Feb 162008
 

મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના દેવાપુર ગામના વતની રામભાઈ કોરી છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદમાં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) પાસે ચાની કીટલી ચલાવે છે તેમની પોતાની વેબસાઈટ રામભાઈ ડૉટ કોમ છેલ્લા આઠ-દસ વર્ષથી ઈન્ટરનેટ પર છે!

રામભાઈ ત્રણ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થતાં તેમના મોટાભાઈ રામદુલારે સાથે અમદાવાદ આવ્યા. સી. એન. વિદ્યાલયમાં ભણ્યા સાથે નાની-મોટી નોકરી કરી. નરોડાની આઈ. આઈ. ટી.માં બે વર્ષનો ઈલેક્ટ્રિકનો કોર્સ કર્યો. છુટક તેમજ ઈસરો અને પી. આર. એલ.માં નાના મોટા ઈલેક્ટ્રિકના કામ કર્યા. આઈ. આઈ. એમ. પાસેથી પસાર થતાં વિદ્યાર્થીઓને ચા-નાસ્તા માટે દૂર જાવું પડતું હતું તે જાણતાં તેમને ધંધાની તક દેખાણી અને ૧૯૮૫માં અહીં ચાની કીટલી ચાલુ કરી.

વિદ્યાર્થીઓને ચા પીવડાવતાં તેમની વાતોમાં રસ લેતા થયા. પોતે ઇલેક્ટ્રિક ડીગ્રી ધારી ખરાને! બંને વચ્ચે સેતુ રચાયો અને તે વિદ્યાર્થીઓએ રામભાઈના નામે વેબસાઈટ તરતી મૂકી.

રામભાઈ ડૉટ કોમ વેબસાઈટ વિશ્વના તમામ વિષયોને આવરી લેતી ડિસ્ક્શન ફોરમ (ચર્ચા મંચ) છે.

અફસોસ વેબસાઈટ પર રામભાઈ વિશે કે ચા વિશે કંઈ નથી.

આ વાતની જાણ મને ટાઈમ્સ ઓફ ઈન્ડીયા પરથી થઈ અને પછી આજ વાત અભિયાનમાં પણ વાંચવા મળી.

  2 Responses to “ચાલો ઓનલાઈન ચા પીવા!”

 1. જત સુધારવાનું કે રામભાઈ.કોમ સાઈટ વિશેની ભૂલભરેલી માહિતી ટાઈમ્સ પર આપવામાં આવી છે. સાચી વાત શું છ તે મૂળ જામનગરના હાલે દુબઈથી નિલેશ વ્યાસ જણાવે છે:

  અનિમેષભાઈ,

  રામભાઈ.કોમ વિશે થોડી માહીતી મારી પાસે છે, જે રામભાઈ ટાઈમ્સમાં કરેલ વિધાન થી થોડી અલગ પડતી આવે છે, જો તમે થોડી મહેનત કરશો તો તમે પણ જાણી શકશો.

  રામભાઈ.કોમ એ પાંચ વર્ષ પહેલા એટલે કે ૭ ફેબ્રુઆરી ૨૦૦૩ માં રજીસ્ટર થયેલ, અને તેને રજીસ્ટર કરનાર કોઈ ચા વાળો ન હતો પરંતુ કેલીફોર્નીયા સ્થિત દીલીપ પટેલ નામનો યુવાન હતો જેણે પોતાના પિતા રામદાસ ગંગાદાસ પટેલની સ્મૃતિમાં આ વેબસાઈટ બનાવી હતી, ૬ ફેબ્રુઆરી ૨૦૦૪ માં યાહુ પાસેથી ખરીદાયેલ આ ડોમેન એક્સ્પાયર થયુ ત્યા સુધી દિલીપભાઈ આ વેબસાઈટમાં કંઈ અપડેશન કરી શક્યા ન હતાં ફક્ત એક વેલકમ પેજ જ મુકી રાખેલ.

  ત્યાર બાદ ડીસેમ્બર ૨૦૦૪ થી ઓક્ટોબર ૨૦૦૬ સુધી રામભાઈ.કોમ ડોમેન કોઈની માલીકી વગરનું રહ્યુ એટલે કે બંધ પડી ગયુ અને માર્ચ ૨૦૦૬ માં આઈ.આઈ.એમ. ના વિધાર્થીઓની એક ટોળીએ આ ડોમેન ખરીધ્યુ અને એસ.શ્રીકાંત (sreekanths@iimahd.ernet.in) ની લીડરશીપ હેઠળ આ વેબસાઈટ તરતી મુકી, જેના વિશે રામભાઈને તો કશી જાણ પણ ન હતી. બાદમાં આ ટોળીએ રામભાઈને કદાચ જાણ કરી હશે કે તમારા નામથી આવી એક વેબસાઈટ
  બનાવેલ છે.

  રામભાઈ તો એની મસ્તીમાં રહેતા અને કીટલી પર થતી દુનિયાભરની ચર્ચાઓ માં સાથ પુરાવતા, આઈ.આઈ.એમ દ્વારા તેને સ્પેશીયલ ટ્રીટ અપાયેલ, જ્યારે આઈ.આઈ.એમની ચારે તરફ સુરક્ષા માટે દિવાલ બનાવવામાં આવી ત્યારે રામભાઈની કીટલી પાસે દિવાલમાં કાણું પાડી ત્યાં એક બારી બનાવી આપેલ જેથી આઈ.આઈ.એમના વિધાર્થીઓ તથા પ્રોફેસરોને રામભાઈની ચા ને માણી શકે.

  – નિલેશ

 2. Very interesting. Being from Ahmedabd, it is more interesting for me.

Leave a Reply

%d bloggers like this: