પ્રિય મિત્રો,
કીટલી લઈને ફરતા રાજસ્થાની ચાવાળાથી લઈને ૩૧ ડિસેમ્બરની ફાઈવ સ્ટાર ન્યુ યર પાર્ટીમાં ધૂમ મચાવનાર તમીળ ફિલ્મનું રજનીકાંતના જમાઈ ધનષે ગાયું છે અને કમલ હાસનીની દીકરી પર ફિલ્માવવામાં આવવાનું છે તે ટેંગ્લીશ ગીત ‘વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી?‘ મૂળ ઓરિજિનલ રચના નથી અને અનુ મલિકની સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘મુંબઈ સે આયા મેરા દોસ્ત’નું ગીત ‘ગાંવ મુજે પ્યારા લગે, શહેરો કા કિનારા લગે‘ પરથી પ્રેરીત છે એમ સંદેશનો આ લેખ કહે છે. કૉપીરાઈટ બાબદ અનુ મલિકે દરિયાદીલી દર્શાવી છે એમ લેખમાં જણાવાયું છે.
વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી? (વિડિયો, સૌ: સોની મ્યુઝિક અને યુટ્યુબ)
મુંબઈ સે આયા મેરા દોસ્ત (વિડિયો, સૌ: અલ્ટ્રા અને યુટ્યુબ)
બંને ગીત સાંભળ્યા પછી મને કંઈ સરખા પણું દેખાયું નહીં, તેથી થયું ચાલો અહીં બંને ગીત રજુ ક રી આપની મદદ લઉં. કરશો ને? તમારા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!
વિશેષ વાંચન અથવા ઉપર લેખમાં મૂકેલી લિન્ક્સ ફરી એક વાર એક સાથેઃ
- વ્હાય ધીસ કોલાવેરી કોલાવેરી દી? (વિડિયો, સૌ: સોની મ્યુઝિક અને યુટ્યુબ)
- કોલાવરી ડી ગીત મારી નકલ છે: અનુ મલિક – સંદેશ
- મુંબઈ સે આયા મેરા દોસ્ત (વિડિયો, સૌ: અલ્ટ્રા અને યુટ્યુબ)
પ્રિય મિત્રો,




