May 232016
 

પ્રિય મિત્રો,

નેટ પર જાતજાતનાં પડિકાંઓ ફરતા હોય છે અને જો તમે તેને સાચું માની લીધું તો તમારું આવી બન્યુ.

એવું જ એક પડિકું ફરે છે – હરિદ્વારના બાબા રામદેવના પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કમાંથી હથિયારનો મોટો જથ્થો મળ્યો!

 ફેસબુક લિન્ક

આ વાત સાચી કે ખોટી જાણવા ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે હથિયારના ફોટા જે આ પોસ્ટમાં મૂકવામાં આવ્યા છે તે તો રાજકોટમાંથી મળેલા હથિયારના છે! જુઓ ચિત્રલેખાફૂલછાબ અને દિવ્ય ભાસ્કરનો આ લેખ.

કેવીરીતે અણસમજુઓને અને માહિતીની ખાતરી કર્યા વગર સાચી માની લેતાઓને ખોટી માહિતી પીરસવામાં આવે છે.

એવું જ બાબા રામદેવ બાબત છે. બાબા રામદેવ કાળું નાણું લાવવાની વાત કરે છે અને તેમના પોતાના ઉત્પાદનો વગર બિલે વેચે છે એવી માહિતી મને લળી, ખાતરી કરવા માટે મેં પતંજલિ સ્ટોરની મુલાકાત લીધી અને મેં ટૂથપેસ્ટ અને બિસ્કિટ લીધાં તો મને આ બિલ પણ મળ્યું. બંને ઉત્પાદનો ખરેખર સારા છે, વાપર્યા પછી આ પોસ્ટ લખું છું.

ટૂંકમાં કોઈ એક વેપારી બિલ ન આપતો હોય તો તેમાં પણ બાબા રામદેવનો વાંક ગણાવીને બાબા રામસેવને વગોવવાવાળા ઓછા નથી.

હું બાબા રામદેવનો સમર્થક કે ‘શેર-એ-હિન્દ’નો વિરોધી નથી. ખોટી માહિતી જોઈ એટલે આ પોસ્ટ બનાવી.

– વિનય ખત્રી

  4 Responses to “પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કમાંથી હથિયારનો મોટો જથ્થો મળ્યો”

  1. MNCs will go to any extent to protect their kingdom.

  2. Support Baba Ramdev, Support Make in India

  3. અમારા વીસ્તારમાં પતંજલીના બે સ્ટોર છે. બન્નેમાંથી ખરીદી કરીને બીલ માંગવમાં આવે તો બીલ આપતા નથી. બાબા રામદેવ તો કાળુંનાણું પરત લાવવાની છાંટ મારે છે અને તમે બીલ આપતા નથી તો સાચું શું,..? એમ કહીએ ત્યારે તેઓ પાસે કોઈજવાબ નથી. એક સ્ટોરમાં બહેન બેસે છે.બીજા સ્ટોરમા નીવૃત્ત વૈજ્ઞાનીક બેસે છે. બન્નેના મોઢે બીલ માટે તાળાં માર્યા છે.

  4. ભારતમાં નાના નાના કરિયાણા કે પરચુરણ સ્ટોરોમાં પહેલેથી બીલ આપવની રસમ છેજ નહીં. અને આપે તો પણ સાદા પેપર ઉપર આપી દયે. અમુક સ્ટોરો વેટ ભર્યા વગરનો માલ વેચતા હોય, એ સ્ટોરોને બીલ એટલે શું એજ ખબર નથી હોતી…. જેમ માલ્યાને બેંકના પૈસા લીધા પછી પાછા આપવાના ન હોય તેમ….(પ્રેમથી મળેલી વસ્તુ કે પૈસા પાછા અપાતા હશે…?? પાછું આપીએ તો આપનારને કેટલું બધું ખોટું લાગે ???)..!!! એમ હવે કોઈ સ્ટોરવાળા, બાપદાદાના જમાનાથી ચાલતું આવતું હોય તેમ બીલ ન આપતાં હોય…

    ફોટાઓ તો ખરેખર રાજકોટના છે. અને ઉપર લલિતભાઈએ જણાવ્યા મુજબ વિરોધી પાર્ટીઓ કે કંપનીઓ જો પાછળ પડી જાય તો ભલભલાના “ભુક્કા” બોલાવી દયે છે…બીચ્ચારા રામદેવજી….

Leave a Reply

%d bloggers like this: