Jan 052012
 

પ્રિય મિત્રો,

ગઈકાલે આપણે ગૂગલ પ્લસ ૧ બટન વિશે જાણ્યું. આજે જાણીએ કે આ સુવિધાઆપણે આપણા બ્લૉગ પર કેવી રીતે મૂકી શકીએ?

૧) વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટે (દા.ત. blogbooklet.wordpress.com):

વર્ડપ્રેસમાં લોગઈન થઈને કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુએ) ‘Settings’ પર ક્લિક કરી, Sharing’ પર ક્લિક કરો. ‘Sharing Settings’ નું પાનું ખુલશે જેમાં ‘Share Button’ વિભાગમાં જુઓ. ‘Available Services’માં ‘Google +1’નું બટન દેખાશે, જેની ખેંચીને (ડ્રેગ કરીને) નીચે ‘Enabled Service’માં લઈ જાઓ!

‘Enabled Services’ વિભાગ હવે આવું દેખાશે:

છેલ્લે ‘Save Changes’નું બટન દબાવવાનું ભૂલતા નહીં! તમારું કામ થઈ ગયું!

૨) સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ બ્લૉગ માટે (દાત. funngyan.com):

વર્ડપ્રેસમાં લોગઈન થઈ કંટ્રોલ પેનલમાં ‘Plugin’ વિભાગમાં જાઓ, ત્યાં ‘Addd New’ પર ક્લિક કરો. ‘Google +1 Button’ શોધી, ઈન્સ્ટોલ કરી, એક્ટિવેટ કરી લો!

  9 Responses to “ગૂગલ પ્લસ ૧ બટન તમારા બ્લૉગ પર કેવી રીતે મૂકશો?”

  1. વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ્સમાં સરળ રીત છે,
    પણ સેલ્ફ હોસ્ટેડ બ્લોગમાં કોઈપણ પલ્ગઇન તેના રેટિંગ્સ્ અને રીવ્યુ વાંચીને કરવું કેમ કે ક્યારેક તે તમારા સેલ્ફ હોસ્ટેડ બ્લોગસ્ ને સેલ્ફડૅડ પણ કરી શકે છે !!

    સરસ માહીતી વિનયભાઈ… 🙂

  2. ખૂબ સુંદર..ઉપયોગી માહિતી–માર્ગદર્શન.
    આભાર…વિનયભાઈ

  3. આ રીતે કરવાથી અગાઉની પોસ્ટ પર પણ આ બટન આવી જશે?

  4. વિનયભાઇ, મેં ટ્રાય કરી જોઇ પણ મારાથી ન થઇ શક્યું.

    • હોમ પેજ પર પણ ગૂગલ +૧ બટન દેખાય તે માટે ‘Sharing Settings’ના પાના પર નીચે પ્રમણેની વધારાની સેટિંગ કરવી જરૂરી છે:

      હોમ પેજ પર ગૂગલ +૧નું બટન દેખાય તે માટેની સેટિંગ

  5. Thank you very much for giving such a useful information.

  6. આભાર વિનયભાઇ, હવે બરાબર થઇ ગયું છે. હોમપેજ પરથી પણ દરેક પોસ્ટ પર દેખાવા લાગ્યું છે.

  7. Thank you for good information! 🙂

Leave a Reply

%d bloggers like this: