Apr 212010
 

પ્રિય મિત્રો,

બ્લૉગ જગતમાં આજકાલ જે કંઈ થઈ રહ્યું છે તે વિશે જાણીતા કવિ શ્રી પંચમભાઈ શુક્લએ લંડનથી એક મસ્ત મજાની હઝલ લખી મોકલાવી છે. હઝલની શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે તેઓ લખે છે, “બ્લોગજગતના સાંપ્રત ડહોળાયેલા વાતવરણની અસર રૂપે જન્મેલી આ હઝલ તમને રવાના કરું  છું. આશા છે માણવી ગમશે. શક્ય છે આ હઝલના અમુક અશઆર ચોક્ક્સ પ્રકારના બ્લોગ/બ્લોગર જૂથોને લાગુ પડતા હોય એમ બનવાનો પૂરો સંભવ છે આથી સહુને બંધબેસતી પાઘડી પહેરવાની છૂટ છે.”

બ્લૉગજગતને તીરે (નાળે) તીરે (નાળે) – પંચમ શુક્લ

આ જોડણી, આ કોષને પૂંઠે દબાવી દઉં,
વાચાળ-ને-ખામોશને પૂંઠે દબાવી દઉં.

અકરાંતિયા માફક મળે તે ઝટ ગટર ઓરું,
હર સ્વાદના સંતોષને પૂંઠે દબાવી દઉં.

આ બોલનારા એમ ભસનારા કરડનારા,
નપુસંક સહુના રોષને પૂંઠે દબાવી દઉં.

મણમણની સોફાવ્યાં છતાં હૈયે નથી ટાઢક,
દિવેલ દઈ આક્રોશને પૂંઠે દબાવી દઉં.

આનંદથી, થઈ બેફિકર, ગમતું ઘસે રાખું,
આ સાર્થ-ઊંઝા દોષને પૂંઠે દબાવી દઉં.

આ શબ્દની બેઠક ઊપર બેઠા પછી હરરેક-
મસૃણને ને ઠોસને પૂંઠે દબાવી દઉં.

હું એમ સમલૈંગિક ચુંબનની ઘડી ઉજવું,
મુજ ઓષ્ઠ પરના ગ્લૉસને પૂંઠે દબાવી દઉં.

એ પાર્વતીનું શવ લઈ તાંડવ રચે પહેલા,
નટરાજ આસુતોષને પૂંઠે દબાવી દઉં.

૨૦-૪-૨૦૧૦

(શબ્દાર્થ: મસૃણ = કોમળ, સુંવાળું, મુલાયમ)

  31 Responses to “બ્લૉગજગતને તીરે (નાળે) તીરે (નાળે)”

 1. saaheb “હઝલ” na hoy “ગઝલ” hoy…… loko ni bhulo sudharta pahela… pote 100% perfect bani ne batao…

  loko na vaak ane bhulo kadhavi bahu sahelu chhe…

  • ચેતનભાઈ તમે આટલા સમયથી કવિતાનો બ્લોગ ચલાવો છો તમને ‘હઝલ’ બાબત ખબર નથી?!!!

   હાસ્ય ગઝલને ટૂંકમાં હઝલ કહેવાય, નેટ પર સર્ચ કરશો તો જાણવા મળશે કે કયા કયા ગઝલકારોએ ‘હઝલ’ પર હાથ અજમાવ્યો છે!

   • જોકે પંચમભાઈની અટકમાં શુક્લની જયાએ શક્લ લખાયું છે તે ખાલી જાણ ખાતર. લોકો જોયા-જાણ્યા વગર જ કોમેન્ટ કરે છે એ પણ જબરું.

    • સુધારી લીધું છે! 🙂 આભાર!

    • કૉમેન્ટ તો ઠીક પણ બે-અઢી વર્ષથી કવિતાઓનો બ્લોગ પણ ચલાવે છે!!!!

   • લો મારી કોમેન્ટમાં પણ જગ્યાને બદલે જયા લખાઈ ગયું..

   • કોઈ પણ કામ બને એટલા પરફેક્શનથી કરવાની ટેવ ના હોય તો ઘણી વાર આવી ગફલત થઇ જતી હોય છે … પણ મારા હિસાબે જયારે ભાષાને લગતી પ્રવૃત્તિ હોય તો મસ્તિષ્કને બને તેટલી વધુ કાર્યક્ષમતા સાથે વાપરવું જોઈએ … જેથી કરીને આ રીતે આપણી ઉપર આંગળીઓ ના ઉઠે … આ વસ્તુ મેં પણ મારા સ્વાનુભવે શીખી છે ..

    • ” મારા સ્વાનુભવે ” ખોટું છે. ‘મારા’ ની જરૂર નથી જ્યારે ‘ સ્વાનુભવે ‘ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હોય. (સ્વ+અનુભવે) સ્વ એટલે જ મારા ! પરફેકશનની વાત છે તેથી મેં અહીં સ્પષ્ટતા કરી છે.

 2. ચેતનભાઇ,
  ગુજરાતી સાહિત્ય જગતમાં હાસ્ય ગઝલ માટે ’હઝલ’એ ધૂરંધર ગઝલકારો દ્વારા સહજ રીતે ઘણા સમયથી પ્રયોજાતો શબ્દપ્રયોગ છે…

 3. વાહ પંચમભાઈએ મજા કરાવી દીધી..

 4. hmm saras.. aaje navo sabd sikhava malyo “હઝલ”…

  aabhar…

 5. vivechan kaDak pan hazal saras

 6. તાંડવને બંધ કરીને બેસું હવે ધ્યાનમાં
  નહીંતો ગઝલ કે હઝલનેય પૂંઠે દબાવી દઉ.

 7. સરસ પ્રયોગ.મજા પડી અભિનન્દન.
  કિશોર મોદી ધૃતિ મોદી

 8. બ્લોગના વિષય પ્રત્યેની કોઈ લાયકાત વગર બધા જ બ્લોગ ખોલીને બેસી જાય છે. જેમ હવે વડાપ્રધાનથી માંડીને વડાપાઉં વેચનારાના હાથમાં મોબાઈલ હોય એમ બ્લોગનું પણ એવું જ છે. એવો જ આ એક નમૂનો લાગે છે ચેતન.

 9. સરસ હઝલ પંચમભાઈ. અભિનંદન.

 10. एक ज रचनामां आटला जोडणी-दोषो अने तेय आटआटला सुजाण वाचकोने नड्या नहि एनुं अचरज थाय छे. નપુસંક નહિ પણ નપુંસક, ઊપર નહિ પણ ઉપર, ઉજવું નહિ પણ ઊજવું, પહેલા નહિ પણ પહેલાં, આસુતોષ નહિ પણ આશુતોષ! खरेखर, सार्थ-ऊँझानी पूँठ दबावी ज दईए!

  • પ્રતિભાવો તો મળે જ ને…

   હઝલ કોની છે..!

   પંચમભાઈની…

   પ્રતિભાવ જરા ઓછા જણાય છે…

   • ઓલોલોલો.. માનવ – જેવી કોમેન્ટ કરશો એવી જ કોમેન્ટ મળશે એ યાદ રાખવું – પછી ફોન ન કરતાં..

 11. Very humorous Hazal with great sattire!
  Also, enjoyed to read all comments on this.
  Sudhir Patel.

 12. મઝાની હઝલ
  ડો.પંચમ શુક્લ નામથી બ્લૉગજગત જરાપણ અજાણ્યું નથી જ
  નિરંતરા નિબિડ અરણ્યમાં તો હું ભૂલો પડું,
  આ ફૂલ-છોડ આંગણે,તરત મને મળી જજે.
  ઊઠી લહર કો થામ લિયો,
  લહર લહર કિરતાર ચઢો.
  આવી અર્થગહન લખનાર કવિની આ હઝલમા એમ ભસનારા,કરડનારા,નપુંસક,સમલૈંગિક ચુંબન
  શબ્દો કઠે છે! એકપણ અરુચિકર શબ્દ ન વાપરનારા રાજેન્દ શુક્લ,ધૈવત શુક્લ વિ.ની હરોળમાના…….
  હશે ઈશ્વરઈચ્છા

 13. ઉપર ઘણી ચર્ચા થઇ ગઇ…એટલે માત્ર પંચમજીની હજલ વિષે કહીશ કે અમે આ બ્લોગમાં પ્રવેશ કર્યો તે ખાસ તો શિખવા માટે …અને તે મે મારા બ્લોગની પ્રસ્તાવના માં કબુલ કર્યુ છે… કેટેગરી પ્રમાણે આટલા વખત પછી અમુક લોકોના ખાસ વ્યક્તીત્વ મારા મગજમાં ફીડ થયાં છે અને તે પ્રમાણે હું તેઓશ્રી પાસેથી અપેક્ષા પણ રાખું તે સ્વાભાવિક છે… અને તેવુ કઇક આચમન થવું જરુરી છે…

 14. સુંદર હઝલ. પંચમભાઇ હઝલને વિષયોની ખોટ નથી એ તમે પુરવાર કર્યું.

 15. Knowing Pancham personally since college, I appericiate his creativeness & love for our “MAATRU-BHASA” eventhough his background is engineering & now living in western world.

  keep it up dear !

  PS_I urge readers to encourage the Gujarati Writers who dare to write new literature in this diificult time when our own people are running away, this writers are real hope for our beloved “GUJARATI”!

 16. વાહ! ખુબજ સરસ હઝલ બની છે,
  મને રદ્દિફ નો પ્રયોગ ખુબ ગમ્યો , હાસ્યની સાથે આક્રોશના પણ દર્શન થાય છે….

  કોઈએ કહ્યુ છે કે “Humor is one way to represent serious thing” 🙂

 17. પંચમ ભાઈ આપનો ઈ-મેઇલ મળ્યો…

  ખુબ જ સરસ હઝલ છે..

 18. પંચમભાઈએ હાસ્યાત્મક વાસ્તવિકતાની અભિવ્યક્તિ કરી છે જે ખરેખર ચોટદાર-જોરદાર છે. જાણીતી ઉક્તિ મુજબ સત્ય હંમેશ કડવું હોય છે-જેની સુપર્બ પ્રતીતિ પ્રસ્તુત હઝલમાં થઈ છે…ધન્યવાદ !

Leave a Reply

%d bloggers like this: