Jun 142011
 

પ્રિય મિત્રો,

તમે જાણીતી દુકાનો પર આવા પાટિયાં વાંચ્યા હશે કે અમારી બીજી કોઇ શાખા નથી, નકલખોરોથી સાવધાન, ભળતા નામે ભોળવાશો નહીં વગેરે… હવે આપણે પણ આવા પાટિયા ચિતરાવી આપણા બ્લૉગ/વેબસાઈટ પર મૂકવા પડશે. આ મતલબનો એક લેખ માર્ચ ૨૦૦૯માં અહીં મૂક્યો હતો અમારી બીજી કોઈ શાખા નથી આજે ફરી એ જ શિર્ષક સાથે લેખ મૂકી રહ્યો છું. કારણ, તમે જાતે જ જોઈ લો:

ઉપરના ચિત્રમાં જોઈ શકાય છે કે એક કૉપીપેસ્ટરીયાએ તમે વાંચી રહ્યા છો તે બ્લૉગનું નામ, ટેગલાઈન, કૉપીરાઈટની નોટિસ, સાઈડબાર અને કેટલીક પોસ્ટ કૉપી-પેસ્ટ કરીને મૂકી છે! પોસ્ટમાં મુકેલી ફનએનગ્યાન.કોમની છુપી લિન્ક પણ જેમની તેમ કૉપી-પેસ્ટ કરી છે. ફક્ત કૉપી-પેસ્ટ જ નહીં પ્લેજરીઝમ પણ કર્યું છે. મારા વિચાર પોતાના નામે રજુ કર્યા છે. નામ ફનએનગ્યાન રાખ્યું છે પણ લખાણ ફનએનગ્યાન.કોમ ઉપરાંત બીજા બ્લૉગ પરથી પણ તફડાવ્યું છે!

બીજું, વડોદરાના મૃગેશભાઈ શાહની રીડગુજરાતી.કોમ સાઈટથી પરિચિત હશો જ, હવે આ જુઓ:

આ કૉપી-પેસ્ટિયાએ પોતાના બ્લોગનું નામ રાખ્યું છે રીડ ગુજરાતી! આ બ્લોગ પર મુકાતી પોસ્ટની સંખ્યા ધ્યાન ખેંચે તેવી છે, મહિને ૩૦૦થી ૪૦૦ પોસ્ટ! (ચિત્રમાં જુઓ પીળો બોક્ષ) જી, હા. જાન્યુઆરી મહિનામાં મહત્તમ ૪૩૯ પોસ્ટ મૂકવામાં આવી છે.  કહેવાની જરૂર ખરી કે બધી જ પોસ્ટ કૉપી-પેસ્ટ છે.

તમે બ્લોગતરવાડીની વાર્તા વાંચી જ હશે, પોસ્ટ લઉં બે ચાર? લઈને ને દસ-બાર!

નોંધ: બંને બ્લૉગની લિન્ક જાણી જોઈને અહીં આપી નથી, કારણ સૌથી વધુ વંચાતા બ્લૉગ પર કૉપીકેટ્સની જાહેરાત કરવાનો જરા પણ વિચાર નથી.

(નકલી ‘રીડગુજરાતી’નો પરિચય કરાવવા માટે સતીષભાઈ રાઠોડનો આભાર)

  11 Responses to “અમારી બીજી કોઈ શાખા નથી (૨)”

 1. મગજ લગાવવા વાળાઓ અને મેથી મારનારનો આ દેશમાં કે વિશ્વમાં તોટો અને જોટો નથી….!!
  ! પણ કદાચ તેમણે મૂળ કૃતિની સફળતામાંથી ‘ પ્રેરણા’ લીધી હોય તે બને…!

 2. વિનયભાઇ લાગે છે કે આ પણ એક જાતની વિકૃતિ જ છે!!! કોઇક ના મગજ ની નિપજ પોતના નામે ચડાવીને અંતે શું મેળવવાનું? સસ્તી લોક્પ્રિયતા માટે આવુ કરવાનું!!!

 3. Vinaybhai, with all due respect, your every other post is about plagiarism or copy-paste ..

  Let other people do whatever they want.we shou;ld concentrtare more in writing something constructive, someting which spreads knowledge etc instead of such rants about other blogger(or I would say Copy-Pasters) every now and then .. You are wasting your time, energy and most importantly valuable blog space on your web log ..

  This is just my opinion and it does not justify any kind of copy-paste .. But I would rather ignore them than to write posts about them ..

  Soham

 4. In Vadodara, there are many Jagdish Farsan with different heads and tails, but they are profitably copying the brand name that is having its own value.

  If there are so many Jagdish exists, it shows that for them also it is impossible to fight with copy pasters, But they are producing their own products.

  I am not surprised by seeing this, the edge of copy pasting, and using the popular brand name.

  But unfortunately, we merely take our website name and design to the level where we can create a brand and can fight with such morons.

  Good find anyways, stopping them ??

  • જીગુભાઈ, પાણીનો ‘જગ’ અને ફરસાણની ‘ડીશ’ મળી જતી હોય પછી ‘જગદીશ’ હોય કે દ્વારકાધીશ કોઈ જોય છે. તમ તમારે..ખાઈ લ્યો ભાઈ…

 5. AANO KOI UKEL NATHI VINAYA BHAI ?

 6. આલે….લે..!!
  અમને એમ કે આ તમે “કૉપી-પેસ્ટ”ની પ્રેક્ટિસ કરવા માટે બનાવી હશે !! (Sorry! Just joke)
  ખરેખર ’આ’નો કોઇ ઉકેલ નથી ? પણ આ ધંધો ખરેખર દાદને યોગ્ય છે ! મને થાય છે કે હું એક “માઇક્રોસોફ્ટ ઈલેક્ટ્રીકલ્સ” ખોલી જ નાંખું !! હા…હા…હા..

  શું xxxxxx (બ્લોગનું મુખ્ય ઠેકાણું) ને જાણ કરી આવા બ્લોગને બંધ ન કરાવી શકાય ? આશા છે આપના ભાથામાંથી કોઇક ઉપયોગી તીર તો નીકળશે. આભાર.

 7. બટુકના બ્લૉગ પર મારી પણ એક પોસ્ટ ચડી ગઈ છે.પોસ્ટની કૉપિ-પેસ્ટ તો સમજ્યા પણ આખોને આખો બ્લૉગ જ કૉપી !!!!

 8. I am not sure if you already know it or not but this post can help you : 11 free online plagiarism checker for your hard work

 9. વિનયભાઇ,

  હુ પ્રેરણાત્મક અને જીવન ઉપયોગી એવા અંગ્રેજી પુસ્તકોનુ સંક્ષીપ્તમા વિવરણ અને જે-તે વિષયને લગતી માહીતી મારા બ્લોગ પર મુકુ છુ. તે માટે મારે આખુ પુસ્તક વાંચીને સમજવુ પડે છે, અને બ્લોગ લખવા માટે તેનુ ગુજરાતી ભાષાંતર પણ કરવુ પડે છે. તે માટે હુ મુળ લેખકની પરવાનગી પણ લઉ છુ. હુ મુળ લેખકનુ નામ, પુસ્તનુ અને પબ્લીશરનુ નામ, તેમની વેબની લીન્ક સાથે આપુ છુ, અને હુ નથી ઇચ્છતી કે આ લેખોનો કોઇ દુર ઉપયોગ કરે. આપે આપની સાઈટ ફન એન જ્ઞાન. કોમમા સગવડ રાખી છે કે રાઇટ ક્લીક દ્વારા તેને કોઇ કોપી પેસ્ટ ન કરી શકે, તે જ સગવડ મારે મારા બ્લોગમા કરવી હોય તો તે માટે શુ કરવુ?

  માહીતી આપવા વિનંતી.

  આભાર

Leave a Reply

%d bloggers like this: