Dec 062007
 

ભગવાનના ભક્ત અને ગુટકાના અઠંગ બંધાણી એવા નટુ અને ગટુ એક દિવસ એક વાત પર મુંજાઈ ગયા. નટુએ ગટુને પૂછ્યું: “અલ્યા ગટુ, આ ભગવાનનું નામ લેતી વખતે ગુટકા ખવાય કે નહી?” ગટુ થોડો હોશિયાર હતો, તેણે કહ્યું આપણે ગુરુજીને પૂછીશું. બીજે દિવસે બંને ગુરુજી પાસે જાય છે અને નટુ પૂછે છેઃ “ગુરુજી, શું હું ભગવાનનું નામ લેતાં લેતાં ગુટકા ખાઈ શકું?”

ગુરુજી કહે છેઃ “ના, વત્સ, વ્યસનોથી હંમેશા દૂર રહેવું અને ભગવાનનું નામ સ્મરણ કરવું.”

રાત્રે ફરી એજ વાત પર ચર્ચા થાય છે ત્યારે નટુ “ગુરુજીએ શું કહ્યું છે” એમ કહે છે ત્યારે ગટુ કહે છે, “નટુ, તને પ્રશ્ન પૂછતાં આવડતું નથી. કાલે હું ગુરુજીને પૂછીશ.”

બીજે દિવસે ફરી પાછા બંને ગુરુજી પાસે જાય છે અને આજે ગટુ પૂછે છે: “ગુરુજી, શું હું ગુટકા ખાતાં ખાતાં ભગવાનનું નામ લઈ શકું?”

ગુરુજી કહે છેઃ “જી હાં ગમે ત્યારે, વત્સ, ગમે ત્યારે તું ભગવાન નામ સ્મરણ કરી શકે છે.”

***

આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે જવાબ કેવો મળવાનો છે તેનો આધાર પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે તેના પર નિર્ભર છે.

***

હું મારા બોસને પૂછવાનો જ હતો કે “આ પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલા ભુજ એક આંટો મારી આવુ?” પણ હવે મારે આ પ્રશ્ન આમ પૂછવો જોઇએ : “ભુજમાં હોઉં ત્યારે પણ હું આ પ્રોજેક્ટ પર કામ કરી શકું કે કેમ?” તમારું શું કહેવું છે?

  15 Responses to “પ્રશ્ન પૂછવાની કળા”

 1. 🙂 આઈડીયા સારો છે .. પણ ધ્યાન રાખજો કે પ્રોજેક્ટ શીડ્યુલ એ રીતે અપડેટ થાય કે ભુજમાં ઘરે વધુ સમય આપી શકો નહિ તો એવુ થશે કે ઘરે જઈને પણ કોડીંગમાં જ ટાઈમ નીકળી જશે … !!! 😛

 2. કેટલી બધી પૉલિટીક્સ વાપરવી પડે ખરુંને?

  સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે આંગળી વાંકી કરવી પડે ને!

 3. વાહ, કુણાલ !

  તમારા આ રમુજના કંસારમાં સંસારને વચ્ચે નાખવો સારો નહીં, બાકી બે વ્યક્તી એક જ સાધુને અલગ અલગ રીતે સવાલ પુછે છે તે કદાચ સૌ જાણતાં જ હશે : એકે પુછ્યું કે ગુરુજી મોક્ષ મેળવવા સંસારમાં રહેવું જ પડે ? ગુરુજી કહે, કોણે કહ્યું કે રહેવું જ પડે ?! શુકદેવજીનો દાખલો લે. એમ કાંઈ ઘેર બેઠાં મોક્ષ મળતો હશે ?!

  બીજાએ પુછ્યું કે શું મોક્ષ માટે સંસાર છોડવો જ પડે ? ગુરુજી કહે, કોણે કહ્યું ? જનક રાજાએ સંસારમાં રહીને જ મોક્ષ મેળવ્યો હતો ને !!

  આ વાર્તામાં પુછનારની અનુકુળતાનું-વૃત્તીનું ધ્યાન જવાબ આપનાર રાખે છે !! આટલો ફેર.
  તડાફડીમાં આવી વાત મુકવા બદલ દીલગીર !

 4. મુખ્ય બાબત તો તમે કોને સવાલ કરો છો એ છે. જો તમારા પત્નિને પુછશો તો મળનારો જવાબ તમે ધાર્યો કરતા અલગ હશે. તમારે પ્રયોગ કરિ જોવો જોઇએ.
  અચ્યુત સંઘવી

 5. વાહ , તડાફડી હવે જામવા માંડી ! લગે રહો અનિમેષ ભાઈ.

 6. નીલા આંટી,

  વ્યસન માટે આંગળી વાંકી તો શું બંને આંગળીઓ કપાઈ જાય તો પણ ચાલે, પણ વ્યસન ન છૂટે… (નો સ્મોકિગમાં જોયું ને?)

 7. શું દાદાજી, તમે પણ ગોલમાલનો તકિયા કલામ (લગે રહો…) વાપરવા લાગ્યા?

 8. સરસ વાત.. બધે આમ જ છે… જવાબ નો આધાર તમારા પ્રશ્ન પર રહે છે.. ને કુણાલભાઈની વાત પણ સાચી… આજનાં બોસ પણ બહુ સ્માર્ટ હોય છે..

 9. એક વાર નામદાર પોપ ને લંડન જવાનું થયું. એમને એમના સલાહકારો એ ચેતવ્યા, કે ત્યાં પત્રકારોથી સાવધાન રહેશો. એ એવા સ્માર્ટ હોય છે કે ઈંટર્વ્યુંમાં લીધેલ તમારા જવાબો ટ્વીસ્ટ કરી ને છાપામાં છપશે! પોપે જવાબ આપ્યો.., ” ચીંતા નહીં.., હું સાચવી લઈશ. ” નામદાર પોપ જેવા લંડન અરપોર્ટ પ્લેનમાંથી નીચે ઉતર્યા એવા જ પત્રકારો ઘેરી વળ્યા, અને એક પત્રકારે પ્રશ્ન પુછ્યો.., ” નામદાર પોપ, આપ, લંડનમાં છો, એ સમયે પ્રોસ્ટીટ્યુટ લત્તાની વીઝીટ લેવાનું પસંદ કરશો? ” પોપને એમના સલાહકારોનું સુચન યાદ આવ્યું કે જવાબો આપવામાં ધ્યાન રાખવું. એમણે એમની હૈયા સુઝ પ્રમાણે સ્પોંટેનીયસ જવાબ આપ્યો કે ” શું..? લંડનમાં પ્રોસ્ટીટ્યુટસ પણ હોય છે? ” બીજા દિવસે લંડનના જાણીતા પેપરોમાં પહેલા પાના પર મોટી હેડ લાઈનમાં સમાચાર છપાયા.., ” નમદાર પોપ લંડન એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતર્યા, એવોજ એમનો પહેલો પ્રશ્ન એ હતો કે.., ” લંડનમાં પ્રોસ્ટ્યુટસ છે? ” આ છે, પ્રશ્ન પુછવાની અને જવાબ આપવાની કળા!

 10. ખરેખર તડાફડી જામવા લાગી છે…

 11. સરસ મઝાની વાત લખી.

  આપણે કેવો જવાબ જોઈએ છે એવો જ પ્રશ્ન પુછવો 😉

 12. જવાબ કેવો મળશે
  એ પ્રશ્ન ઉપર આધારિત છે.
  એ સનાતન સત્ય છે.

  તડાફડી ખરેખર તડતડિયા જેવી છે.

 13. ‘અમે અમેરીકન અમદાવાદી’ મહેન્દ્ર શાહ કેટલાક ‘ફાલતુ’ સવાલો મોકલાવ્યા છે..

  મંદીરના પગથીયાં ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પુછેઃ “કેમ? દર્શન કરી આવ્યા?”
  “ના. મંદીરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”

  ધંધામાં છું એટલે લોકો પુછે છેઃ “ક્યા? દાલ રોટી નીકલતી હૈ?”
  મને જવાબ આપવાની ઈચ્છા થઈ જાય છેઃ “દાલ નીકલતી હૈ, રોટી પડોસ મેં સે લાતે હૈ!”

  સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પુછેઃ “શું નોકરી પર જાવ છો?”
  “ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”

 14. તડાફડીના સર્જક અનિમેષજીને જણાવવાનું કે, મહેન્દ્ર શાહના વધારાના આવા પ્રશ્નોને અહિંયા સ્થાન અપાવશો.

 15. દોસ્તો કેમ છો? મજા મા ને સવાલ કર્ત સીખ્યો છુ એટલે એક સવાલ કરુ?
  જવાબ આપસો ને?
  કામ કરતા કરતા મસ્તી કરાય?
  કે પછી
  મસ્તી કરતા કરતા કામ કરય ?
  જવાબ જરુર આપજો હો

Leave a Reply

%d bloggers like this: