પ્રિય મિત્રો,
મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ…!

(ચિત્ર સૌજન્ય paksc.org)
-વિનય ખત્રી
ફનએનગ્યાન.કોમ
પ્રિય મિત્રો,
ગઈકાલે પિનટરેસ્ટ વિશે પોસ્ટ બનાવી હતી તે વાંચીને મુંબઈથી ખીચીકાકાનું સૂચન આવ્યું કે વિનય, આ પ્રકારની સેવા આપતી બીજી પણ સાઈટ્સ હશે જેનો બ્લૉગ પર પરિચય કરાવ…
ખીચીકાકાને આપ ઓળખતા જ હશો, જેમણે કૉપી-પેસ્ટિયાઓ માટે સોફ્ટવેર બનાવવાની વાત કરી હતી!
આ સૂચન પાછળ ખીચીકાકાનું કહેવું એમ હતું કે કૉપી-પેસ્ટિયાઓ નક્કામી વાનર નકલ કરીને ગધેડાની જેમ કૉપી-પેસ્ટ કરવાની મજુરી કરે છે. ગમતા લેખ મિત્રો સાથે શેર કરવા માટે સોસિયલ બુકમાર્ક સેવા જેવા સ્માર્ટ વિકલ્પ છે જ!
તો ચાલો, ખીચીકાકાના સૂચનને માન આપીને, આજે આપણે જોઈએ કે આ સોસિયલ બુકમાર્ક સેવા શું છે, કેવી રીતે કામ આવે અને આ સેવા આપતી પ્રચલિત અને પ્રમુખ સાઈટ કઈ છે?
સૌપ્રથમ સોસિયલ બુકમાર્ક સેવાની ઉપયોગીતા સમજીએ.
ધારો કે, ઈન્ટરનેટ સર્ફ કરતાં તમને એક સરસ મજાની વેબસાઈટ કે બ્લૉગ કે લેખ હાથ લાગી ગયો તો તેને ફરી વાંચી શકય તે માટે શું કરશો? તે લેખ મિત્રોને વંચાવી શકાય તે માટે શું કરો?
ફરી વાંચવા માટે તમે તેને તમારા બ્રાઉઝર પર ‘ફેવરીટ’ કે ‘બુકમાર્ક’ કરી શકો. મિત્રોને વંચાવવા માટે?
કદાચ આ પ્રશ્નનો સ્માર્ટ જવાબ કેટલાક લોકો પાસે નથી હોતો એટલે તેઓ લેખક/પ્રકાશકના કૉપીરાઈટની ‘ઐસી કી તૈસી’ કરી તરત જ કીબોર્ડ પર કંટ્રોલ એ (સિલેકટ ઑલ) અને કંટ્રોલ સી (કૉપી) કરી પોતાના બ્લૉગ પર નવી પોસ્ટ બનાવી તેમાં કંટ્રોલ વી (પેસ્ટ) કરી દેતા હશે!
બીજું બ્રાઉઝરમાં સેવ કર્યા હોય તે ફેવરીટ્સ કે બુકમાર્ક્સ ફક્ત આપણા કૉમ્પ્યુટર પર આપણે હોઈએ ત્યારે કામ આવે, પણ આપણે જ્યારે મિત્ર કે ઑફિસ કે સાયબર કેફેના કૉમ્પ્યુટર પર હોઈએ ત્યારે નકામા!
આ બધી સમસ્યાઓનું સમાધાન એટલે સોસિયલ બુકમાર્ક સેવા. નીચે દર્શાવેલી સાઈટ્સ જાણીતી સાઈટ છે જે આ સેવા બહુ જ સારી રીતે આપે છે:
૧) ડિલિશિયસ
આ સેવાનો પરિચય આગળ ઉપર આપણે કરી ગયા છીએ. આ સાઈટ પર તમે તમારું ખાતું ખોલાવ્યું ન હોય તો આજે ખોલાવી લો, કાલે આપણે આ સાઈટનો (અપડેટેડ) પરિચય કરીશું અને પ્રેક્ટિશ કરીશું…
૨) મીબો
૩) ડિગ
૪) રેડ્ડીટ
૫) સ્ટંબલ અપોન
આજે બસ આટલું, વિગતવાર પરિચય આવતી કાલે…
પ્રિય મિત્રો,
ગઈકાલની ઘડિયાળવાળી પોસ્ટ બની તેની પાછળ એક સાઈટનો હાથ હતો અને તે સાઈટ છે – પિનટરેસ્ટ!
આ સાઈટ એક જાતનું વર્ચ્યુઅલ પિનબોર્ડ છે જે ઈન્ટરનેટ પર ગમી ગયેલી સુંદર મજાની વસ્તુને એક જગ્યાએ ગોઠવી શકીએ છીએ અને આપણી ગમતી વસ્તુઓ બીજા સાથે ‘શેર’ કરી શકીએ છીએ અને બીજાને ગમતી વસ્તુઓ આપણે જોઇ શકીએ છીએ. આમ આ સાઈટનો ઉપયોગ કરીને મનગમતી વસ્તુઓનો ‘વર્ચ્યુઅલ’ સંગ્રહ બનાવી શકાય છે.
દા.ત. જાત જાતના ઘડિયાળનો સંગ્રહ…

તો માણો જાત-જાતની અને ભાત-ભાતની વસ્તુઓના સંગ્રહ અને/અથવા બનાવો તમારો પોતાનો સંગ્રહ પિનટરેસ્ટ.કોમ પર!
આ સાઈટ તમને કેવી લાગી? કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે….!
પ્રિય મિત્રો,
રવિવારે મુકેલી પોસ્ટમાં એક ચિત્ર મૂકીને પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી બતાવો: આ શું છે? શેનું ચિત્ર છે? તેનો જવાબ છે: ઘડિયાળ. મોટાભાગના પ્રતિભાવકોના જવાબ સાચા છે. ભાગ લેનાર દરેકનો આભાર અને અભિનંદન.
વિગતવાર વાત કરીએ તો આ શબ્દ ઘડિયાળ (word clock) છે જે વર્તમાન સમય શબ્દોમાં દર્શાવે છે. નીચે દર્શાવેલું ચિત્રમાંનું શબ્દ ઘડિયાળ પોણા ત્રણ વાગ્યા છે એમ દર્શાવે છે!
એક સમય હતો જ્યારે દરેકના ઘરમાં મોરબીના લોલકવાળા ઘડિયાળ જોવા મળતા, પછી ધીમે ધીમે લોલકવાળા ઘડિયાળની જગ્યાએ ક્વાર્ટ્ઝ ઘડિયાળ આવી ગયા.
શોખીન વ્યક્તિઓ જૂના/નવાં, એન્ટિક કે આધુનિક ઘડિયાળ લાવીને દિવાલે ટાંગતી થઈ અને પોતે (પોતાની ચોઈસ) કંઈક હટકે છે એવું ઘરમાં પ્રવેશનારને દિવાલે ટાંગેલી ઘડિયાળ જોઈને પ્રતિત કરાવવા લાગી.
ક્રિએટિવ વ્યક્તિઓ સમયની સાથે પોતાની ક્રિએટિવિટી દર્શાવવા માટે કેનવાસ પર કુદરતી દૃષ્ય દોરીને તેને ઘડિયાળ વાળી ફ્રેમમાં મઢાવીને દિવાલની શોભા વધારવા લાગી.

આવા જ પ્રયાસમાં, ઓસ્ટ્રેલિયાના ડાઉગ જેકસન નામની વ્યક્તિએ ઘરની શોભા વધારનારું અને જોનારને વિચારતા કરી દે તેવું, સરળ અને ઓછા ખર્ચમાં જાતે બનાવી શકાય તેવું ઘડિયાળ બનાવ્યું. ડાઉગ કહે છે કે આ શબ્દ ઘડિયાળ બનાવવા પાછળ બે કારણો છે, ૧) મારી પત્ની મેઘન, જે અંગ્રેજી શિક્ષક છે, તેને આશ્ચર્યજનક ભેટ આપવાનો વિચાર અને ૨) લોકોને સરળ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ જાતે બનાવતાં શીખવવાનો.
શબ્દ ઘડિયાળ વિશે સચિત્ર અને વિગતવાર માહિતી (કેવી રીતે બનાવશો? કયા કયા પાર્ટ્સ લાગશે?) માટે આ સાઈટની મુલાકાત લો: http://www.dougswordclock.com
જુલાઈ ૨૦૦૮માં પણ આવો જ એક પ્રશ્ન પૂછ્યો હતો, ઓળખી કાઢો આ શું છે?
| Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. | Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara | Suffusion theme by Sayontan Sinha |
આપના પ્રતિભાવ