Feb 212013
 

પ્રિય મિત્રો,

બહુ લાંબા વિરામ બાદ આજે ફરી હાજર છું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જયભાઈ વસાવડાનો લેખ મૂક્યો તે પછી આખા વર્ષમાં ફક્ત બે પોસ્ટ જ મૂકી શક્યો હતો:

૧) માર્ચ મહિનાના આરંભે અને

૨) એક દિવસીય પર્ટટન – મોરાચી ચિંચોલી

સમયના અભાવે બ્લોગ લેખન શક્ય નહોતું બન્યું. આ વર્ષે આવું નહીં થાય એ આશાએ આજે વિશ્વ માતૃભાષા દિવસે બ્લૉગ લેખન ફરી શરુ કરી રહ્યો છું. આ વખતે નિયમિત લખવું છે. દરરોજ નહીં તો પણ દર અઠવાડિયે લખવું છે. કેટલાય વિષય મગજમાં ચાલી રહ્યા છે, બધાયને કાગળ પર, આઈમીન બ્લોગ પર મૂકવા છે.

બ્લૉગ જગતમાં કૉપી-પેસ્ટિંગ અને પ્લેજરીઝમ ચાલુ જ છે, તાજેતરમાં મેહુલ સોલંકી પોતાના બ્લોગ પર અન્યના લેખ/કવિતા વગેરે લેખક/કવિના નામ વગર મૂક્યા છે એ ઘટસ્ફોટ રાઓલજી તેમના ફેસબુક સ્ટેટસ વડે કર્યો. સરસ. એટલું સારું છે કે વાચકો હવે સમજી ગયા છે કે કુપાત્રે દાન કરીએ તો પાપમાં પડીએ. મેહુલ સોલંકીના બ્લૉગને  જૂજ કૉમેન્ટ/લાઈક મળી છે. બહુ સરસ.

માતૄભાષા દિવસની શુભેચ્છાઓ સહ…

સોમવારે મળીએ એક નવા લેખ/વિચાર સાથે!

  13 Responses to “બહુ લાંબા વિરામ બાદ ફરી હાજર છું!”

 1. Welcome back…!

 2. વેલકમ બેક. અમે આપના ફરી સક્રિય થવાની રાહ જોઈએ જ છીએ.

 3. મગજના વીચારોને લખીને બ્લોગ ઉપર મુકવા વીનંત્તી. બધાને લાભ થશે. કોપી પેસ્ટ વીસે જાગૃત્તી આવશે.

 4. શુભેચ્છાઓ અને ઉઘરાણી ! નવા વિષયો ને નવી જાણકારી સાથે પધારો !!

 5. ફરી પ્રવૃત્ત થઈ રહ્યા છો એ જાણી આનંદ થયો…આભાર મિત્ર.

 6. સ્વાગતમ….વિનયભાઇ, ફન અને જ્ઞાન બન્ને જાણવા-માણવા મળશે…!

 7. બહુ ઘણા વખતે તમારી નવી પોસ્ટનો સંદેશ મળ્યો. મને થતું કે આમ કેમ થયું? અચાનક બંધ કેમ થઈ ગયું? હવે સમજાયું તમે માત્ર બે જ પોસ્ટ આખા વર્ષમાં મૂકી. ભલે હવે તાજામાજા થઈને આવ્યા છો તો પુનર્મિલન નિમિત્તે સ્વાગત.

 8. Sri Vinay bhai,
  Hope you will be imparting more useful knowledge to us after a long break.
  In the mean time one of my sincere request to you, to please give your thought on my request.
  Please suggest true genuine and legitimate system to work from home on Internet to earn money/dollar working from home to all senior citizen man & woman at least to meet their monthly medical bills.
  This is the need of time to pay the full attention on this issue.
  God may bless you.
  Jai Sri Krishna.
  bhaskar bhai

 9. દેર આયે દુરસ્ત આયે.. પહેલે જ (પુનઃ)પ્રવેશે ઉઠાંતરીની વાત ઉપાડીને બ્લૉગજગતમાં લખતા (ગુજરાતી) સહયાત્રીઓને એક ( વધારે વાર) ટકોર કરી અને હવે (કમ સે કમ) દરેક અઠવાડીયે કંઇક નવું રજુ કરવાની પ્રતિબધ્ધતા પણ (જાહેરમાં) બતાવી.
  આ બન્ને બાબતો બ્લૉગજગતમાં યોગદાન કરી રહેલા નવાંગતુકોમાટે એક સરસ સુચન પરવડશે.

 10. malta rahesho. 🙂

 11. શ્રી વિનયભાઈ,

  ઘણા લાંબા સમય બાદ ફરી નિયમિત બ્લોગ પર નવી નવી જાણકારીઓ સાથે શ્ગરૂઆત કરો છો તે જાણી ખુશી થઇ, શુભેચ્છાઓ.

 12. WELCOME BACK, SHRI VINAYBHAI,
  Please bring interesting stories of GUJARATI WORLD………………..
  Thanks for everything……………………..

Leave a Reply

%d bloggers like this: