Feb 122008
 

પ્રિય મિત્રો,

તડાફડી પર જાણવા જેવું વિભાગમાં થોડા સમય પહેલાં એક પોસ્ટ મૂકી હતી પેન્સિલ વડે અદભૂત કળા જેમાં પેન્સિલો વડે રચાતા ત્રિપરિમાણ શિલ્પકળાની વાત હતી, આજે આપણે જાણીશું કાગળ વડે રચાતી અદભૂત કળા વિશે.

hold-on

૧૯૬૭માં ડેન્માર્કમાં જન્મેલા પીટર કોલેસન કાગળને કોતરીને અદભૂત આકારો ઉપસાવે છે. તેમની રચનાઓ એક A4 પાનાથી લઈને આદમ કદ સુધીની છે. તેમની રચનાઓની થીમ સામાન્ય રીતે પરીકથાનું અર્થઘટન અને બાળપણની યાદો આધારીત હોય છે, જેવી કે Castle, Folding અને Jukebox.

બાળપણની ખોવાયેલી ભૂમિ પર આધારીત તેમની રચનાઓમાં ક્યારેક સ્વપ્ન અને સત્ય એકમેકમાં મળી જતા જોવા મળે તો ક્યારેક સામસામે ઉભાં હોય! કલ્પનાને કોતરતાં કોતરતાં તેઓ જીવંત રચનાઓ ટ્રેજી-કોમિક રીતે રજુ કરે છે.

હમણાં હમણાં તેઓ ફક્ત સફેદ કાગળ પર તેમની કળા અજમાવે છે.

તેમની વેબસાઈટ પર આ પેજ જરુર જોજો: A4 પેપરકટ, ફ્રેમ્ડ પેપરકટ, લાર્જ ફ્રેમ્ડ પેપરકટ અને હા, લાર્જ સ્કેલ પેપરકટ ઇન્સ્ટોલેશનના પાના પર આદમ કદની રચનાઓ જોવાનું ભુલતા નહીં.

કાગળ કોતરવા ઉપરાંત તેઓ ચિત્રકળા, પાણી પર તેમજ બરફ પર પણ તેમની કળા અજમાવે છે.

ઓવર ટુ Peter Callesen.

papercraft-art-from-one-she

(તેમની મુલાકાતમાંથી કેટલાક અંશો અહીં લેવા હતા પણ તે મુલાકાત ડેન્માર્કની ભાષા ડેનિશમાં છે અને મને કોઈ સારું ટ્રાન્સલેટર મળ્યું નહીં)

  13 Responses to “કાગળ વડે અદભૂત કળા”

 1. ઘણું જ સુંદર…
  પીટર સાહેબ પરથી ઘણી પ્રેરણા લઈ શકાય એમ છે. એમણે કળાને સાચુ માન આપ્યું છે.

  અનિમેષભાઈને આ પોસ્ટ બદલ ખુબ જ ધન્યવાદ.
  ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા કરીને અમને આ રીતે જ માહીતી પૂરી પાડતા રહેજો.

 2. તમારી ખંખા ખોળી સારી છે.

 3. શાબાશ …. ઓરીગામીના ચાહક આ જીવને આ કળા ઘણી જ ગમી.

 4. જોઈને આશ્ચર્ય થયું…. આ કેવી રીતે બનાવી શકાય?!!

  અદભુત… અદભુત…

 5. આ બધી વસ્તુઓ મેં મેઈલમાં અથવા તો બીજે કશે ઘણી વખત જોઈ છે… પરંતુ એની વધારે જાણકારી તો અનિમેષભાઈના બ્લોગ ઉપરથી મળે છે…

  ખરેખર THANKS for giving such kind of information

 6. આ બધી વસ્તુઓ મેં મેઈલમાં અથવા તો બીજે કશે ઘણી વખત જોઈ છે… પરંતુ એની વધારે જાણકારી તો અનિમેષભાઈના બ્લોગ ઉપરથી મળે છે…

  ખરેખર THANKS for giving such kind of information

 7. આ બધી વસ્તુઓ મેં મેઈલમાં અથવા તો બીજે કશે ઘણી વખત જોઈ છે… પરંતુ એની વધારે જાણકારી તો અનિમેષભાઈના બ્લોગ ઉપરથી મળે છે…

  ખરેખર THANKS for giving such kind of information

 8. તમામ વાચકોનો આભાર.

  આવી રીતના ચિત્રો આપ કોઈ પણ ફન ગ્રુપમાં (દા. ત. ફનલોક) જોડાશો તો દરરોજ ઢગલાબંધ ફોર્વર્ડેડ ઈમેઈલ્સ આપના ઈનબોક્ષમાં ઠલવાશે પણ તેમાં ક્યારેય તેના રચયિતાનું નામ કે તેના વિશેની માહિતી નહીં હોય! બસ આઠ-દસ ફોટાઓ હશે અને તે પણ મૂળ રચયિતાની વેબસાઈટ પરથી લેવાને બદલે કોઇ ભળતીજ વેબસાઈટ પરથી લીધેલા હશે!

  આવું શું કામ કરતા હશે તે મને ન સમજાણું, પણ મને જે સમજાણું તે હું કરું છું…

 9. બહ સરસ!!!!
  કલા કાગળમાથી પણ નિપજાવી શકાય…એક સફેદ કાગળ માત્ર થોડી ક્રીએટીવીટી વાપરવાથી કેટલો કલાત્મક અને અર્થ સભર બની શકે તે જાણી ખરેખર આનંદ થયો.
  સાથે સાથે કલાકારનો ફોટો પણ તેની કલાની સમજ સાથે મુક્યો તેથી માહીતી પોતે પુર્ણ બની શકી.

 10. ખરેખર ખુબજ આશ્ચર્યજનક લાગે છે!!!!!!!!! requires full concentration અને સાથે મનની શાંતિ……….!!!!!!!!!!

 11. very good art!!.. brilliant..

Leave a Reply

%d bloggers like this: