Jul 192011
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં દિવ્ય ભાસ્કર પર એક લેખ પ્રસિદ્ધ થયો છે અને તેના પર અધધ કહી શકાય એટલા પ્રતિભાવ મળ્યા છે. અન્ય બ્લૉગ/વેબસાઈટ પરથી લખાણ લઈને (સૌજન્ય સાથે/વગર) પોતાનો બ્લૉગ સમૃદ્ધ કરતા કેટલાય પરોપજીવી બ્લૉગ પર પણ આ લેખ કૉપી-પેસ્ટ થયો છે. આ લેખની બીજી મજાની વાત એ છે કે વાચકો તરફથી કૉમેન્ટમાં મળતી પુરક માહિતી ઉમેરીને લેખને સતત અપડેટ કરવામાં આવી રહ્યો છે!

જાણો, ગુજરાતના ક્યા ક્યા શહેરની કઇ કઇ વસ્તુ વખણાય છે? – દિવ્ય ભાસ્કર

દિવ્ય ભાસ્કરના આ લેખની લિન્ક અહીં મૂકવાના બે ખાસ કારણો છે. પહેલું કારણ દેખીતું છે કે ગુજરાતના કયા શહેરની કઈ વાનગી, કયો જોઈન્ટ વખણાય તેની અપટુડેટ યાદી આપની સાથે શેર કરવા માટે. અને બીજું, બ્લૉગને લોકપ્રિય કેવી રીતે બનાવશો? એ પ્રશ્નનો ઉત્તર આ લેખ અને તેને મળેલા પ્રતિભાવો જોઈને મળી જાય છે!

વર્ષો પહેલા એક ગુજરાતી ફિલ્મ જોઈ હતી જેમાં એક ગીત હતું, ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી. મને યાદ છે ત્યાં સુધી જાણીતા હાસ્ય અભિનેતા રમેશ મહેતા પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું અને ગીતમાં ગુજરાતની જાણીતી વાનગીઓના નામ હતા. લો તમે પણ સાંભળો આ ગીત, વિનોદ રાઠોડના સ્વરમાં રણકાર.કોમ પર!

ગુજરાતની  ૨૫ જાણીતી વાનગીઓ ક્યાંનું શું વખણાય? મથાળા સાથેનો એક લેખ ૨૦૦૭માં રીડ ગુજરાતી પર પણ  મૂકવામાં આવ્યો હતો અને વાચકોએ પ્રતિભાવ દ્વારા યાદીને આગળ વધારી હતી.

એમ કહેવાય છે કે લોકોના દિલ સુધી જવાનો રસ્તો પેટમાંથી પસાર થાય છે! એટલે વાનગી વિશેની વાત હોય એટલે બધાને રસ પડવાનો છે અને વાચકો પણ પોતાને ગમતા જોઈન્ટ્સ કે પોતાને ગમતી વાનગીઓના નામ ઉમેરીને લેખના પ્રતિભાવની સંખ્યા વધારવાના જ છે. ટૂંકમાં લેખ ઈન્ટરએક્ટિવ હોય એટલે વધુ પસંદગી અને પ્રતિભાવ મેળવવાનો જ.

હવે, ચાલો જોઈએ કે હું રહું છું તે શહેર, પુણેનું શું શું વખણાય છે?

૧) કયાની બેકરીના શ્રુઝબરી બિસ્કિટ.

સરનામું = ઈસ્ટ સ્ટ્રીટ, વિક્ટરી સિનેમા સામે, કેમ્પ, પુણે (નકશો)

૨) ચિતળેબંધુ મિઠાઈવાળાની ભાખરવડી

૩) ચિતળેબંધુ મિઠાઈવાળાની આંબા બરફી

સરનામું = સદાશિવ પેઠ, પુણે (નકશોવેબસાઈટ)

૪) લક્ષ્મીનારાયણનો ચેવડો

સરનામું = ૩૭૪, ભવાની પેઠ, પુણે. (નકશો)

૫) બુધાની બ્રધર્સની વેફર

સરનામું = ૩૨૩, મહાત્મા ગાંધી રોડ, કેમ્પ, પુણે. (નકશો)

આ તો થઈ લઈ જઈ શકાય તેવી વાનગીઓની વાત, ત્યાં જ ખાઈ શકાય તેવી વાનગીઓમાં પુણેરી મિસળ બહુ જ પ્રચલિત છે તેના વિશે ફરી કોઈ વાર!

તમે પણ આ યાદીને આગળ વધારી શકો છો. તમારી મનપસંદ વાનગી તમારા શહેરના નામ સાથે અહીં ઉમેરી શકો છો અથવા તમારા ગામ/શહેરની વખણાતી અને તમે માણેલી વાનગીઓની ફર્સ્ટ હેન્ડ માહિતી, તમારો અનુભવ તમારા બ્લૉગ પર મૂકી તેની લિન્ક અહીં આપી શકો છો…

  13 Responses to “ક્યાંનું શું વખણાય? પુણેની પાંચ સુપ્રસિદ્ધ વાનગીઓ”

 1. દક્ષિણ ગુજરાતના વલસાડમાં

  ૧. રેલ્વે સ્ટેશન નજીક રાજારાનીના પાંઉવડા
  ૨. નવી શાકભાજી માર્કેટમાં જલારામના વઘારેલા ખમણ
  ૩. મોટી છીપવાડના હનુમાન મંદિર નજીક પશાભાઇની કંદપૂરી
  ૪. રેલ્વે સ્ટેશન રોડ પર વારાણસીની ભેળ
  ૫. આઝાદ ચોક પોલિસ ચોકી પાસે રાજુની મસાલા કોફી
  ૬. ગાંધી લાઇબ્રેરી પાસે અને રીધ્ધીસીધ્ધીના કોર્નર પર પાઉ અને બટાકાનું શાક.
  ૭. રેલ્વે પ્લેટફોર્મ નંબર બે (મુંબઇથી અમદાવાદ તરફ) પર સુરત તરફના પૂલની નીચે શર્માજીના સ્ટોલ પર ડબલ ફ્રાઇડ દબાવેલા બટાકાવડા.

  ટ્રાય કરવા જેવું ખરુ.

 2. વિનયભાઈ,
  પરોપજીવી બ્લોગરીયાના નામો ન આપીને એમને પ્રસિધ્ધિ મેળવવાનો હક્ક તમે ખૂંચવી લો એ થોડું ચાલે?

  એની વે,
  રીડગુજરાતી પર ની 15 ડિસેમ્બર 2007નાં રોજ પ્રસિધ્ધ થયેલ યાદી અને દિ.ભા.નો 12જૂલાઈના રોજ લેખ એ બન્નેની સાથે વાત કે આપને તો ખબર જ હોય કે કિન્નર આચાર્ય એ પણ 15 જૂલાઈના રોજ પોતાનો બ્લોગ શરૂ કર્યો છે અને એમાં એમણે પણ એક પોસ્ટ કરીને છે જેનું ટાઇટલ – “કચ્છની દાબેલી, હિમ્મતનગરની કચોરી અને પોરબંદરની ખાજલી: ગુજરાતની ટોપ-25 વાનગીનો મઘમઘતો રસથાળ”
  એની લિન્ક http://kinner-aacharya.blogspot.com/2011/07/25_6802.html સાથે એક વાત પણ નોંધવા જેવી ખરી કે કિન્નર આચાર્યની ઉપરોક્ત બ્લોગ પોસ્ટ એ એમના જ પ્રકાશિત થયેલ લેખનું બ્લોગ પોસ્ટમાં રૂપાંતર છે.

 3. કોથરૂડ માં નીતા ટ્રાવેલ્સ ની સામે પંડિતજી( ???) ની ગળી પૂરી, દાળશાક નો મસાલો, ડ્રાય ફ્રુટ હલવો પણ પ્રખ્યાત છે. આ સિવાય ચૈતન્ય ના પરોઠા પણ એટલા જ પ્રખ્યાત છે.

 4. vinaybhai, next time when you come to mumbai please don”t forget to bring all 5 items!

 5. કિન્નરભાઇના બ્લોગ પર ઉપર જણાવેલ વલસાડની વાનગીઓ અંગેની જાણકારી કોપી પેસ્ટ કર્યા વગર પહોંચાડવા શું કરી શકાય ?? ( એકની એક વાત વારે વારે ટાઇપ કરવામાં શક્તિ બગાડવી ઉચીત નથી લાગતી )

  • સાથે સથે એમના બ્લોગ પરનો લેખ વાંચ્જોયા બાદ લાગ્યું કે વલસાડની વાનગીઓ એમાં ઉમેરાઇ જાય તો વાચકો અને લાભ લેનારાઓને ટેસડો પડી જાય.

 6. Joshi na vada pao pan khasa vakhanay chhe. Me bohoj khadhela.

 7. વલસાડમાં..
  ૧. ગાંધી લાઈબ્રેરીની સામે વિજયની દાબેલી
  ૨. લક્ષ્મી ટોકીઝ, સ્ટેશન રોડ ગમન ઘારીની પેટીશ
  ૩. દિક્ષિત મહોલ્લા, અશોક ફરસાણના ખમણ અને પાઉં બટાકા
  ૪. જી.વી.ડી. હાઈસ્કુલ પાસે તુલસીની ભેળ અને સેવ-પુરી
  ૫. તિથલ દરિયાકિનારે સંદિપના ભજીયા
  ૬. સ્વામિનારાયણ મંદિરના શાયોના રેસ્ટોરન્ટના બટાકાવડા
  ૭. જયેશની પાઉંભાજી-અદિના પેલેસની પાછળ
  ૮. કલ્યાણ બાગની સામે બનારસીની ભેળ, ચટનીપુરી અને પાણીપૂરી
  ૯. સ્ટેશન રોડ, ફેમસના પાઉંવડા
  ૧૦. સીટી પેલેસ, મયુરી ફરસાણનું ભૂસું

  લિસ્ટ હજુ લાંબુ થઈ શકે..પણ હાલ આટલું જ…

 8. અમદાવાદ ઘણું મોટું શહેર છે તેમ છતાં પણ ગુરુકુળ રોડ ઉપર ગુલાલવાડીના ભાજીપાઉં, જજિસ બંગલા સામે કર્ણાવતીની દાબેલી, વિજય ચારરસ્તાના વડાપાઉં, જૂના શેરબજારનું ચવાણું, મેઘાણીનગરમાં શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટનાં નાયલોન ખમણ, નહેરુનગર સર્કલ ઉપર લક્ષ્મીના ગાંઠિયા (જોકે, ગાંઠિયા કરતાં તેની ચટણી વધારે વખણાય છે), માણેકચોક અને અમદાવાદમાં કોઈ પણ સ્થળે આવેલા જનતા આઈસક્રિમનો કોલ્ડ કોકો, એચ.એલ.કોલેજની ગલીમાં અંબિકાના દાળવડા, ગુજરાત કોલેજ પાસે ખાડાના દાળવડા, દિનેશ હોલની ગલીમાં આવેલા સંકલ્પ રેસ્ટોરન્ટનો ઢોંસો, એસજી હાઇવે ઉપર અડાલજ બ્રિજ પાસે શિવશક્તિની દાલબાટી, નવતાડની પોળ પાસે આવેલા મહારાજનો ચેવડો, નવતાડના સમોસા, હેવમોરના પંજાબી સમોસા, હેવમોરની ચણાપુરી (બંને સીજી રોડ ઉપર આવેલા છે.), રિલીફ રોડ એલઆઈસી બિલ્ડીંગ પાસે આવેલી રૂક્ષ્મણીની પાણીપુરી, વિજય ચારરસ્તા પાસે આવેલા અપ્પર ક્રસ્ટની વાઇલ્ડ ક્લબ સેન્ડવિચ વધારે યાદ આવશે તેમ લખતો રહીશ.
  વિનયભાઈ આ ખૂબ જ સારો પ્રયાસ છે. શરૂ કરવા બદલ અભિનંદન

  અમદાવાદ ઉપરાંત ભુજમાં પણ બિનહરીફની દાબેલી સ્ટેશન રોડ, સૈફીનો આઇસક્રિમ, નિત્યાનંદના મસાલા ઢોંસા, આનંદ લહેરીનો આઇસક્રિમ, ગોપી ગોલાઘરના ગોલા, (આ બધું એક જમાનામાં સારું મળતું હતું પરંતુ ભૂકંપ બાદ ઘણા ઠેકાણાં બદલાઈ ગયાં છે આમાંના કોઇનો વેપાર ચાલુ છે કે કેમ તે પણ મને ખ્યાલ નથી.

 9. વિનયભાઈ,
  યુ.કે. માં તો ભારતથી આવેલું બધું જ વખણાય છે. જોકે અહીં આવીને અમુક નવી વાનગી જરૂર ખાવા મળી. જેમકે મોગો નામક કંદમૂળની અનેક વાનગીઓ(આફ્રિકન કંદમૂળ અને તે બટાકાની જેમ જ વપરાય છે.), ફ્રાઈડ ચીલી ઈડલી (જેની સાથે કોઈજ સંભાર કે ચટણી ના હોય), વેજીટેરિયન ખીમો (સોયાબીનમાંથી બને છે.) .
  સ્વાદીષ્ટ લેખ. 🙂

Leave a Reply

%d bloggers like this: