Jun 122010
 

પ્રિય મિત્રો,

ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

તમે કહેશો કે આ ચાવીઓ તો તમે ક્યાંક વાંચી છે…! હા તમે સાચા છો. આ ચાવીઓ તમે આ બ્લોગ પર જીવન જીવવાની જડીબુટ્ટી મથાળા હેઠળ વાંચી છે. મૂળ અંગ્રેજી લખાણ ‘ટિપ્સ ટુ લાઈફ’નો આ બંદાએ કરેલો ગુજરાતી અનુવાદ બધાને બહુ ગમ્યો, વંચાયો, ઈમેઈલમાં ફોર્વર્ડ થયો અને કેટલાય બ્લોગ પર નામ સાથે કે નામ વગર મૂકાયો છે એ વિશે આપણે મેકિંગ ઑફ જે૩માં વાંચ્યું.

ચાલો હવે જોઈએ ચિત્રલેખાએ આ લેખ માટે કોને ક્રેડિટ આપી છે?

પ્લેજરીઝમ કે શરતચૂક?

ચિત્રલેખાની સ્પષ્ટતાની રાહ જોવાય છે. તંત્રી સાહેબને અને ઈશિતાને મેઈલ કરી છે.

નમ્ર વિનંતી

ફનએનગ્યાનના તમામ વાચકોને વિનંતી છે કે તેઓ ચિત્રલેખાને આ બાબત મેઈલ કરી જાણ કરે.

તંત્રી editor@chitralekha.com
ઈશિતા feedback2ishita@chitralekha.com

  17 Responses to “ચિરયુવાનીની ૧૯ ચાવી – મુખવાસ”

 1. હું જ્યાં સુધી શ્રી ભરત ઘેલાણી (તંત્રીશ્રી)ને ઓળખું છું, તેઓ ખુબ ઝીણું કાંતનારા માણસ છે.
  ઈશિતા પણ ખુબ અનુભવી છે, તો પછી ‘ચિત્રલેખા’ આવો લોચો કેમ મારે એ મહત્વનો સવાલ છે.
  આમ તો, ડૉ. મોદીએ ક્રેડીટ ના લેવી જોઈએ.
  ખેર, વિનયભાઈ… તમારા ચાહકો તો હકીકત જાણે જ છે ને?

  • વાચકો હકીકત જાણે છે એ જ તો સમસ્યા છે! 😉

 2. અરે ! આ શું ? ચિત્રલેખામાં પણ

 3. કદાચ સૌરભ શાહે એકવાર લખ્યું હતું કે ડૉ. ઑપરેશનનો એસ્ટીમેટ આપે એ અન્ય જગ્યાએ પણ ક્રોસ ચેક કરાવી લેવું … પણ હવે તો લાગે છે કે દવા(કે દારૂ?) લેતા પહેલા પણ બધા ઑપ્શન તપાસી લેવા…

  • સાચી વાત છે, આ વાત પર ટૂંક સમયમાં એક પોસ્ટ લખવાનો વિચાર છે.

 4. ચિત્રલેખા તરફથી ખુલાસાની અપેક્ષા છે.

 5. ચિત્રલેખા અને ડો. દિલીપ મોદી…બન્ને પાસે આવી અપેક્ષા ન્હોતી.
  @પ્રજ્ઞેશ શુક્લ

  ચાહકો ભલે જાણતા હોય કે આનો અનુવાદ કોણે કર્યો હતો. પણ એથી પોતાના નામે ચડાવીને પ્રસિદ્ધ કરવાનો હક કોઈને મળી જતો નથી.

 6. આ બાબતે ચિત્રલેખાને જાણ કરી અને ખુલાસો માંગવો જ જોઇએ. ખરી ભુલ તો તે લેખકશ્રીની છે જેમણે આ પોતાના નામે ચડાવી દીધું. સૌ મિત્રો ચિત્રલેખાને આ બાબતે (editor@chitralekha.com) પર મેઇલ દ્વારા જાણ કરે તો કેવું રહેશે ?

 7. મને આમાં શરતચુક જેવું કંઇ નથી લાગતું કારણકે તમારા મુળઅનુવાદમાં થોડોક ફેરફાર પણ કરાયો છે. વાંચકો બહું સમજ્દાર હોય છે.જે હોય તે આમાં શ્રી ડો. દિલીપભાઇ ખુલાસો આપે તે જરૂરી છે.

 8. હિનાબહેન… આપની વાત સાથે હું પણ ૧૦૦% સહમત છું.
  એવો હક કોઈને પણ મળી જતો નથી.
  અશોકભાઈએ કહ્યું એમ સૌ મિત્રોએ ‘ચિત્રલેખા’ને જાણ કરવી જોઈએ.

 9. પ્રિય વાચકમિત્રો,
  કોઈક મોટી ગેરસમજ થઈ હોય તેવું મને લાગે છે.વિશ્વાસ કરજો,મેં કશું ખોટું કર્યું નથી.મારા પરનો આરોપ સદંતર પાયાવિહોણો છે.અલબત્ત,પ્રસ્તુત લખાણ સંદર્ભે મેં ભાઈશ્રી વિનય ખત્રીને સવિસ્તર ચોખવટ/ખુલાસો પાઠવ્યો છે.આ સાથે મારી શ્રી વિનયભાઈને વિનંતી છે કે એ પત્ર વાચકોની નમ્ર જાણ ખાતર પોતાના બ્લોગ પર મૂકે…
  સાભાર,
  –દિલીપ મોદી

 10. હમણાં હમણાં ઘણાં સામાયિકો, મેગેઝીનો, અખબારો પણ આવા પ્રકારની ભૂલ કરે છે. આપણે કેટ કેટલા ના મોઢે ગળણાં બાંધવા જશુ. અને ડોક્ટરોના પ્રોસ્ક્રીપ્શન તો આવા જ હોય. જેમ IT Professionals IT – Practice ને બદલે કાઈક બીજું જ કરવા લાગે છે (કદાચ માયાનો પ્રભાવ હશે) તેમ ડોક્ટરો પણ એક્લ દોકલ નહીં પણ ગણ્યા ગણાય નહીં એટલા હવે આવી પ્રેકટીસ? કરવા લાગ્યા છે.

 11. કોઈ પણ સામાયિકનાં તંત્રી પાસે ઈલમની લાકડી નથી હોતી, જેનાથી તે જણી શકે કે, તેને લેખકે મોકલેલી રચના મૌલિક છે કે નથી. પણ સાહિત્ય ચોરો વાચકોથી બચી શકતા નથી. કોઈ ને કોઈ વાચકની નઝરમાં આવીજ જાય છે. તંત્રીને જાણ કરાયા પછી તે ચૂપ રહે તો તે જવાબદાર ઠરે. વાચકોએ જ સાહિત્ય ચોરોને ઉઘાડા પાડવા જોઈએ.

 12. “ભુતકાળ ભુલી જાઓ. વર્તમાનકાળનો આનંદ લો.”

  So true. As Edeard De bono said “You can always analyse your past. And based of the analysis, you can design the future”

 13. બહુ પરિચય નથી પણ એટલું જરુર કહીશ કે સાહિત્ય ની સેવા એ ઇશ્વરની સેવા છે

  તમારો ખૂબ ખૂબ આભાર.

  સુમન ભુજ

 14. આ વિચારો મૂળભૂત રીતે કોઈ “ઈશયોગ” શિખવનારા સદ્બુરુ નામના બાબાના છે. તેમના આ વિચારો પર મેં ઘણા સમય પહેલાં જોક પણ લખેલી. http://originaljokes.wordpress.com/2010/01/16/parallel-to-a-preacher/
  પશ્ચિમમાં જે લખો તેના મૂળ કર્તાનું નામ અને સંદર્ભ આપવાની શિસ્ત બહુ કડક છે – અને માટે જ તે લોકો દુનિયા પર રાજ કરે છે. પ્રામાણિકતા સારી વસ્તુ છે.

  • સાચી વાત છે. પશ્ચિમના લોકો મૂળકર્તાને ક્રેડીટ આપવાનો અને સંદર્ભ દર્શાવવાનો શિષ્ટાચાર ચૂકતા નથી, જ્યારે આપણાં કેટલાક ગુજરાતી લેખકો/કવિઓ અન્યએ કરેલું ભાષાંતરને પોતાની મૌલિક રચના તરીકે છપાવતાં શરમ અનુભવતા પણ નથી!

Leave a Reply

%d bloggers like this: