Apr 172008
 

ગઇ કાલની પોસ્ટ માઇક્રોસોફ્ટનો જાદુમાં માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ વિશેના જાદુના પ્રયોગો આપણે જોયા, જે અલગ અલગ ઓનલાઈન ફોરમ, બ્લોગ કે મેસેજ બોર્ડ પર જોવા મળે છે તેમજ ઇમેઇલ દ્વારા ફરતા રહે છે.

ત્રણેય જાદુ બરાબર ચાલે છે અને હકિકતમાં જાદુ જેવું કશું નથી, ચાલો જોઇએ…

જાદુ નં ૧

એ સાચી વાત છે આપણે con નામનો ફોલ્ડર બનાવી શકતા નથી. માઇક્રોસોફ્ટને પણ ખબર છે કે તેમ થઇ શકે તેમ નથી.

કોન અને એવા બીજા કેટલાક શબ્દો ડિસ્ક ઓપરેટીંગ સિસ્ટમ (DOS) માટેના આરક્ષિત શબ્દો છે જે ફોલડર કે ફાઇલના નામ માટે વાપરી શકાતા નથી. આ શબ્દોની યાદી અહીં જોઇ શકો છો.

હવે ખરો જાદુ અહીં એ છે કે વિન્ડોઝ હજી પણ પડદા પાછળ DOS ચલાવે છે!

જાદુ નં ૨

(નોટપેડ વાળા જાદુમાં ફક્ત Bush hid the facts લખવાનું હતું. આ ચાર શબ્દો લખીને ‘એન્ટર’ની ચાંપ દબાવવાની નહોતી.)

એ સત્ય હકિકત છે કે જ્યારે આપણે Bush hid the facts વાક્ય લખીને તે ફાઇલ ફરી ખોલીએ છીએ ત્યારે વાક્યની જગ્યાએ ચોરસ ચોકઠાનું ઝુમખું દેખાય છે!

આ વાતને લોકોએ રાજકારણના રંગે રંગીને એવી અફવા ફેલાવી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ બુશ મહાશયનું નામ છે તેથી તે વાક્ય દેખાતું નથી! પણ સત્ય હહિકત એ છે કે એવું કંઇ નથી. બુશ…ની જગ્યાએ Bill fed the goats લખશો તો પણ નહીં દેખાય! ૪,૩,૩,૫ અક્ષરોના ઝુમખામાં કંઇ પણ લખશો તો આવું થશે! જોકે કેટલાક અક્ષરો અપવાદ છે જેમકે Bush hid the truth લખશો તો તે બરાબર દેખાશે! તેમજ Fred led the brats અથવા brad ate the trees પણ ચાલશે!

ટૂંકમાં આ એક સામાન્ય ભૂલ છે કોઇ રાજકિય કાવતરું નથી!

જાદુ નં ૩

=rand (200, 99) લખીને ‘એન્ટર’ કરતાં જ અઢીસો પાનાં ભરીને The quick brown fox jumps over the lazy dog વાક્ય લખાય છે તે શક્ય થયું ‘રેન્ડમ’ ફંકશન વડે!

માઇક્રોસોફ્ટ વર્ડમાં rand (p,l) નામનું એક એવું ફંકશન છે જે ‘આળસુ કુતરા’વાળું વાક્ય તેટલી વખત લખે છે. અહીં p એટલે ફકરા અને l એટલે વાક્યો. આમ, rand (3,5) લખવાથી પાંચ પાંચ વાક્યોના ત્રણ ફકરા બનાવશે. (અહી ફકરાની સંખ્યા વધુમાં વધુ ૨૦૦ અને વાક્યોની સંખ્યા ૧૦૦૦ આપી શકાય છે.)

‘આળસુ કુતરા’વાળું વાક્ય એટલે વપરાય છે કે તેમાં A થી Z સુધીના બધાજ અક્ષરો આવી જાય છે.

આ જાણી જોઈને મૂકવામાં આવેલી સગવડ છે અને જાદુ જેવું કંઇ નથી.

***

આ બધુ મને અહીંથી જાણવા મળ્યું.

ખરો જાદુ હવે આવે છે!

આપણે બધાજ ગણતરી કરવા માટે માઇક્રોસોફ્ટનું કેલ્ક્યુલેટર વાપરીએ છીએ.. બરાબર?

અને તેની ગણતરીઓ સાચી હોય છે તેવું અનુભવે જાણીએ છીએ. બરાબર?

તો ચાલો આજે તેને ફરી એક વાર ચકાશી જોઇએ…

એક દાખલો લઈએ:

૪નું વર્ગમૂળ (square root) કેટલું થાય?

જવાબ; ૨, બરાબર?

હવે તેમાંથી ૨ બાદ કરીએ તો જવાબ શું આવવો જોઈએ?

શુન્ય. બરાબર?

હવે આ દાખલો માઇક્રોસોફ્ટના કેલ્ક્યુલેટર પર કરી જુઓ….

Microsoft Calculator

  6 Responses to “માઇક્રોસોફ્ટનો જાદુ (જવાબ)”

 1. Not only in case of 4.

  try to find squre root of any figure and minus the same value from that ans.
  you will not get correct answer.

 2. આ જુઓ , ઘણાં બધા વાક્યો છે જે નોટપેડમાં આ બગ સર્જે છે http://en.wikipedia.org/wiki/Bush_hid_the_facts

  http://www.searchgujarati.com
  શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

 3. અનિમેષ અંતાણી આંનદ થયો . માઇક્રોસોફ્ટનો જાદુ પોસ્ટ વાંચી ને. મારા ઈન્ટ્રેસ નો સબજેકટ મળ્યો.બીજુ જણાવાનું કે મારો બ્લોગ તડાફડી માં એડ કરવા મહેરબાની કરશો. આપને મજા પડ્શે મારા બ્લોગ ની મુલાકાત લેશો તો..

 4. ખૂબ જ સરસ જાદુ છે.

 5. બાય ધ વે, con નામ નું ફોલ્ડર બનાવી શકાય છે ! વિઝીટ કરો,
  http://inavneet.blogspot.com/2008/05/create-con-folder-on-pc.html
  આ મેં નથી શોધ્યું પણ નેટ પર થી જ ઉઠાવેલું છે.

 6. વિનયભાઈ, http://marugaam.wordpress.com/2010/07/22/magicinpc/ પર ક્યાંકથી જઈ ચઢ્યો અને ત્યાંથી તમારી પોસ્ટ્સ જડી.

  મજા એ વાતની આવી કે તમે જાદુનો ઉકેલ પણ આપ્યો છે.

  ફિદા…!

Leave a Reply

%d bloggers like this: