી જગ્યા જ્યાં નકલ મૌલિકની પહેલાં આવે છે. અને પ્રેરણા બંનેની વચ્ચે દબાઈ જાય છે.
  અને હા… crow before peacock અથવા તો કાગડો મોરની પહેલાં.

 2. આમ તો દૂધ-દહીં-છાશ-માખણ-ઘી એવો ક્રમ હોય છે. પણ શબ્દકોષ મુજબ ઘી સૌથી પહેલાં. [ભૂલચૂક લેવીદેવી હોં]. દહીં દૂધની પહેલાં. છાશ એ બંનેની પહેલાં.
  તમે બાકી બીજાંનાં ભેજાંને દોડતાં કરી દ્યો છો.

 3. અંગ્રેજોએ પોષેલી કોપીકેટ કારકુન પ્રકારની માનાસિકતા જ આ ઉઠાંતરીઓનું મૂળ છે. ગુજરાતી બ્લોગ જગતમાં દરેકને બીજાના ખભા પર ચડી ઉંચા દેખાવું છે. મૌલિક લખાણોવાળા બ્લોગ કેટલા? કહેવાતા જાણીતા બ્લોગરો બીજાની થાળીમાંથી મફતિયા ગુલાલના મૂઠેમૂઠા ઉડાડતા હોય ત્યારે વાચકો પણ એકાદ મૂઠો તો ભરે ને! અન્ય લેખકો અને કવિના લોહી પર નભતા પરોપજીવી બ્લોગરો જ્યાં સુધી મોજુદ છે ત્યાં નાના નાના મચ્છરોના ચટકાને શું રોવું?

  http://en.wikipedia.org/wiki/Indian_copyright_law

  http://www.ehow.com/facts_4810511_punishment-violating-copyright-laws.html

  http://copyright.gov.in

 4. ગુલાલની ગુણીઓથી ભરેલી આખે આખી ટ્રકો ચોરીને બેઠેલાઓને મકરંદ દવેને ટાંકતાં સાંભળું છું ત્યારે મને સૌરભ શાહનો મફતિયા પરા લેખ યાદ આવે છે.

 5. […] લખી રહ્યા છીએ  તે માટેની પ્રેરણા અમને વિનયભાઈના આ લેખમાંથી  મળી છે. પ્રસ્તુત લેખ વાંચીને […]

 6. વિનયભાઇ, મારા બ્લોગનું નામ છે ‘રીડસેતુ’. સુધારી લેવા વિનંતિ. thank you..
  લતા હિરાણી

Leave a Reply

%d bloggers like this: