Jan 122010
 

પ્રિય મિત્રો,

બાઈક પર લાંબી મુસાફરીનો નિર્ણય કર્યા પછી તમને સતત સતાવતો સવાલ એ હોય છે કે સાથે શું શું લઈ જવું. વધારે પડતા સામાનને કારણે મુસાફરી બોજમય તો નહીં થઈ જાયને? ફલાણી વસ્તુ તો ભૂલાઈ ગઈ, હવે? આવા પ્રશ્નોના સરળ ઉપાયરૂપે આ પેકિંગ લિસ્ટ રજુ કરું છું (જેમાં સુધારાને અવકાશ છે). આ પેકિંગ લિસ્ટ પ્રમાણેની વસ્તુઓ એક અઠવાડિયા અગાઉથી એકઠી કરી લેવી. નવું કોઈ ઉપકરણ પ્રવાસમાં લઈ જતા હો તો અઠવાડિયા પહેલાથી વાપરવાનું શરૂ કરી દો.

બાઈક પર લાંબી મુસાફરીમાં શું શું સાથે લઈ જશો તેનું પેકિંગ લિસ્ટ:

[અગત્યની વસ્તુઓ]

 • હેલ્મેટ (આખું મોઢું ઢંકાય તેવી)
 • ડ્રાયવિંગ લાયસંસ
 • આર. સી. બુક
 • વાહનના વીમાની રસીદ
 • રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ
 • મોબાઈલ અને તેનું ચાર્જર
 • ટોર્ચ (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
 • અલાર્મ ક્લોક (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
 • કેમેરા (આજકાલ મોબાઈલમાં જ હોય છે) અથવા પ્રોફેશનલ કેમેરા, મેમરી કાર્ડ, બેટરી, ચાર્જર, ટ્રાઈપોડ
 • મનગમતું પુસ્તક અને અથવા વોકમેન/આઈપોડ/MP3 પ્લેયર (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
 • નકશા અને GPS નેવિગેટર (આજકાલ મોબાઈલમાં જ હોય છે)

[કપડા]

 • બે જીન્સ (અથવા અન્ય જાડા કપડાની) પેન્ટ. એક પહેરવાની બીજી સાથે લેવાની.
 • નાઈટડ્રેસ
 • સ્વીમિંગ કોસ્ચ્યુમ, સન લોશન ક્રિમ
 • બેથી ત્રણ ટીશર્ટ
 • બે લાંબી બાંયના શર્ટ
 • ગંજી, મોજા, અંડરવેર્સ, રૂમાલ
 • ટૂવાલ
 • નેપકિન
 • હાથ મોજા (કોટન/ઊન/લેધર, ઋતુ પ્રમાણે)
 • જેકેટ (ડેનિમ/લેધર/રેક્જિન, ઋતુ પ્રમાણે)
 • બુટ
 • સ્નીકર્સ/ચંપલ
 • સન ગ્લાસિસ
 • રેઈનકોટ (વરસાદની ઋતુ માટે ખાસ જરૂરી)
 • માથાની ટોપી (ડેનિમ/ઊન, ઋતુ પ્રમાણે)
 • પ્લાસ્ટિક બેગ્સ (ભીના-સુકા કપડા મૂકવા માટે)

[કોસ્મેટિક્સ]

 • નહાવાનો સાબુ
 • કપડા ધોવાનો સાબુ
 • શેમ્પુ
 • ટૂથબ્રશ
 • ટૂથપેસ્ટ
 • ઊલિયું
 • ડિઓ
 • દાઢી કરવાનો સામાન
 • દાંતિયો

[બાઈક માટે]

 • મિની ટૂલ કીટ (સામાન્ય રીતે બાઈકની સાથે આવતી હોય છે, તે)
 • વધારાની એક ટ્યુબ (લાંબી મુસાફરી માટે જરૂરી, અંતરિયાળ વિસ્તારમાં પંક્ચર કાઢવાવાળા મળી જશે પણ ટ્યુબ બદલવાની જરૂર પડી તો યોગ્ય માપનું ઓરિજિનલ ટ્યુબ શોધ્યુ નહીં મળે).
 • બાઈકની બીજી ચાવી. સાચવીને રોકડ રકમ સાથેની બેગમાં મૂકવી.

[જરૂરી વસ્તુઓ]

 • ડાયરી અને પેન
 • નજીકના સગા અને સહપ્રવાસીઓના ફોન/મોબાઈલ નંબર લખેલી ડાયરી કે યાદી.
 • પાણીની બોટલ
 • ચાદર/શાલ
 • નાયલોનની દોરી (સામાન બાંધવા તેમજ કપડા સુકાવવા કામ લાગશે)
 • દવાઓ (ડ્રાયવિંગ સમયે લઈ શકાય કે કેમ તે ડૉક્ટર પાસેથી જાણી લેવું જરૂરી)

અને છેલ્લે…

તમારા આખા દિવસની મુસાફરીની મજા અને ગુણવત્તા આગલી રાતે તમે કરેલી ઊંઘના સમપ્રમાણમાં હોય છે…!

વિશેષ વાંચન

આવતીકાલે બાઈક પર સલામત સવારી કેમ કરશો?

  5 Responses to “લાંબી મુસાફરીમાં શું લઈ જશો?”

 1. and yeah SWISS ARMY KNIFE is also important for such journeys. very useful and handy tool

 2. hitar paani garam karva, nail cutter, soy dora ni kit

 3. If possible make plan about where you will stop for break and change riders. It will help to rush towards your directions. and Yes Swiss Knife will help many times.

 4. બધુજ બરાબર

Leave a Reply

%d bloggers like this: