Dec 022008
 

પ્રિય મિત્રો,

એક લાંબા વિરામ બાદ ફરી હાજર થયો છું આપની સમક્ષ ખૂણેખાંચરેથી ખાંખાખોળા કરીને.

દિવ્ય ભાસ્કરની વેબટીમ ઈન્ટરેનેટ પર દિવ્ય ભાસ્કરનું રેપ્યુટેશન બગાડવાના જાણે સોગંદ ખાઈ બેઠી હોય તેવું લાગે છે.

આ પહેલાં આપણે જોઈ ગયા કે વેબસાઈટ પર લિન્ક (યુઆરએલ)ની જગ્યાએ ગરબડીયા અક્ષરો આવે છે જેને કારણે આખેઆખા લેખ નકામા થઈ જાય છે.

૧૧ થી ૧૪ ડિસેમ્બર કચ્છમાં રણોત્સવ થવાનો છે તે વિશેની માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ સર્ફ કરતાં જણાયું કે દિવ્ય ભાસ્કર “કચ્છ”ની જોડણી “કરછ” કરે છે! પહેલાં મને લાગ્યું કે કદાચ ટાઈપ ભૂલ હશે પણ પછી વધુ ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે લગભગ બધા જ લેખોમાં “કચ્છ”નું “કરછ” કર્યું છે. પછી ખબર પડી કે બધી જ જગ્યાએ જ્યાં અડધો “ચ” આવતો હોય ત્યાં “ર” વપરાયો છે! ટ્રુ ટાઈપ ફોન્ટ (TTF) નું યુનિકોડમાં રૂપાંતરણ કરતા સોફ્ટવેરના ફોન્ટમેપિંગ કરતી વખતે દેખાવે “ચ્” અને “ર”માં સમાનતા હોવાથી આ ભૂલ થઈ હોય એવું લાગ્યું.

ઉરચાર સુધારણા અભિયાન

આને કારણે ગુજરાતી ભાષાને નવા શબ્દો મળ્યા જેવા કે અરછા (અચ્છા), અરયુત (અચ્યુત), ઇરછા (ઇચ્છા), ઉરચ (ઉચ્ચ), ઉરચાર (ઉચ્ચાર), કરછ (કચ્છ), બરચા (બચ્ચા), મરછર (મચ્છર), વરચે (વચ્ચે), વિરછેદ (વિચ્છેદ), સર્વોરચ (સર્વોચ્ચ), સ્વરછતા (સ્વચ્છતા), હિતેરછુ (હિતેચ્છુ) !!!

(બંને સમસ્યા માટે દિવ્ય ભાસ્કરને ઈમેઈલ તેમજ ફોન દ્વારા જાણ કરવામાં આવી છે પણ ફક્ત એક જણની ફરિયાદ કરવાથી દિવ્ય ભાસ્કરની ઊંઘણશીં વેબટીમ જાગી જાય તે અશક્ય છે)

આપના મંતવ્ય અહીં લખશો તેમજ દિવ્ય ભાસ્કરને મોકલશો.

જત ઉમેરવાનું કે ‘દિવ્ય ભાર-કર’ વેબટીમ “દ્વારા”ની જોડણી પણ ક્યારેક “દ્રારા” તો કયારેક “ધ્વારા” કરે છે એવું મુંબઈથી વિપુલભાઈ શાહ જણાવે છે.

દ્વારા કે દ્રારા કે ધ્વારા?

  8 Responses to “નવી ગુજરાતી – દિવ્ય ભાસ્કર”

 1. Nice observation. Good yaar keep it up.

 2. બહુ સુન્દર ભાઈ. આપના બ્લોગમા પહેલીવાર પધારી ને આનન્દ થયો.

 3. હા. દિવ્ય-ભાસ્કર હવે દિવ્ય-ભારસ્કર બની ગયું છે. જીદ કરો, દુનિયા બદલો – તમે તો બદલાવ હવે..

 4. ઘણાં સમય પછી મળતાં આનંદ થયો.પણ દિવ્ય ભાસ્કર ની વેબટીમ મારા જેવા નવા નિશાળિયાઓ થી ભરેલી હશે. ખેર,આપણે મન મોટું રાખવું.

 5. હા….વૅબમહેફિલ પર પણ છે રણોત્સવની ઉજવણી-
  પણ તેના એક દિવસ પહેલાં શબ્દોમાં !!

 6. લાગે છે કે તમારા ટકોરા બહેરા કાને સાંભળ્યા.. આજના કચ્છના આર્મીકેમ્પ વિસ્ફોટના સમાચારમાં આ જોડણી પરનો અત્યાચાર દૂર થયો છે.. આશા સેવીએ કે આ સુધારો હંગામી ના હોય.

 7. આભાર, અલ્પેશભાઈ!

  પહેલી વખત આ લેખ મુકાયો ત્યારે તેનું મથાળું હતું “કચ્છના આર્મીકેમ્પમાં વિસ્ફોટ” અને કચ્છની સાચી જોડણી હતી, પછી જ્યારે આ લેખ અપડેટ થયો તો મથાળું થયું “ગાંધીધામ આર્મી પરિસરમાં બ્લાસ્ટ” અને “કચ્છ” બન્યું “કરછ”!

 8. પ્રિય મિત્ર વિનયભાઈ

  ‘દિવ્ય ભાસ્કર’ના ક્યાં ક્યાં તૂટેલા અંગને જોડશો? કદાચ અહીઁ તો ફૉન્ટમેપિઁગની તકલીફ નથી ને? છતાં…આ જોયું?
  “…સફળ રક્કાા હતા. આ જ કારણે દામોદર તાંડેલના આરોપને અહમદ પટેલને માપવાનું કાવતરું માનવામાં આવી રક્કાું છે…”
  (http://www.divyabhaskar.co.in/2008/12/09/0812092305_rdx.html)

Leave a Reply

%d bloggers like this: