Jan 022016
 

પ્રિય મિત્રો,

૨/૩૬૬

lecture pkuczy

વૉટ્સએપ પર ફરતું એક ચિત્ર આવ્યું જેમાં એક વ્યક્તિ માઈક પર ભાષણ આપી રહી છે અને તે માઈકના વાયર્સ આગળ જતાં ગટરની પાઈપ બની ગટરમાં જઈ પડે છે! જોરદાર અને ધારદાર કટાક્ષ હતો ભાષણબાજી પર. આ ચિત્ર જોઈ તેના કલાકાર વિશે જાણવું અને બ્લોગ પર જણાવવાનું નક્કી કર્યું અને આ આજની પોસ્ટ.

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરી આ સટાયરનો શહેન્શાહને ખોળી કાઢ્યો. તેમનું નામ છે પાવેલ કુજેન્સ્કી (Pawel Kuczynski) અને તેમનો ફેસબુક પેજ આ છે. તેમની બધી રચનાઓ આ પેજ પર જોઈ શકાય છે.

આપણી આસપાસ બનતી ઘટનાઓનું ધારદાર નિરુપણ કરી યુધ્ધ અને શાંતિ, વાતાવરણ, અમિર અને ગરીબ, હિંસા, જીવન, સમાજ, ટેક્નોલોજી, આપણી ગતિ, અધોગતિ વિશે વિચારતા કરી મૂકે તેવા અન્યથી અલગ એવું એનું સર્જન કરતો આ કળાકાર ૧૯૭૬માં પોલેન્ડમાં જન્મ્યો છે. ફાઈન આર્ટ એકેડમિનો આ સ્નાતક ગ્રાફિક્સમાં માહેર છે અને ૨૦૦૪થી કાર્યરત છે. અત્યાર સુધીમાં ૧૦૦ જેટલાં ઈનામ મેળવ્યાં છે. ૨૦૦૫માં ‘Eryk’ નામનું ‘નવોદિત કાર્ટુનિસ્ટ’ તરીકેનું ઈનામ પોલિસ કાર્ટુનિસ્ટ એસોસિએશન તરફથી મળ્યું હતું.

પાવેલના કહેવા પ્રમાણે તે તેના દરેક ચિત્રમાં એક કરતાં વધુ વાત કહેવાનો પ્રયત્ન હોય છે. શબ્દો વાપર્યા વગર ચિત્ર દ્વારા ચપળતાથી સમાજ, રાજકારણ અને સાંસ્કૃતિક વાસ્તવિકતા પર પોતાના ભાવ પ્રગટ કરે છે.

પ્રથમ નજરે મજાકિયા લાગતા તેના ચિત્રો ધ્યાન જોતાં આજના યુગની ગંભીર સમસ્યાઓ પ્રત્યે વિચારતાં કરી મૂકે છે.

rich_poor_train

rich_poor_car

fire gas_safe

ભારેખમ તિજોરીને ગેસના ફુગ્ગાની જેમ પાવેલ જ દેખાડી શકે! માન ગયે!

નવા વાચકો નોંધ લે કે વધુ ચિત્રો માટે કળાકારની વેબસાઈટ/ફેસબુક પેજ/પાવેલ કુજેન્સ્કીની રચનાઓની મુલાકાત લેજો.

– વિનય ખત્રી

વિશેષ વાંચન

  2 Responses to “સટાયરનો શહેન્શાહ – પાવેલ કુજેન્સ્કી”

  1. Waaah. Nice sharing. Ek mast artist sathe olakh karavi.

  2. સુંદર પરિચય કરાવ્યો છે.

Leave a Reply

%d bloggers like this: