Mar 052009
 

પ્રિય મિત્રો,

આપને ખબર હશે જ કે આ બ્લોગનો જન્મ કેવી રીતે થયો. એક નવોદિતાની રચના અને સિદ્ધહસ્ત કવિ શ્રી મનોજ ખંડેરિયાની રચનામાં ગજબનું સામ્ય હોવાથી પ્લેજરીઝમ વિશે ચર્ચા કરતાં કરતાં થઈ ગોલમાલ સાથે તડાફડી અને તેમાંથી થયો આ બ્લોગનો જન્મ.

આજે આપણે વાત કરવાના છીએ બ્લોગ જગતમાં પ્રસરેલી પ્લેજરીઝમ વિશે. સૌ પ્રથમ આપણે જોઇએ આ ત્રણ રચનાઓ:

 1. પ્રથમ રચના નાસિર કાઝમીની છે. જેને નુસરત ફતેહ અલી ખાને ગાઈ છે જેનો વિડિયો આપણે ગઈ કાલે જોયો.
 2. તે પછી બીજા નંબરે છે તેનો ગુજરાતી ભાવાનુવાદ ‘અનિમેષ’ દ્વારા.
 3. ત્રીજા નંબરે છે હાસ્ય-દરબાર અને તુલસીદલ ફેમ ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીની રચના.
  આ રચના સુરેશ જાની સંપાદિત કાવ્યસૂર બ્લોગ પર ૧૭મી જાન્યુઆરીના મૂકવામાં આવી છે: http://kaavyasoor.wordpress.com/2009/01/17/maari_jindagi_rajendra/
  Update: કાવ્યસૂર પર આ કવિતાની તારીખ બદલી નાખવામાં આવી છે. હવે આ કવિતા અહીં છે.

મેરી જિંદગી હૈ તુ

પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય. આજકાલ ગુજરાતી બ્લોગ જગતમાં તેની ફેશન થઈ પડી છે. નવોદિતોથી લઈને મગજના ડૉક્ટરો પણ આવી રીતે મહેનત કર્યા વગર અન્યની રચના/વિચાર પોતાના નામે ચડાવી સસ્તી પ્રસિદ્ધી પામવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.

વર્ડપ્રેસ પર ટોપમાં દેખાતા કેટલાક બ્લોગ ફક્ત કૉપી-પેસ્ટ વડે ચાલે છે. વસાવેલા પુસ્તકોમાંથી ગમતી રચના શોધીને તેને ટાઈપ કરી તેમાંથી ભૂલો જોઈ-સુધારી, યોગ્ય ફોર્મેટમાં બ્લોગ પર પોસ્ટ કરવામાં સારો એવો સમય અને ચીવટ માંગી લે છે. જ્યારે નકલખોરો આવી મહેનત કરવી ગમતી નથી. તેઓ અન્ય બ્લોગ પર મુકાયેલી રચનાની ઊઠાંતરી કરી પોતાનો બ્લોગ સમૃદ્ધ કરતા રહે છે. કૃતિની કે બ્લોગની મૌલિકતા જાણ્યા વગર તેને બિરદાવનારા ભાવુક વાચકો પણ મળી રહે છે તે ખરેખર દુઃખની વાત છે.

ઊઠાંતરીનો બીજો પ્રકાર છે રચના સાથે તેના મૂળ લેખકનું નામ ન લખવું જેથી ભોળા વાચકો બ્લોગરની રચના સમજીને વાહ વાહ કરે! આપણે ફરિયાદ કરીએ તો કહે લેખક/કવિનું નામ ખબર નથી તેથી નથી લખ્યું! રચનાકારના નામની જાણ ન હોય તો “અજ્ઞાત” લખી શકાય પણ તે માટે દાનત હોવી જોઇએ.

તફડંચીકારો વિશે આપના મંતવ્ય જણાવો. આપને પણ આવા અનુભવ થયા જ હશે. તેની વિગતો સાથે અહીં કોમેન્ટ બોક્ષમાં અથવા મને ઈમેઈલ કરીને જણાવો.

આવતી કાલે ઉપાય વિશે….

  17 Responses to “પ્લેજરીઝમ – નવોદિતાથી ન્યુરોસર્જન સુધી”

 1. જયદીપનું જગત
  મારી ભાષા, મારા વિચારો, મારું જગત…
  Home
  મારા વિશે…
  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસમા
  આ રીતે લખ્યું છે…
  આને શું ગણવું?
  jump to navigation Sonnet of Mrs. Browning and કવિ કાન્ત August 31, 2006
  Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
  trackback
  Say over again and yet once over again,

  That thou dost love me. Though the word repeated

  Should seem a ‘cuckoo-song’, as thou dost treat it,

  Remember never to the hill or plain,

  Valley and wood, without her cuckoo-strain,

  Come the fresh Spring in all her green completed!

  Beloved, I, amid the darkness greeted

  By a doubtful spirit-voice, in the doubt’s pain

  Cry… Speak once more… thou lovest! Who can fear

  Too many stars, though each in heaven shall roll-

  Too many flowers, though each shall crown the year?

  Say thou dost love me, love me, love me-toll

  The silver iterance!-only minding, Dear,

  To love me also in silence, with thy soul.

  હવે જુઓ, કવિ કાન્ત દ્વારા અનુવાદીત આ કાવ્ય:

  કહે, કે ચાહે છે : ફરી ફરી કહે, કે જિગરથી

  મને ચાહે છે તું : કવિવર! સુખેથી વચન એ

  લખ્યું કાવ્યે તેવું પરભૃત તણું કૂજન બને !

  વિચારી લે, વ્હાલા ! રસમય ટહૂકા વગર એ

  નદીતીરે, ખીણે, અગર ગિરિપૃષ્ઠસ્થિત વને,

  બધી લીલા સાથે નહિ કદી વસંત પ્રગટતી!

  પડ્યાં દૈવી જેવાં મધુર વચનો કૈં શ્રુતિ પરે,

  હતી અંધારે ત્યાં; પ્રિયતમ ! પ્રતીતિ નહિ થતાં

  તને ચાહું છું, એ ફરી પણ કહે, એમ વિનવું.

  કહે માટે, ચાહું, જિગર થકી ચાહું, પ્રસરતી

  ભલે વાણી એ તો રજત જ ઝણકાર સરખી,

  અને એકાંતોમાં પણ નહિ જતો માત્ર વિસરી!

 2. 🙂 …

  ખુબ જ સરસ વિનયભાઈ…

  મારા બ્લોગ પરથી પણ અગાઉ આ રીતે ઉઠાંતરી થઈ હતી પણ એ કોઇ પોસ્ટ નહોતી .. એ હતું “મારા વિશે” નું લખાણ અને Copyright વિશે નું લખાણ જે એક વિજેટ પર છે .. અને ત્યાં સુધી કે એ વિજેટનું મથાળુ પણ એ નું એ જ છે …હજી પણ …

  પણ મને થયેલું કે આ થોડી નાની બાબત છે એટલે એને ઉછાળી નહી… અને બની શકે કે નવા બ્લોગર હોય એમ વિચારીને મેં મારું પોતાનું “મારા વિશે” નું લખાણ જ બદલી નાંખ્યું હતું !!! 🙂

  છતાં હજી પેલું વિજેટ તો પૂરેપૂરું એમ નું એમ જ છે .. !!! હું જસ્ટ આ લખતાં પહેલાં જ જોઇને આવ્યો… 🙂

  હાલમાં તો એ બધા ભાઈઓ ખુબ Famous થઈ ગયા છે સાહિત્યની દુનિયામાં … ઘણી સારી રીતે સાહિત્યનું કામ કરી રહ્યા છે … એ વાતનો મને વધારે આનંદ છે ..

  છતાં પણ નવા બ્લોગર્સ દ્વારા આગળની પાટલી પર બેસેલા મિત્રની ઉત્તરવહીમાંથી નિબંધ (અથવા કોઇ પણ મૌલિક લખાણ) સીધે સીધો ઉઠાવવાની વૃત્તિ જેમ બને તેમ ઓછી થાય એ વધારે અપેક્ષિત છે … !!!

  આ આખી વાત મેં ફોરએસવી.કોમ ના વાત-ચીત ફોરમમાં પણ પ્લેજરીઝમના થ્રેડમાં કરી હતી…

  બાકી તો ત્યારપછી સાઈડબારમાં કોપીસ્કેપ(tm) ની નોટીસ ખાલી બિવડાવવા માટે મૂકી દીધી હતી… !!! 🙂

  ત્યારબાદ આવી ઘટના નજરે ચડી નથી પણ હવે તો હાલત(રીસેશનમાં વધી ગયેલું કામ અને કામના કલાકોના લીધે) એવી છે કે સમયે નથી મળતો બધે નજર ફેરવવાનો… આ તો ગુગલ રીડરમાં જે પણ પસંદગીના બ્લોગ્સ add કર્યા છે એની અપડેટ્સ મળે રાખે…

  બાકી ગુજરાતી બ્લોગ-જગતને વળગતાં રોગોને પકડીને એમને જડમૂળથી ઉખેડવાનું જે તમે સાચ્ચે જ ભગીરથ કાર્ય કરતાં આવ્યા છો.. તેને માટે સો-સો સલામ… gud job well being done… keep it up વિનયભાઈ.

 3. સાચી વાત છે વિનયભાઈ,

  અને આપને જાણ છે તેમ આ કોપી પેસ્ટ કર્તાઓના લીધે મને પણ ઘણું સહન કરવું પડ્યું જેની આપને જાણ છે જ…..

  પણ આ એક ટેવ છે, કે કુટેવ છે, આપના કે આપણા દ્વારા કરાતા ફરીયાદી મેઈલ્સની પણ આમના પર કોઈ અસર થતી નથી…..

  ઉપાયની રાહ જોઈશું…..

  જીગ્નેશ.

 4. વિનયભાઈ તમારા સંશોધનને PHD ની ડીગ્રી મળી શકે એટલી લગનથી તમે આ બાબતે કામ કરો છો. જેમ PDF ફાઈલમાં કોપી કરવું શક્ય નથી તેંવી સુવિધા બ્લોગ અને સાઈટમાં શક્ય છે કે કેમ તે અંગે માહિતી આપશો. જો આવી સુવિધા હોય તો કોપી કીટાણુંઓ ફેલાવાની શક્યતા ઘણી ઘટી જાય.

 5. ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીની રચનાને પાસવર્ડથી પ્રોટેક્ટ કરીને કાવ્યસૂરના સંપાદક અને બ્લોગ જગતના દાદા શ્રી સુરેશ બી.જાની પ્લેજરીઝમને પ્રોટેક્ટ કરતા હોય એવું નથી લાગતું?

 6. Password= Protection TRUE
  But
  Password = Privacy too

 7. જગ જાહેર વાતને હવે છુપાવવાથી શું ફાયદો?

  ડૉ. ત્રિવેદીએ આ કવિતા મિત્રવર્તુળમાં રજુ કરી હોય તો અલગ વાત છે પણ જ્યારે કાવ્યસૂર પર રચના પ્રગટ થઈ ગઈ છે ત્યારે સંપાદક તરીકે તેમની જવાબદારી રહે છે.

 8. તમે આ વિશે અહીં આ લેખ લખ્યો પછી સુરેશ જાનીએ પાસવર્ડ આપ્યો કે તે પહેલાથી જ હતો? જો આ લેખ પોસ્ટ થયા પછી આ પાસવર્ડ અપાયો હોય તો તે સુરેશ જાની માટે યોગ્ય નથી. કારણ કે એમની સાઈટ જો “પ્રાઈવેટ” હોય તો રોજ એમના બ્લોગની મુલાકાત લેવા માટે બધાને ઈ-મેઈલ ના કરવા જોઈએ. અને તેઓ gujarati_humanists નામનું ગ્રુપ ચલાવે છે. અમાનવીય પ્રવૃત્તિઓને પ્રોટેક્ટ કરીને આવા ગ્રુપ ચલાવવાનો અર્થ?

 9. આદરણીય પ્રિયંકાબેન, વિનયભાઈ અને આ બાબત જે કોઈની લાગણી દુભઈ હોય તે સૌને વીદીત થાય કે,

  આ બાબત જાહેરમાં ચર્ચા કરવાની મારી સહેજ પણ ઈચ્છા નથી.
  જેમને આ બાબત મારા વીચારો જાણવા હોય, તે મારો ઈમેલ શ્રી વિનય ભાઈ પાસેથી મેળવી મને ઈમેલ કરી શકે છે.

  માનવતાવાદમાં જેમને રસ હોય તેમને પણ મારી સાથે ચર્ચા કરવા આમંત્રણ છે.

 10. Dear Mr. Suresh,

  Was curious to know that when you create(copy) some good “rachana”, you are willingly disclosing it in public.

  But if something bad came for it then you dont.

  Would like to know any anonymous reason to not to discuss such things in public.

  Thanks,
  Adi

 11. માનનીય મીત્ર અદી / Was impressed by Mr. Suresh Jani

  મારી બે કોમેન્ટો વાંચી મારા સરનામે ઈમેલ કરશો?

 12. Update:

  કાવ્યસૂર પર આ કવિતાની તારીખ બદલી નાખવામાં આવી છે. હવે આ કવિતા અહીં છે.

 13. અહીં કરવામાં આવેલી બધી અનામી કોમેન્ટો કાઢવા વીનંતી.

  હું ચોક્કસ વીશ્વાસથી એમ માનું છું કે, એ આપ કે આપના સજ્જન મીત્રોએ નથી જ લખી. એ બહારવટીયાઓના દૃષ્ટીબીંદુઓ તમને ગમતાં હોય તો પણ એ દુર કરવામાં સૌજન્ય છે.

 14. આ કેવુઁ ? સુરેશ જાનેી ને બધાના બ્લોગ પર જઈ ઊઁજ્હાનો પ્રચાર કરતી કોમેન્ટ કરવાની છૂટ, લોકોનેી રચનાઓ પર ટિપ્પ્ણેી કરવાની છૂટ બેીજા કોઈએ એમની પર ટિપ્પ્ણી કરવાની છૂટ નઈ. જાનિ સાહેબ બધુ ત્મારી જોહુકમી પ્રમાણે જ ચલ્લાવવાનુ. અહી કોઈએ ગાળાગાળી કરી નથી. તમારા દ્રષ્ટિબિઁદુથી ઊધો દ્રષિબિઁદુ બેજાનો હોય તે સ્વીકર કરવાની તૈયરે રાખો.

  મારે કોઈને સાથે ઈમેલથી વાત કરી રોજ બ્લોગ ની મુલાકતે આવજો એવા ઈમેલ મેળવવવ નથી , સ્પામ વધારવા નથી. મરી સાથે આ બ્લોગ પોસ્ટ ના મુદા પર વાત કરવિ હોય તો અહી જ આવજો.

  વિનયનો બ્લોગ છે . એમને લોકશાહી ઢબે થથે ચર્ચામાઁ રસ હશે અને મારી વાત સાચી લાગશે તો આ કોમેન્ટ રખસે નહી તો કાઢી નાખસે.

 15. UPDATE:

  છેવટે આ કવિતા હટાવી લેવામાં આવી છે.

 16. […] એકવાર પ્લેજરીઝમ અને કોપી-પેસ્ટ અંગે વિનયભાઈ ખત્રીએ ચલાવેલી લડતને સલામ કરીને […]

 17. Vinay bhai… Bhare tadafadi boli plejrizam vishe… have to kavita j nahi , akho blog hatavi dihdo lage chhe …???

Leave a Reply

%d bloggers like this: