Jun 232016
 

પ્રિય મિત્રો,

જેવી રીતે લોકોને ૪૮ ઈંચનું એલઈડી ટીવી મફતમાં મળ્યું હતું, તેવી જ રીતે હવે રીબોકના જૂતાં મફત મળે છે એવો મેસેજ ફરે છે –

reebokfree

લિન્ક પર ક્લિક કરતાં આવું દેખાય છે અને વોહી પુરાની રફતાર – ૧૦ મિત્રો કે ગ્રુપમાં આ મેસેજ મોકલવાનું કહેવામાં આવે છે.

reebok

કેટલા નવરાધૂપ, આળસુ અને મફતનું લેવાની ઈચ્છાવાળા આ મેસેજ પોતાના સગા/મિત્રો/ગ્રુપમાં મોકલીને સ્પામરની મદદ કરી રહ્યા છે. પોતાના સગા/મિત્રોના સંપર્કો સ્પામરને ધરી દેતા લોકોથી સાવધાન અને તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો મોકલનારને આ લેખ વાંચવાનું કહેજો અને તમે પણ જો મફતમાં રીબોકના શૂ પહેરવાની ઈચ્છાને દબાવી શક્યા ન હોય તો તમે જેને જેને આ મેસેજ મોકલ્યો છે તેને જાણ કરજો કે આ એક સ્પામરની ચાલ હતી અને હું તેનો ભોગ બન્યો/બની છું.

– વિનય ખત્રી

Jun 222016
 

પ્રિય મિત્રો,

ગઈકાલે મૂકેલી પોસ્ટ ચાર વર્ષની બાળકી – સોસિયલ મિડિયાનો સદુપયોગ/દુરુપયોગ પરથી મને સોસિયલ મિડિયામાં અલગ અલગ પોલિસ સ્ટેશનના નામે ફરતો બીજા એક બાળકનો ફોટો યાદ આવ્યો…

missing

આ બાળકની તસવીર એટલી દયામણી છે કે કોઈ પણ વ્યક્તિ આ ફોટો ફોર્વર્ડ કરવાનો જ છે. આ વાતનો લાભ લઈ સોસિયલ મિડિયામાં પોતાનું સ્ટેટ્સ (લાઈક/શેર/કોમેન્ટ/ફોલોવર) વધારવા લોકોએ અલગ અલગ શહેરના પોલિસ સ્ટેશનોના નામે આ ફોટો ફેરવ્યો.

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં રાજસ્તાન પત્રિકા દ્વારા જાણવા મળ્યું કે પાંચ વર્ષનું આ બાળક પાકિસ્તાનથી લાપતા થયું હતું અને અને બે વર્ષે પછી રાજસ્તાનમાંથી મળ્યું.

– વિનય ખત્રી

Jun 212016
 

પ્રિય મિત્રો,

ગઈકાલે વૉટ્સએપ પર એક મેસેજ આવ્યો, જેમાં ૪ વર્ષની બાળકીનો ફોટો હતો અને લખ્યું હતું – ‘અમદાવાદના કાળુપુર રેલ્વે સ્ટેશન પર આ બાળકી મળી છે. તમારી પાસે જેટલા પણ ગ્રુપ હોય તેમાં શેર કરો જેથી આ બાળકી તેના માતા-પિતા સુધી પહોંચી શકે. આપની એક સેક્ન્ડ કોઈને ઘરે પહોંચાડી શકે છે.’

girl4y

સોસિયલ મિડિયામાં આપણી કોઈને મદદ કરવાની ભાવના સાથે રમત કરતા ઘણાં મેસેજ ફરે છે. એટલે સ્વાભાવિક શંકા ગઈ અને ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ બાળકી તો કલકત્તામાં હાવડા સ્ટેશને મળી છે!

મારી શકાં વધુ બળવતર બની અને વધુ ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ બાળકી ખરેખર નાગપુર સ્ટેશન મળી હતી. બાળકીનું નામ અવની જૈન છે. અવનીનો ફોટો સોસિયલ મિડિયામાં વાયરલ થયો અને તેણી તેની મમ્મી સુનયના જૈન પાસે ૨૦ મિનિટમાં પહોંચી ગઈ! આ ફોટોમાં @RailMinIndia અને સુરેશ પ્રભુને ‘ટેગ’વામાં આવ્યા હતા.

માહિતી અને ચિત્ર સૌજન્ય – ઈન્ડિયન એક્સપ્રેસ અને ટ્વીટર

કોઈએ સોસિયલ મિડિયાનો સાચો ઉપયોગ કરી ૪ વર્ષની બાળકીને તેની માતા પાસે ૨૦ મિનિટમાં પહોંચાડી, તો કોઈ એ જ બાળકીના ફોટાનો અને સોસિયલ મિડિયાનો ઉપયોગ કરી ખોટી માહિતી ફેલાવીને લોકોની બીજાને મદદ કરવાની ભાવના સાથે રમત રમે છે અને અલગ અલગ શહેરના નામે મેસેજ ફેરવીને પોતાનું સોસિયલ સ્ટેટ્સ ઉપર લાવવા આવા દાવપેચ અજમાવે છે!

– વિનય ખત્રી

Jun 202016
 

પ્રિય મિત્રો,

પેકિંગની અંદરથી નીકળતાં રમકડાંને કારણે બાળકોને પ્રિય એવા ચોકલેટ ટ્રીટ ‘કિન્ડર જોય‘ વિશે ઘણાં સમયથી નેટ પર એક મેસેજ ફરે છે:

જેમાં એક ચોક્ક્સ પ્રકારના મીણનું કોટીંગ ઘરાવતી આ વાનગી ન ખાવાની અને આ મેસેજ ફોર્વર્ડ કરવાની વાત છે. તેમાં લખ્યું છે કે એ મીણથી કેન્સર થાય છે. વધુ અસરકારકતા લાવવા માટે કેટલાક લોકોએ તો તેમાં એક લોહીના કેન્સરના દર્દીનો ફોટો નેટ પરથી શોધીને ઉમેરી દીધો છે!

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ વાત સાચી નથી. એક તો મીણનું કોટીંગ નથી અને બીજું મીણ કેન્સર જનક નથી. માહિતી સૌજન્ય – હોક્ષસ્લાયર અને હોક્ષ ઓર ફેક્ટ

– વિનય ખત્રી