Jul 272008
 

પ્રિય મિત્રો,

રવિવારે પોસ્ટ નહીં મૂકવાનો વિચાર કર્યો હતો પણ આજે આ પોસ્ટ મૂક્યા વગર રહી શકતો નથી.

આજે વાત કરવી છે દિવ્ય ભાસ્કરની વેબસાઈટ વિશે. સરસ મજાની સાઈટ છે, વાચન વૈવિધ્ય છે, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિશે સરસ લેખોય આપે છે પણ ખાટલે મોટી ખોડ છે ગરબડીયા અક્ષર (Junk Characters). થોડા સમય પહેલાં કાર્તિક મિસ્ત્રીએ શબ્દો ચોર્યા વગર તેમના બ્લોગ પર લખ્યું હતું કે “દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે” અને મારે પણ આજે આ જ વાત અહીં કરવી છે.

જે સુવિધા વડે હું આ લેખ લખી રહ્યો છું તે ગુજરાતી ટાઈપપેડના સર્જક વિશાલ મોણપરા પર દિવ્ય ભાસ્કરના પત્રકાર લલિત ખંભાયતાએ એક લેખ કર્યો “અષ્ટાવક્ર કી-બોર્ડના સર્જક વિશાલ મોણપરા” લેખ સરસ થયો પણ જ્યારે ટાઈપપેડની લિન્કની જગ્યાએ આવ્યા ગરબડીયા અક્ષરઃ ત્ર્દ્દદ્દષ્ટ://ફુફૂૃં.રુiસ્ન્ર્ત્ર્ીશ્રંઁ.ઁફૂદ્દ/ ઞ્યસ્ત્ર્aર્શ્વીદ્દi વ્ક્કષ્ટફૂભ્ફૂફુ.ત્ર્દ્દૃઃ હિમાંશુ કીકાણીના લેખ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગમાં સાયબર સફર કોલમમાં આવે છે પણ લગભગ બધા જ લેખમાં આ સમસ્યા છે. મીબો વિશેનો લેખ હોય અને મીબોની લિન્ક જ ન વંચાય તે કેમ ચાલે? ગુજરાત ચૂંટણીનાં પરિણામો ઓનલાઈન જાણવાની વાત હોય કે સલ્લુ મિયાંના બ્લોગની વાત કે પછી ધો-૧૦નું પરિણામ જાહેર થયું હોય કે વળી હજયાત્રીઓને લગતી માહિતીની વેબસાઈટ હોય, બધા જ લેખોમાં યુઆરએલ (લિન્ક)ની જગ્યાએ ગરબડીયા અક્ષરોની હાજરી ખટકતી હોય. હદ તો ત્યારે થઈ જ્યારે સૌના માનીતા, બાળકોમાં પ્રિય અને બીબીસીએ જેમને સંત વેજ્ઞાનિક કહ્યા છે તેવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પોતાની વેબસાઈટ લોન્ચ કરી જેની દિવ્ય ભાસ્કરે લિન્ક આપી રૂરૂરૂ.aણુફુયર્શ્રત્ત્ીર્શ્રીૃ.ણૂંૃ !!! (અને એક વર્ષથી આ ભૂલ સુધારવાની તસ્દી નથી લીધી… !!!)

અહીં દિવ્ય ભાસ્કરની ભૂલો ગણાવવાનો હેતુ નથી પણ જે હેતુથી દિવ્ય ભાસ્કરે લેખ કર્યો હોય તે હેતુ માર્યો જાય. લેખકની બધી મહેનત પાણીમાં જાય. વાચકને બીજી વખત વેબસાઈટની મુલાકાત લેવાનું મન ન થાય. આમ આટલી સરસ વેબસાઈટ આવી નાનકડી ભૂલોને કારણે નકામી બની જાય તે મારાથી જોવાતું ન હોવાથી આ લેખ લખ્યો છે.

ઘણા બધા લેખ પર કોમેન્ટ મૂકીને ભૂલો સુધારવા માટે દિવ્ય ભાસ્કરને વિનંતી કરી છે પણ વ્યર્થ! છેલ્લા એક મહિનાથી મુંબઈ અને અમદાવાદ બંને જગ્યાએ ફોન તેમજ ઈમેઈલ કરીને ફરિયાદ કરી પણ કંઇ ફર્ક પડ્યો નથી, લિન્કની જગ્યાએ ૩૯ જેટલા લેખો પર ગરબડીયા અક્ષરો છે તેનું લિસ્ટ પણ મોકલાવ્યું છે પણ દિવ્ય ભાસ્કર તરફથી કોઇ સુધારો જણાયો નથી!

પહેલા મને એવું લાગ્યું કે કોઇ ટેક્નિકલ કારણ સર લેખમાં ફક્ત ગુજરાતી ફોન્ટ જ વાપરી શકાતા હશે અને અંગ્રેજી ફોન્ટમાં લખવાની સગવડ જ નહીં હોય પણ ના એવું નથી અબ્દુલ કલામે ઈ-પેપર શરૂ કર્યું લેખમાં લિન્ક બરાબર અપાયેલી છે, પણ તેમાંય ગોટાળા છે ફનએનગ્યાનના વાચક હસન જણાવે છે કે તેમાં અબ્દુલને બદલે અજ્બુલ (abjulkalam) લખેલું છે!!!!

 • દિવ્ય ભાસ્કરના ૩૯, હવે ૪૦ લેખ, જેમાં લિન્કની જગ્યાએ ગરબડીયા અક્ષરો છે તેનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
 • કોઇ કારણસર આ લિન્ક ન ચાલે તો ૩૯, હવે ૪૦ લેખોના લિસ્ટની ઈમેજ ફાઈલ જોવા અહીં ક્લિક કરો.

મારો મુદ્દો હું યોગ્ય રીતે રજુ કરી શક્યો હોઉં તો આપના મંતવ્ય/ઉપાય/અભિપ્રાય/પ્રતિભાવ અહીં નીચે કોમેન્ટના ખાનાંમાં અથવા funngyan@ gmail.com પર ઈમેઈલ કરીને જણાવવા વિનંતી…

– વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ.

તા. ક. : દિવ્યભાસ્કરની નવી વેબસાઈટ આવી રહી છે…બીટા વર્ઝન જોવા માટે અહીં ક્લિક કરો.

  25 Responses to “દિવ્ય ભાસ્કર અને પ્રુફ રીડર”

 1. અનિમેષભાઈ,
  આપનો પ્રયત્ન રંગ લાવે એવી શુભકામના.
  અમે પણ ઘણા વખતથી આવું જ અનુભવીએ છીએ. પરંતુ, બીજા ગુજરાતી ન્યુઝપેપરની સરખામણીમાં તેમની વેબસાઈટ ખરેખર સારી રીતે બનાવવામાં આવી છે.

 2. yes..i have also noticed this. hope apni mahenat rang lave.

 3. સરસ અભ્યાસી લેખ અને પ્રશંસનીય પ્રયત્ન.

 4. હુ રુબરુ પ્રયત્ન કરી જોઈશ. આશા રાખીએ કઈંક સુધારો થાય !

  તમારા પ્રયત્નને દાદ દેવી જ રહી.

 5. યોગ્ય સમયે, યોગ્ય લેખ. આ એક વસ્તુ જો સુધરી જાય તો, મજા પડી જાય!

 6. મિત્રો,

  મલયભાઈએ કહ્યું તેમ વેબસાઈટ ખરેખર સારી રીતે બનાવવામાં આવી છે અને તેથી જ આ મહેનત કરું છું. કાર્તિકભાઈએ કહ્યું તેમ “આ એક વસ્તુ જો સુધરી જાય તો..” આ ‘તો’ને હટાવવા માટે સખત મહેનત કરવી પડશે કેમ કે લેખ પર લખેલી કોમેન્ટ ખબર નહીં ક્યાં જાય છે. મુંબઈ ઓફિસમાં ફોન કરો તો કહેશે કે વેબસાઈટ વિભાગ અમદાવાદ સિફટ થયો છે, અમદાવાદ ફોન કરો તેઓ કહેશે કે વેબસાઈટ તો મુંબઈથી અપડેટ થાય છે! પિલર ટુ પોસ્ટ અહીં ત્યાં ફોન લગાડ્યા પછી છેવટે કોઇ એક ‘જવાબદાર’ વ્યક્તિ સાથ વાત થઈ તો તેણે વેબસાઈટની લિન્ક મને ફોન પર લખાવડાવીને પોતાની જવાબદારી નિભાવી લીધી!!!

  છતાં મારી રીતે મારા પ્રયત્નો ચાલુ જ રહેશે આપના તરફથી ઉપાયને લગતા સુચનો આવકર્ય. જુ.કાકાએ કહ્યું તેમ રુબરુ મળીને ફરિયાદ કરવાની વાત ખરી પણ મારા જેવા અનુભવો થશે તેની તૈયારી રાખવી!

  મને એક ઉપાય ધ્યાનમાં છે તે બધા લોકો મળીને ઈમેઈલ/પત્ર દ્વારા ફરિયાદ કરે અને પત્રો/ઈમેઈલની સંખ્યા જોઇને કદાચ દિવ્ય ભાસ્કરના પ્રુફ રીડરો જાગી જાય! (જોકે અમલમાં મૂકતાં પહેલાં આપના અભિપ્રાયની અપેક્ષા)

 7. બિલકુલ સાચો રોષ છે વિનયનો.

  પ્રિન્ટ એડિશન સંભાળતા એડિટર્સ સાથે વારંવાર મારે આ વિશે વાત થઈ છે પણ એમનાથી પણ કોઈ ઉકેલ આવી શક્યો નથી.

  પ્રિન્ટ એડિશન માટે ઇન્ડિકા ફોન્ટ વપરાય છે અને સાઇટ માટે આખા લેખને યુનિકોડમાં કન્વર્ટ કરતાં જતાં, ગુજરાતી શબ્દો કન્વર્ટ થઈ જાય છે જ્યારે અંગ્રેજી શબ્દો જંક બને છે. આ મુશ્કેલી મને પણ નડે છે, કેમ કે હું પણ પહેલાં લેખ ઇન્ડિકામાં કમ્પોઝ કરું છું. બ્લોગ માટે તેને કન્વર્ટ કર્યા પછી હું દરેક અંગ્રેજી લિંક કોપી-પેસ્ટ કરી સુધારી લઉં છું. આવી નાની કાળજી ભાસ્કરની સાઇટ માટે લેવાતી નથી.

  ભાસ્કરની સાઇટ ચોક્કસપણે બીજા કરતાં સારી છે, આટલી નાની અને સુધારવી શક્ય એવી ભૂલ કેમ સુધારી શકાતી નથી એ સમજાતું નથી.

  મારા લેખ પૂરતો, મેં એક ટૂંકો રસ્તો અપનાવી જોયો – હું દરેક લેખ યોગ્ય લિંક સાથે મારા બ્લોગ (http://aalekhan.wordpress.com) પર મૂકું છું એટલે, દિવ્ય ભાસ્કરની સાઇટ પર લેખ મૂકાય એ સાથે એ લેખની કમેન્ટમાં બ્લોગની લિંક મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ, એ કમેન્ટ ક્યારેય જોવા મળી જ નથી. કદાચ લિંક સાથેની કમેન્ટ પબ્લિશ ન કરવાની નીતિ હશે.

  હું મારા પ્રયત્નો ચાલુ જ રાખું છું – સહિયારા પ્રયાસોનું પરિણામ આવે એવી આશા.

  સૌના સાથ માટે, દિલથી આભાર!

 8. શ્રી વિનયભાઇ,
  આપે ઉઠાવેલ મુદ્દો સારો છે.સાચો છે.આપની મહેનત રઁગ લાવે તેવી પ્રાર્થના.
  પથ્થર માઁ દોષ જોવાના ન હોય પરઁતુ હીરામાઁ દોષરહીતતા ની આશા સૌ રાખે!
  માન.હિમાઁશુભાઇ ના લેખના તથા દિવ્ય ભાસ્કરના મારા જેવા હજારો ગ્યાનવાઁછુ ચાહકોની લાગણી ને વાચા આપવા બદલ આભાર.

 9. બીકો એક રસ્તો મને સુઝે છે.
  હીમાંશુભાઈ જ્યારે લેખ લખે; ત્યારે અંગ્રેજીમાં લીન્કો એક જુદા પેટા લેખ તરીકે આપે, જે અલગ લેખ તરીકે કમ્પોઝ થાય – માત્ર અંગ્રેજીમાં
  આ કદાચ વ્યવહારુ ઉકેલ નીવડે.

 10. “અમારી હોટલના મેનેજર સામેની હોટલમા જમવા ગયા છે” વાળો ખેલ દિવ્યભાસ્કરન પ્રૂફ રીડરોનો થયો છે. કદાચ આપણુ લખ્યા પછી આપણેજ ના વાચીયે તો તેના જેવુ. (જો કે આ પ્રકારની અનેક ભુલો અન્ય ન્યુઝ પેપરમા પણ જોય હતી આથી એમ કે આવો કોઇક trend હશે!!!!!!!)

 11. દિવ્યભાસ્કર ક્યા ફોન્ટમાં કમ્પોઝ કરે છે તેનાથી વાચકને નિસ્બત નથી, તેને ફાયનલ આઉટપુટથી મતલબ છે.

  મુદ્દો એ છે કે એક લેખ પર જ્યારે લિન્ક મૂકી શકાતી હોય તો બીજા પર કેમ નહી?

  બીજું, ૩૯ લેખ પર આવા ફોન્ટના ગોટાળા છે તો દિવ્ય ભાસ્કરના પ્રુફ રીડરો શુ કરે છે?

  લેખ પરની કોમેન્ટ કે વેબએડિટરને કરેલી ઇમેઈલ ક્યાં જાય છે? જવાબ કેમ આપતા નથી?

 12. …અને ફોન પર લિન્ક લખાવવાનો હેતુ શું? એકલો વિનય ખત્રી દિવ્ય ભાસ્કરની વેબસાઈટ વાંચે છે?

 13. દિવ્યભાસ્કર વિશે સરસ લેખ મે પણ આવિ તકલિફ દિવ્યભાસ્કર ની વેબ પર જોય છે.તમારો પ્ર્યત્ન
  સારો છે.
  હનીફ મલેક

 14. બરાબરના અકળાયા છો તમે, કેમ?!!!

  તમારો ગુસ્સો ખોટો પણ નથી. તમારી પોસ્ટની લિંક પણ મેં પ્રિન્ટ એડિશનના એડિટસને મોકલી છે. કમેન્ટનો મારો અનુભવ પણ એવો જ છે. અગાઉ, સાવ શરૂઆતમાં મેં ફાયરફોક્સ વિશે લખ્યું હતું ત્યારે કાર્તિક મિસ્ત્રીએ ભાસ્કરની સાઇટ પર કમેન્ટ લખી હતી – લિંક વિશે જ – અને ત્યારે એ પબ્લિશ પણ થઈ હતી. એ પછી કમેન્ટ ખોવાઈ જ જાય છે.

  મારી ધારણા પ્રમાણે, વેબસાઇટ માટે અલગથી પ્રૂફરીડિંગ થતું જ નહીં હોય! મેટર પ્રિન્ટમાંથી લઈને વેબ પર ચઢાવ્યું એટલે કામ પત્યું – લગભગ આ કામ સંભાળનારા લોકો એડિટર્સ નહીં પણ ટેકનિકલ પર્સન હશે. (એમને પણ દેખાય તો ખરું જ – આગલું વાક્ય વાંચીને તમે ફરી ઉકળીને આમ બોલ્યાને?!! પૂરો સંમત છું તમારી સાથે!!)

  આપણે સાગમટું ધ્યાન દોરીશું તો હવે કદાચ ફેર પડશે એમ માનીએ.

 15. દિવ્ય ભાસ્કરની નિષ્ક્રીયતા અને વાચકોની કોમેન્ટ/ઈમેઈલની અવગણના કરવાના અભિગમથી ખરેખર અકળાયો છું.

 16. અપડેટઃ

  દિવ્ય ભાસ્કરને પહેલી વખત ઈમેઈલ કરી હતી ત્યારે ગરબડીયા અક્ષરો વાળા લેખોની સંખ્યા હતી ૩૭, આ પોસ્ટ લખી ત્યારે થઈ ૩૯ અને આજે તે સંખ્યા વધીને ૪૦ થઈ છે.

 17. વિનયભાઈ,
  તમારા પ્રયાસ સાચી દિશાના છે. પ્રિન્ટ એડિશનના તંત્રી વિભાગે મેનેજમેન્ટને ઢંઢોળી જગાડવાની જરૂર છે. કોઈ વખત વાઘને જઈને કહેવું પણ પડે કે તારુ મોં ગંધાય છે ! એ એના ભલાની વાત છે, આપણા ભલાની વાત છે, સૌના ભલાની વાત છે.
  -માવજીભાઈ

 18. અને હવે આ લેખ સાથે સંખ્યા થઈ ૪૧.

  જો તમને વાંચનનો શોખ હોય તો…
  http://www.divyabhaskar.co.in/2008/07/31/0807311418_bhaskar_city.html

 19. ઉપર જે વાત થઈ કે “અબ્દુલ કલામે ઈ-પેપર શરૂ કર્યું લેખમાં લિન્ક બરાબર અપાયેલી છે”. જે આ પ્રમાણે છપાયેલ છે “www.abjulkalam.com” જયારે તે વેબસાઈટ ખરેખર આમ છે “www.abdulkalam.com” .

 20. @ હસન

  આપની વાત સાચી છે, અબ્દુલને બદલે અબ્જુલ!! લખ્યું છે.

  દિવ્ય ભાસ્કરની વેબટીમ એકદમ આળસુ અને બેજવાબદાર છે. હજાર વખત ઈમેઈલ/કોમેન્ટ/ફોન/મોબાઈલ/રૂબરૂ જાણ કરવા છતાં કોઈ પણ સુધારો થયો નથી!

 21. તમારા ખાખાખોળા ખરેખર પ્રસસાને પાત્ર છે…

 22. આ સૌ દ્વારા રજૂ કરાયેલ ભુલો સાથે અમે સહમત છીએ. અમે અમારી ટીમ સતત એરર લેસ સ્ટોરી આપવાની કોશિશમાં છે.

  છતા કનવર્ટર અમુક ફોન્ટ કનવર્ટ બરાબર કરતુ નથી છતા અમારી ટીમ આ માટે કમિટમેન્ટ આપે છે કે ભવિષ્યમાં આપને ભુલ રહીત સ્ટોરી વાંચવા મળશે. દિવ્યભાસ્કર વેબસાઈટ અમદાવાદથી અપડેટ થાય છે.

  આ સબંધિત કોઈ પણ સૂચન કે ફિડબેક આપવા માંગતા હોય તો સંપર્ક કરો..
  Divyabhaskar press, makarba ,db web Ahmedabad,
  Ph. 079 39814087, 39888850

 23. દિવ્ય ભાસ્કરે હવે નવી MMD(Multi Media Desk)વડે ન્યુઝ અપડેટ કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં અંગ્રેજી શબ્દોને પણ સરળતાથી અપલોડ કરી શકાય છે. માટે વાચકો હવે દિવ્ય ભાસ્કરની વેબસાઈટ પર અંગ્રેજી કે ગુજરાતી વાંચવામાં કોઈ મુશ્કેલી પડશે નહી.

  24 કલાક અપડેટ થઈ દિવ્ય ભાસ્કર ગુજરાતીની એકમાત્ર વેબસાઈટ છે , જેમાં આપને વિશ્વભરમાં બનેલી મહત્વની ધટનાઓને ત્વરીત વાંચવા મળશે. આ ઉપરાંત દિવ્ય ભાસ્કરે તેની ફોટો ગેલેરીને પણ વધારે સમૃદ્ધ બનાવી દીધી છે. જેને ખાસો પ્રતિભાવ મળી રહ્યો છે.વાંચકોને માફક આવે તેવા લેઆઉટ આપવાની સાથે દિવ્ય ભાસ્કર સતત આગળ વધી રહ્યું છે.

  આ ઉપરાંત આપને કોઈ પણ મુંજવણ કે પ્રતિભાવ હોય તો અમારો આપ જરૂર સંપર્ક કરો…
  Divyabhaskar Press,
  Makarba, sarkhej Gandhinagar highway,
  Ahmedabad,
  Ph-079-39814087, 39888850
  http://www.divyabhaskar.co.in
  http://www.bhaskar.com

 24. Congrats to divya and funngyan !!

 25. વિનયભાઈને ખાસ અભિનંદન !! 🙂

  and congrats to divyabhaskar too…

Leave a Reply

%d bloggers like this: