Aug 032009
 

પ્રિય મિત્રો,

ગઈ કાલે આપણે ગુજબ્લોગ અને ગુજરાતી પોયટ્રી કોર્નર ગ્રુપમાં સ્નેહા પટેલ (અક્ષિતારક)ના કાવ્ય અને નકલ કરવાના આક્ષેપ વિશે વાંચ્યું. પહેલા તો મને સમજાયું નહીં કે આમા નકલ ક્યાં છે? પછી થયું કે કદાચ હોબાળો થયા પછી બ્લોગરે રચના હટાવી લીધી હશે. રાત્રે ફરી આ બંને રચનાઓ વાંચી ત્યારે સમજાયું કે આ તો કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીના આક્ષેપની વાત છે. કેટલાક લોકોએ સમજ્યા વગર તરફેણમાં કે વિરુદ્ધમાં કોમેન્ટ પણ કરી છે!

સ્નેહાબહેન સરસ કાવ્યો લખે છે તેમના કાવ્યો ઓર્કુટમાં ઘણા બધા પ્રોફાઈલ પર નામ  સાથે/વગર દેખાય છે, અન્ય બ્લોગ પર ક્યારેક નજરે ચડે છે.

‘તારી બાધા લઈ લઉં’ કાવ્યની વાતમાં સ્નેહાબેન કદાચ પ્રતિકાવ્યને સમજ્યા વગર નકલનો આક્ષેપ કર્યો છે.

એક કાવ્ય પરથી બીજું કાવ્ય સ્ફૂરે તેને પ્રતિકાવ્ય કહેવાય છે, બ્લોગ જગતમાં નિર્મિશ ઠાકરના પ્રતિકાવ્યો જાણીતાં છે અને મેં તે લયસ્તરો/ફોરએસવી/વેબમહેફિલ વગેરે બ્લોગ પર વાંચ્યા પણ છે, લો તમે પણ માણો.

૧. ‘કલાપી’નું એ પંખીની ઉપર પથરો… નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો

૨. હરીન્દ્ર દવેનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’નું પ્રતિકાવ્ય નિર્મિશ ઠાકર દ્વારા: લાઘવ ક્યાંય નથી કવનમાં

૩. હરિહર ભટ્ટના ‘એક જ દે ચિનગારી’ પરથી ન. પ્ર. બુચનું પ્રતિકાવ્ય યાચે શું ચિનગારી?

અપડેટ્સ…

૪. દુનિયા ફરી ગઇ (અમૃત ઘાયલ)ની પ્રતિકૃતિ રસ્તો જડી ગયો, તો – નિર્મિશ ઠાકર

૫. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર

૬. આદિલ મન્સૂરીની અમર કૃતિ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ નું પ્રતિકાવ્ય નડીની રેલમાં ટરટું નગર – નિર્મિશ ઠાકર

૭. વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો (વિવેક ટેલર) પરથી પ્રતિકાવ્ય કાં સતત તરતો રહે ત્રીજો કિનારો? – ચેતન ફ્રેમવાલા.

  9 Responses to “કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉઠાંતરીનો આક્ષેપ”

 1. thnx a lot vinaybhai.je kavi lakhto hoy tene ena vicharo sathe ek balak jevo prem hoy.ane eni sathe bhavnatmak rite bahu attech thayelo hoy.ame lakhnara aame sensitive loko.etle dil ma lagi aave.’tari badha lai lau’ line me ketla prem thi ane ket ketli vicharna pachi vichareli..eno ek j minut ma aam prtikavy rupe ans malyo etle sahan na thayu.pa6i vicharta em thayu k mari rachan na pratikavyo pan lakhay che etle saru k hu koi ni prena bani kavya lakhva mate.tem 6ata pan ek vat haji kahis k mane sapanbhai ni e vat na gami hu emni jagya e hou jo k bane j nahi ane evu hoy to pan mane e kavi mitr ne jo na game to hu ek second pan na vicharu ane e rachna delet kari dau.aama fakt ek j bhavna k tame samevala na vicharo ne man aapo cho ..baki sapan bhai jetlu vichari ne lakhvani mane tev nathi.hu to je anubhavu chu e j lakhu chu ..mane eva badha ma koi ras nathi.etle mane em k aa khotu kary thayu.baki to tame gujarati bhasha ne vadhu samjo cho etle shu kahu .mitro.tamaro aatlo mulyvan samay kadhi ne sahkar aapva badal aabhar.ane bhagvan lakhnara mitro ne vicharvani ane navu navu sarjan karvani takat aape jethi amne pan vanchvani maja pade.
  have a nice day.

  bhavishya ma pan aava sahkar ni apexa sah,

  sneha-akshitarak.

 2. uper badhi post ma aa “pratikavya” jevu shu lakhyu che???????
  mane to sapan bhai ni rachna na posting ma aavu kai jova na malyu…!!!!

 3. પ્રતિકાવ્ય એ ઓછો ખેડાયેલો પણ ઘણી શક્યતાઓથી ભરપૂર પ્રકાર છે. આ પ્રકાર ખેડનાર સભાન સર્જકને ખબર હોય છે કે એ અન્ય કવિના છંદ અને લયનો સીદો લાભ ઉઠાવે છે-ઘણી વાર તો અમુક શબ્દો (અરે પંક્તિઓ સુદ્ધા). અને એટલે જ આ પ્ર્કારમાં મૌલિકતાની ખરેખર કસોટી થાય છે. મૂળ રચનાને કોઈ નવો વિભાવ ન મને અને માત્ર ચીલાચાલુ લોકરંજક શબ્દોની ઘોંચપરોણ હોય તો નુક્કડ પરની ગુકતગૂથી વિશેષ ક્શું સિદ્ધ થતું નથી.

  નિર્મીશભાઈનું આ ક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે. પ્રતિકાવ્ય લખનાર માટે ન.પ્ર.બુચનું કાવ્ય એક ઉત્તમ દૃષ્ટાંત છે (મૂળકાવ્ય સાથે કેટલી અને કેવી છેડછાડ રચનાત્મક અને સાહિત્ય જગતમાં આદર પામે એના ખયાલ માટે).

  જો કવિના પોતાના કાવ્યો કરતા પ્રતિકાવ્યોની સંખ્યા વધુ હોય તો…..એ કયા પ્રકારની રચનાત્મકતા કહેવાય એ વાચકો અને સાહિત્ય જગત ઉપર જ છોડવું પડે!

 4. pratikavya wishe ek vaat kahu ke koi na pan kavya thi jo koi prerna madte hoye to hu manu chu em kashu kothu nathi bas, e thayan rakhuvu khas zarure koi ne bhavna ne thed na lage. koi sunder maza nu kavya kyare tame lakhi sakho ya to tamne koi anubhav thayu hoye yeah to koi sunder chez, sunder drasay tame jovo. aa baabat hindi geeto hindi filmo ma bahu j chale bas j vadho che bethi uthantrino che. aave vastu kavya ma pan bane rahe jaye ane mare math pramanane kashu kotu pan nathi jo koi kavya vachi ane tamare prerena banata hoye to ema khotu pan shu che. darek lekhe ke lekhika mati aa to garve ne vaat che jo en kavya uper pratikavya bane. aa j vastu to tamne lokpriyatane shekar laiye jase aaj ketla lok english movie jove che parnato story hindi thade ane movie banave che to akrare to original banavanar ne kadar j che aaa. ha maniyo lekak ke lekhina ke writer ne financial benefit pratikavya ma nathi madto. but prashedhie ane namna to zarur made. baki aaj koi kruti potana naam saath mokve, ke koi ne kruti naam vagar te bahu dukhad vaat che. but afsoos ana mate copy write nathi.
  paranto loko aa vastu potane rite tade sake baki koi ek kave kahe che kavita lakhve e koi khel nathi loy redaye che. bas, bhada na vichare vachi thoda mara vichar janavan man thayu asha che ke mara vichar thi koi ne mandukh nahi j thayu hoye bec u pote ave rachna ne pratirachna thi uter aapva ma j manu so that person realise the importance of there writing skill baki jo rachna ma dam nahi to koi vachse pan nahi.

  raj- Apka Dost

 5. આભાર મિત્રો.

  એક દસ લિટીની કવિતા ચાર લિટીની કવિતાની નકલ કેવી રીતે હોઈ શકે આ વાત પરથી આ પોસ્ટ બની અને પછી બહુ બધી ચર્ચાઓ. આ વખતે મને એક નવી ઉપમા મળી: ‘બચાવ પક્ષના વકીલ’!!!

  ‘પ્રતિકાવ્ય’ની મારી વ્યાખ્યા માટે પણ ઘણી દલીલો મળી કે પ્રતિકાવ્ય એટલે ‘પેરોડી’, મૂળ કાવ્યનું રમૂજી સ્વરૂપ, અહીં એવું ક્યાં છે? ‘પ્રતિકાવ્ય’માં મૂળ કાવ્યનો છંદ સચવાયો હોય, અહીં છંદ શોધી બતાવો…

  અંતે એટલું જ જણાવવાનું કે શૈલેષભાઈ શાહ(‘સપન’) પોતાના બ્લોગ પર રચનાની પહેલા પ્રેરણા સ્ત્રોત બાબત સ્પષ્ટતા કરીને આ વાતનો અંત લાવ્યો છે.

  • વિનયભાઈ.

   તમારું આ કામ જશના બદલે અપજશ મળે અને સંબધો બગડે એવું લાગે છે. કારણ કે બ્લોગમિત્રો તરફથી પણ મોટાં મનની અને સહકારની જરૂર છે. આમાં પક્ષાપક્ષી કરતાં એક મથામણની વાત છે કે શું યોગ્ય કહેવાય?

   સ્નેહાબેનને પોતાની રચના પ્રત્યેના લગાવને કારણે દુ:ખ થયેલ છે. દરેક સર્જકને પોતાની રચના તરફ એવું જોડાણ હોય છે. એમની એ પીડાને સમજવી જરૂરી હતી. એ સાચી કે ખોટી એ પછીની વાત છે. અને સ્નેહાબેન જો વધારે વાંચન સફર કરે તો એમને પણ ખ્યાલ આવશે કે આવું બનતું જ હોય છે. એમની રચના અન્યને પ્રેરણા આપે એ આનંદની વાત છે. આ શુભ તહેવારોના દિવસોમાં એમને દુ:ખ થયું એ બદલ સૌના વતી હું ક્ષમા માગું છું.આપશોને?

   જ્યારે જ્યારે આવું બને છે ત્યારે મૂળ વાત બાજુ પર રહી જાય છે ને વાત બીજા પાટે ચડી જાય છે. આ બંને રચનાઓ કેવી છે… રચનાકારે એમાં કહેવાનું યોગ્ય રીતે કહ્યું છે કે નહીં.. વગેરે બાબતોની ચર્ચા થવાના બદલે વિવાદ વધારે રંગ ભજવી જાય છે અને રચના બિચારી રાહ જોતી રહી જાય છે.

   નવા બ્લોગમિત્રોને પ્રોત્સાહન મળે એ માટે એમને પ્રતિભાવો આપવા જરૂરી છે. પણ ક્યારેક પાછળથી ખબર પડે કે એ રચના અન્યની હતી ત્યારે પ્રતિભાવ આપનારની ગણના ભોળામાં ને ક્યારેક ઉતાવળિયામાં થઈ જાય. સપનભાઈની આ પ્રેરણા-કાવ્ય દાદને પાત્ર છે. પણ એમની અન્ય રચનાઓનું શું? જે રચના એમની ન હોય તે રચનાને બને તો લિંક આપે અથવા તો કવિનું નામ લખે એ જરૂરી લાગે છે. ઉદાહરણ રૂપે એના બ્લોગ પરની આ રચના http://sapan99.blogspot.com/2007/11/school-days.html જે મારા માનવા મુજબ રમેશ પારેખનું જાણીતું બાળગીત છે.

 6. dear net friends,
  vinaybhai khub sundar kary kare che..atleast kyak man ni vat boli sakay evu to lagyu mane.etle j me aa group ma share kari hati mari vat.ek var to net par lakhvu j nahi evu pan vichari lidhelu..vinaybhai ne ek personal email pan karelo aa vise. ane rahi sambandho bagadvani vat ..na re..mara taraf thi to kai j problem nathi.ane sapanbhai e mari rachna ne blog par muki didhi mara name sathe j uper vinaybhai e kahyu j che..ane me kal na sundar majana parv par emne mara nana bhai tarike online rakhi pan bandhi che.ane e potana kavyo thaki safalta ni toch par biraje evi duvao pan aapi che.joie have sapanbhai mane didi tarike swikare che k nahi? baki aa to mukul joshi ni rachna che ne…salu lagi aave che…evo thodo ubharo thalvai gayo karan k sidho mara balak sam vicharo par prhar thayo evu lagyu..pan bija j divase me vinaybhai ne aa vat ahi j patavava mate pan kahelu pan emne etli jalid aa vat pate e manjur j kya hatu etle e bhai e ahi topic kholi didho..jo k ek kam saras thayu.mane pratikavya vise janva malyu..thnx to sapanbhai and vinaybhai..baki koi sathe mane mandukh nathi..sahej pan nahi.hu to maja mate lakhu chu..aa badha ma padis to lakhvani maja j jati rahese..hu to maru kam karis lakhvanu ane vicharo mathi ek navu sarjan karya no santosh ane anand manis.

 7. pratikaavy ni vyakhayaa ane ena ange vanchya baad mane ek new era na sandarbh ma have kai khotu nathi laagtu pehla aapne perodi athava kaartoon dwaaraa koi no pratibhaav vaanchtaa hataa.have bhai koi tena vicharo koi kaavy vanchya baad pratibhaav roope pratikaavy sandarbh badalee athavaa vartmaan pariprekshy maa lakhe e lekhak ke kavi ni swatantrta chhee
  koi na vicharo ne naa dabaavii shakaay .hun ek saaahitypremi tareeke ene aavkaaru chhu .pl. mane aavaa pratikaavyo or biju saahity e mail karee shako chho .u can send me list of good books. my email- upanishad_1@yahoo.com

Leave a Reply

%d bloggers like this: