Jun 062011
 

પ્રિય મિત્રો,

ગયા સોમવારે સામાન્ય જ્ઞાનના બે સવાલ કર્યા હતા. આ રહ્યા તેના જવાબ:

પહેલા પ્રશ્નનો જવાબ = પિતાનું તખલ્લુસ (પેનનેમ)

અમિતાભના નામ સાથે જોડાયેલો શબ્દ  ‘બચ્ચન’ તેમના પિતાજીનું તખલ્લુસ (પેનનેમ) છે જેનો અર્થ થાય છે ‘બાળક જેવા’. બચ્ચન પરિવારની અટક છે શ્રીવાસ્તવ. અમિતાભને જ્યારે શાળામાં દાખલ કરવાના હતા ત્યારે એમના પિતાજી હરિવંશરાયે અમિતાભના નામની પાછળ અટક (શ્રીવાસ્તવ) ન લખાવતાં પોતાનું તખલ્લુસ (બચ્ચન) લખાવ્યું હતું. આમ કરવાનું કારણ એ હતું કે હરિવંશરાયજી જ્ઞાત/જાતમાં માનતા નહોતા. અટલ વાંચીને લોકો તરત જ્ઞાતી ઓળખી જતા હોય છે. આવું ન થાય તે માટે તેમણે અમિતાભ હરિવંશરાય શ્રીવાસ્તવ લખાવવાને બદલે અમિતાભ હરિવંશરાય બચ્ચન લખાવ્યું. અમિતાભ શ્રીવાસ્તવ કુટુંબની પહેલી વ્યક્તિ છે જે બચ્ચન તરીકે ઓળખાય છે.

આ વાત અમિતાભ બચ્ચન સાહેબે કૌન બનેગા કરોડપતિ સિઝન ૪માં કરી હતી, તેમના સ્વમુખે સાંભળવા માટે અહીં ક્લિક કરો.

બીજા પ્રશ્નનો જવાબ = મુખ્ય પોસ્ટ ઑફિસ

માઈલ સ્ટોન પર દર્શાવેલું અંતર માઈલ સ્ટોનથી લઈને જે તે શહેર/ગામની મુખ્ય ટપાલ કચેરી સુધીનું હોય છે. મુખ્ય પોસ્ટ ઑફિસ (General Post Office/પ્રધાન ડાક ઘર)ની બહાર એક ઝીરો સ્ટોન મૂકેલો હોય છે ત્યાંથી અંતર ગણવામાંઆવે છે.

પુણેની મુખ્ય ટપાલ કચેરીની બહાર લગાડેલા ઝીરો સ્ટોનને ટેકવીને ઊભેલો હું

ઝીરો સ્ટોન વિશે વધુ માહિતી માટે વાંચો વિકિપિડિયાનો આ લેખ.

પરિણામ:

ભાગ લેનાર = ૨૬ વ્યક્તિ

બંને પ્રશ્નોના સાચા જવાબ = ૯ વ્યક્તિ

એક પ્રશ્નનો સાચો જવાબ = ૧૦ + ૨ વ્યક્તિ

સૌપ્રથમ (fastest) જવાબ આપનાર = અમર દવે

સૌપ્રથમ (fastest) બંને સાચા જવાબ = મુર્તજા પટેલ

બંને પ્રશ્નોના સાચા જવાબ = મુર્તજા પટેલ, શૈલેષ પટેલ, રાજેશ ઠક્કર, માધવ, મલય, પરાગ ચોકસી, ચિરાગ ઠક્કર, મુકુલ જાની અને ભરત દેસાઇ.

એક પ્રશ્નનો સાચો જવાબ = અમર દવે, મનીશ મિસ્ત્રી, હિંમત છાયાણી, પ્રીતિ, અરવિંદ પટેલ, કૌશિક,  મુકેશ પટેલ, અશોક મોઢવાડીયા, ધવલ સુ. વ્યાસ અને અમિત પટેલ.

એક પ્રશ્નનો સાચો પણ અધુરો જવાબ = રૂપેન પટેલ, હેમાંગ પટેલ (મુખ્ય પોસ્ટ ઑફિસને બદલે ફક્ત પોસ્ટ ઑફિસ લખ્યુ હતું)

કેવા કેવા જવાબ આવ્યા?

પહેલા પ્રશ્નના જવાબમાં ખિતાબ, અમિતાભનું પેટ/લાડનું/હુલામણું નામ, હરિવંશરાયનું પેટ (હુલામણું) નામ, ‘વિશેષણ’ એવા જવાબો પણ મળ્યા!

બીજા પ્રશ્નના જવાબમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, વહિવટદાર ઑફિસ, ગ્રામપંચાયત, નગરપાલિકા, મુખ્ય કચેરી, બસ ડેપો, ગામ/શહેરની સરહદ(સીમા), એવા જવાબ પણ મળ્યા છે!

બે વ્યક્તિઓના જવાબ એક મિનિટમાં બે વખત મળ્યા (ટેક્નિકલ કારણે) જેમાંથી લેટેસ્ટ જવાબ ગણતરીમાં લીધો છે.

બધાને ખૂબ ખૂબ અભિનંદન.

ચાલો એકંદરે મજા પડી, જવાબ આપવામાં પટેલો છવાઈ ગયા.

બાય ધ વે રેખાની અટક શું છે? 😉

ફરી વાર આવી રીતે પ્રશ્નો મૂકું કે આટલું સામાન્ય જ્ઞાન બસ થઈ રહેશે? જવાબ માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

  7 Responses to “સામાન્ય જ્ઞાનના બે સવાલના જવાબ”

 1. પહેલા પ્રશ્નનો ઉત્તર તો ખબર હતો. પણ બીજા પ્રશ્નનો ઉત્તર રસપ્રદ રહ્યો.

 2. ગણેશન.

 3. નામ : ભાનુરેખા
  અટક : ગણેશન
  જન્મ : ૧૦/૧૦/૧૯૫૪
  પહેલી ફિલ્મ : રંગુલા રત્નમ [બાળ-કલાકાર ૧૯૬૬]
  પહેલી હીન્દી ફિલ્મ : સાવન ભાદો [૧૯૭૦]
  ૪૦ વર્ષમા ૧૮૦ ફિલમો મા કામ કર્યુ..!

 4. ભાનુરેખા

 5. Dear Vinubhai, Thank You for announcing (and moreover considering me) Winners. It’s like collage days rekindled.

  This time Himmatbhai has got the game. He is right in detailed answer.

  Re: Your Photo. You are now proving yourself as a NETSPY truly. Go Ahead and Join the Force 😉

  Keep arranging something like quiz time to time. To Your Success…

  Murtaza.

 6. થવા દો ભાઈ, થવા દો. રેગ્યુલર કરી દો આ ક્વિઝને. એક સવાલનો સાચો જવાબ આપી શક્યો છું એટલે પોરો ચઢ્યો છે.

 7. general knowledge

Leave a Reply

%d bloggers like this: