Dec 262007
 

એક સુંદર મજાના ખુશનુમા દિવસે જંગલમાં એક સસલો પોતાના દર પાસે બેસીને ટાઈપરાઈટર પર કશુંક ટાઈપ કરી રહ્યો છે ત્યાં એક શિયાળ ત્યાંથી પસાર થાય છે.

શિયાળ: “શું ચાલે છે?

સસલો: “સંશોધન”

શિયાળ: “શું વિષય છે?”

સસલો: “સસલાઓ શિયાળને કેવી રીતે ખાઈ જાય છે તે વિશે પી.એચ.ડી. કરું છું.”

શિયાળ: “શું ધડ માથા વગરનો વિષય છે, સસલાઓ શિયાળને ખાઈ જ ન શકે.”

સસલો: “ચાલ મારી સાથે, હું તને દેખાડું…!”

બંને સસલાના દરમાં જાય છે. થોડા સમય પછી સસલો શિયાળના હાડકાને ચાટતો ચાટતો બહાર આવે છે અને પોતાના ટાઈપરાઈટર પર મંડી પડે છે.

થોડી વારમાં એક વરુ ત્યાં આવે છે અને સસલાને એક ધ્યાન થઈને ટાઈપ કરતો જુએ છે.

વરુ: “આ શું લખી રહ્યો છે?”

સસલો: “હું થિસિસ લખી રહ્યો છું કે સસલાઓ વરુને કેવી રીતે ખાઈ જાય છે”

વરુ: “અને તને લાગે છે કે આ ગધેડાને તાવ આવે તેવા વિષય પર તું ડૉકટર થઈ શકશે?”

સસલો: “ચોક્કસ! તને શંકા હોય તો જાતે જોઈ લે..”

સસલો અને વરુ બંને દરમાં જાય છે અને થોડા સમયે એકલો સસલો બહાર આવે છે અને ટાઈપ કરવા લાગી જાય છે.

અંતે એક રીંછ આવીને પૂછે છે: “શું કરે છે?”

સસલો: “હું રિસર્ચ કરું છું કે સસલાઓ રીંછને કેમ ખાય છે.”

રીંછ: “આ એક અશક્ય અને વાહિયાત વાત છે.”

સસલો: “ચાલ હું તને (શક્ય) કરી બતાવું…”

અંદરકી બાત: જેવા બંને સસલાના દરમાં પ્રવેશે છે, રીંછના મોતિયા મરી જાય છે. સામે સિંહ ઉભો હોય છે!

મોરલ ઑફ ધ સ્ટોરી: સંશોધનનો વિષય શું છે તે બહુ મહત્વનું નથી, પણ સલાહકાર કોણ છે તે વધારે મહત્વનું છે!

  16 Responses to “મેનેજમેન્ટ સ્ટોરી: સસલાનું સંશોધન”

  1. હા હા હા …

  2. very very good – moral of the story is the most appropriate
    Achyut

  3. વાહ! વાહ!

  4. Correct!!!!

  5. i remeber listening moral stories when i was kid,
    good one,

  6. જરુરત છે એક નજરની.

  7. આ સિંહ સાચો કૃતજ્ઞ છે. મેનેજમેન્ટ સ્ટોરી નં ૪માં સસલાએ કરેલા ઉપકારનો બદલો મેનેજમેન્ટ સ્ટોરી નં ૫માં વાળી દીધો!

  8. Really good story dear,

    I feel this goes to all masters’s students who are going for or undergoing thesis.

    Really excellent…….

    You are now turning from tadaphadi to moral boosting…..

    good work indeed

  9. સુન્દર વાત..

  10. good idea for select guruji 🙂

  11. મોરલ ઓફ ધ સ્ટોરી

    ૧. હવેનાં સસલાં સિંહ સાથે કોલોબરેશન કરે છે, એમને સીધા જ કૂવામાં નથી ઉતારતા.
    ૨. લોકતંત્રમાં સસલાનીયે વેલ્યૂ હોય છે. એકલો સિંહ પાપડ પણ ન ભાંગી શકે. સસલાનેય ખબર હોય છે કે પાપડનો એકાદ ટુકડો જોઈતો હશે તો સિંહની સાથે જ એલાયન્સ બનાવવું પડશે.
    ૩. જાણે મો. ગાંધીજી અને મો. ઝીણા (બીજેપીવાળા સ્તો!) ભેગા મળીને નક્કી કરે છે કે… (અઁ… જવા દો નથી લખવું!, શિયાળ, વરુ અને રીંછ નારાજ થઈ જશે, પાછા.)

    બે વાત ન સમજાણી :
    ૧. આવું સ્માર્ટ સસલું કોમ્પ્યુટરના બદલે ‘હજી’ ટાઇપરાઇટર કેમ વાપરે છે!
    ૨. પ્રમોદ મહાજનની ગેરહાજરી છતાં આવું એલાયન્સ રચાયું કેવી રીતે!

    હશ્શે. જંગલવાળાઓને ગમ્યું તે ખરૂં…

  12. wah! wah! vartamaan paristhi ne sachot reete varnavatee story.

Leave a Reply

%d bloggers like this: