Feb 112016
 

પ્રિય મિત્રો,

૪૨/૩૬૬

આમ તો જૂનો પણ હાલમાં ફરી સર્ક્યુલેટ થયેલો ડૉ. એપીજે અબ્દુલ કલામ સાહેબનો બાળપણમાં જ્યારે તેઓ છાપું વહેંચતા ત્યારનો ફોટો ગણાવીને સોસિયલ મિડિયામાં ફેરવવામાં આવતો ફોટો….

paperboy

સાચો છે પણ અબ્દુલ કલામ સાહેબનો નથી. હિન્દુ અખબારના એક લેખ ‘ડિલિવરીંગ ધ વર્લ્ડ એટ યોર ડોરસ્ટેપ‘માંથી લેવામાં આવ્યો છે.

પુરક માહિતી/ચિત્ર સૌજન્ય

ફોટોને બ્લેક એન્ડ વ્હાઈટ બનાવી શેપિયા ટોન આપી ફોટો જુનો હોય એવો ભાષ ઊભો કરી આપણાં માનીતા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામ સાહેબનો ગણાવી લાઈક/કોમેન્ટ/શેર ઉઘરાવનારાઓને જનતા માફ નહીં કરેગી…!

– વિનય ખત્રી

  2 Responses to “અબ્દુલ કલામ સાહેબનો બાળપણનો છાપાના ફેરીયા તરીકેનો ફોટો”

  1. પહેલી વખત જોયો ત્યારે જ સમજી ગયો હતો કારણકે સાઇકલનું મોડલ નવું છે.. 🙂

  2. જો કોઈને બાયોપીક ફીલ્મ ઉતારવી હોય તો આ આઈડેયા કામ લાગે……………!! જોકે સાયકલ ન બદલી શકાય, પણ મોડેલ ને જુની સાયકલથી કામ ચલાવાઈ જાય.. જોકે આતો મુવી ઉતારનાર માટેનો આઈડીયા છે….

Leave a Reply

%d bloggers like this: