May 172016
 

પ્રિય મિત્રો,

નેટ પર એક એક્સિડ્ન્ટનો વિડિયો ફરે છે જે બાબા હરદેવ સિંહ ઉર્ફે નિરંકારી બાબાનો ગણાવાય છે. વૉટ્સએપની (વગર પગારે) નોકરી કરતા લોકો (ફરજના ભાગ રૂપે) તેને (સમજ્યા વગર) ફેરવી રહ્યા છે તે નિરંકારી બાબાના એક્સિડ્ન્ટનો નથી.

૧૪ ઓક્ટોબર ૨૦૧૫ની સવારે ૯ વાગે દક્ષિણ કોરિયાના સીઓસન વિસ્તારમાં થયેલા એક એક્સિડ્ન્ટ્નો છે. એક સિમેન્ટ મિક્ષરવાળું વાહન રસ્તા પર સામાન્ય કરતાં વધુ ઝડપથી જતું હતું અને સિગ્નલ જોઈ ઊભું રહેવા ગયું તેમાં તેનું સંતુલન ગયું અને એક કાર પર પડ્યો. આ એક્સિડ્ન્ટમાં ત્રણના મોત થયા હતા. આ વિડિયો દોઢ લાખથી વધુ વખત જોવાઈ ગયો છે.

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: