Apr 192009
 

પ્રિય મિત્રો,

આજે રવિવારની રજાના મૂડમાં આ પોસ્ટ મૂકી રહ્યો છું. કાર્તિક મિસ્ત્રીએ કૉપી-પેસ્ટ વિશે પોસ્ટ કરી એટલે મારા મનમાં એક સવાલ જાગ્યો છે જેના પરથી આજની આ પોસ્ટ કરવાનો વિચાર આવ્યો.

પ્રશ્ન – ગયા અઠવાડિયાના ચર્ચાસ્પદ કૉપી-પેસ્ટ બ્લોગરે સંદેશ તેમજ દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પરથી લખાણ કૉપી-પેસ્ટ કરી પોતાનો બ્લોગ સમૃદ્ધ કર્યો છે પણ ગુજરાત સમાચારની સાઈટ પરથી કેમ કોઇ લખાણ કૉપી-પેસ્ટ નથી કર્યું?

જવાબમાં કેટલાક વિકલ્પ મને સુજ્યા છે તે લખ્યા છે તેમાંથી કોઈ એક વિકલ્પ આપનો જવાબ હોય તો તે લખો અથવા તે ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ આપને સુજતો હોય તો તે લખો. પ્રશ્ન ફરી એક વાર – ગુજરાત સમાચારની સાઈટ પરથી કૉપી-પેસ્ટ કેમ નહીં?

A. ગુજરાત સમાચારની સાઈટ પર કૉપી-પેસ્ટ કરવા જેવા લેખ હોતા નથી.

B. ગુજરાત સમાચારની સાઈટ પરનું લખાણ કૉપી કરી શકાતું નથી.

C. ગુજરાત સમાચારની સાઈટ યુનિકોડમાં નથી અથવા યુનિકોડ સાઈટ ક્લિક વગી નથી.

D. ગુજરાત સમાચારની સાઈટનું નેવિગેશન બરાબર નથી. (લેખ સુધી પહોંચીએ ત્યારે કૉપી કરીએ ને?)

E. ગુજરાત સમાચાર કૉપીરાઈટ બાબત સભાન છે અને કડક હાથે કામ લે છે.

એક કરતાં વધુ વિકલ્પ યોગ્ય લાગતા હોય તો તે પણ જણાવી શકો છો…

મારો જવાબ પણ કાર્તિકની જેમ A+C+D છે. ગુ.સ.ની મુખ્ય સાઈટ યુનિકોડમાં નથી, બીજી એક સાઈટ છે જે યુનિકોડમાં છે પણ ઘણાંને તેની ખબર નથી.

  12 Responses to “કૉપી-પેસ્ટ અને આજનો સવાલ”

 1. હજુ આમા એક ઓપ્શન રાખો કે ઉપરમાંથી એકેય નહી, ગુજરાત સમાચાર વાળા જાણે અને કૉપિ કરવા વાળા જાણે .

 2. B

 3. પિયુષજી

  આ રહી કૉપિ=

  ‘એમાં શું ?’ કહીને પહેલીવારની ભૂલને નજર અંદાજ ન કરો!

  http://www.gujaratsamachar.com/beta/Dharmalok/md140409-15.html

  આ પૂર્તિ વાંચતો નથી પણ આ વાક્ય “બંધ બેસતુ” નથી?

  એક આડ વાત (ગુ.સ.ના) ઉપરોક્ત વિષય વીશે પોસ્ટ બનાવવાની તૈયારી 15 દિવસથી છે પણ કદાચ પોસ્ટ બનાવવા માટે યોગ્યતા કેળવવા અમુક મહિનાઓ નીકળી જશે.

 4. A…. Ha ha ha ha

 5. http://www.gurjardesh.com ના પ્રથમ પાના પર જ હાલમાં જે નોન-યુનિકોડ વેબસાઇટ હોય તેને યુનિકોડ વેબસાઇટમાં બતાવવા માટેની લિંક ઊપલબ્ધ છે. ગુજરાત સમાચારને યુનિકોડમાં જોવા માટે http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/ છે.

 6. B+C+D

 7. I totally agree with kartik bhai !!

 8. ગુજરાત સમાચારની સાઈટ પરથિ આરામ થિ copy pest thai shake 6.
  but, aa kaya pagla le 6 e vishe experiance nathi.

 9. હુ ગુજરાત સમાચાર ની સાઈટ દરરોજ વાંચુ છુ, અને મને નથી લાગતુ કે ઉપર ના એક પણ વિકલ્પ તેને લાગતો હોય.
  સંદેશ અને દિવ્ય ભાસ્કર કરતા ગુજરાત સમાચાર નુ બેસ્ટ નેવીગેશન છે.
  અને દિવ્ય ભાસ્કર ની સાઈટ ના તો ઠેકાણા જ નથી હોતા, ફક્ત શરદ ઠક્કર અને મહેશ યાગ્નિક ના લેખ વાંચવા માટે જવુ પડે છે. ઃ(

 10. C કેમકે તે એકજ સાચું કારણ છે.
  A+D સાથે તદ્દન અસંમત છું, લાગ છે કે તમને ગુજરાત સમાચાર સાથે વેરભાવ છે. અમે લોકો વિભક્ત છતાં સંયુક્ત કુટુંબમાં (કેમકે એક મોટા હવેલી જેવા ઘરમાં દરેકના ભાગે પોત-પોતાના એપાર્ટમેન્ટ્સ હતાં) રહેતાં, મારા કાકા સંદેશના ચાહક (અને માટે ગુ.સ.ના દુશ્મન) એટલે તમારી લાગણીઓ સમજી શકું છું.
  B+E બંને તમે બીજા કોઇક બ્લૉગમાંથી કોપી-પેસ્ટ કરીને ફાઈન્ડ-રિપ્લેસ કમાન્ડનો પણ ઉપયોગ કર્યો હોય તેવું લાગે છે.

 11. તમે બધા આ કોપી-કેસ ની પાછળ કેમ પડી ગય છો… હું તો માનુ છુ કે કોપી કરો પણ સાથે ક્યાથી કોપી કર્યુ અને એ કોનુ છે.. એ પણ કોપી – પેસ્ટ કરતા રહો તો બહુ સારુ લાગે..તમને ય ને અને લેખક ને પણ… બાકી જો એ કોપી નહિ કરો તો એ લખાણ એકજ જગ્યાએ ધુળ ખાતુ રહેશે.. અને કોપિ કરેલુ લેખક ના નામ સાથે બધે જ ફરેશે.. આ મારા વિચાર છે.. બાકી બધાના વિચાર અલગ હોય છે.. તમે મારા નામ વગર આ પોસ્ટ કોપી પેસ્ટ કરી શકો છો.. હા હા હા (ફક્ત રમુજ માટે)

Leave a Reply

%d bloggers like this: