Jul 022008
 

૧. કોઇ પણ બિલ્ડીંગમાં છુપાવા માટે એરકંડિશનરની ડક્ટ બેસ્ટ જગ્યા છે. ત્યાં તમને કોઇ જોશે પણ નહીં અને તમે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક માળેથી બીજા માળે જઇ શકશો.

૨. હિરોને કેટલો પણ માર પડશે, તેને પીડા નહીં થાય પણ હિરોઇન જ્યારે તેને પાટો બાંધતી હશે ત્યારે તે પીડાથી ચીસો પાડશે!

૩. કોઇ કહેશે કે હું હમણાં આવું છું, તો તે ગયા પછી નહીં આવી શકે.

૪. કોમ્પ્યુટર મોનિટર પર ક્યારેય કર્સર નહીં દેખાય અને દેખાશે તો બસ સીધું “Enter Password Now”.

૫. સીધા રસ્તે ગાડી ચાલતી હશે તો પણ તેનું સ્ટીયરીંગ થોડી થોડી વારે ડાબે-જમણે વળતું બતાવાશે.

૬. બધા જ બોમ્બમાં ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ જોડાયેલી હશે જેથી તેની ડિસ્પ્લે પર જોઇ શકાશે કે ક્યારે ધડાકો થશે!

૭. ફરજ પરથી હટાવી દેવાયો હોય એવો પોલિસવાળો જ કેસ સોલ્વ કરશે!

૮. હિરો/હિરોઇન રસ્તા પર નાચવાનું શરુ કરશે કે તરત જ તેના જેવા બીજા ડઝન બે ડઝન એક્સ્ટ્રા કળાકારો આજુબાજુમાંથી ફૂટી નીકળશે અને તેની સાથે સાથે તાલમાં નાચવા લાગશે!

૯. પોલિસ વિભાગમાં એવા ઓફિસરને કામ સોંપવામાં આવશે કે જેનો કોઇને કોઇ વિરોધી ઓફિસર હશે!

૧૦. એકલા હશે તો પણ બધા જ દેશોના લોકો ફિલ્મ જે ભાષામાં બની હશે તે જ ભાષા બોલશે!

૧૧. હેન્ડ ગનની એક ગોળી પણ માણસને ૧૦ ફૂટ દૂર સુધી ઊછાળશે!

૧૨. પાત્રને જે જગ્યાએ જવું હશે તે બિલ્ડીંગની સામે જ તેને પર્કિંગ મળી જશે, ભલે ને પછી તે મોટા શહેરનો ભરચક વિસ્તાર હોય!

૧૩. એક નાનકડી મીણબતી પણ આખા ઓરડાને અજવાળશે. મોટે ભાગે આ અજવાળું વાદળી રંગનું હશે!

૧૪. પાત્રને ઉતાવડે ક્યાંક પહોંચવું હશે તો તેને સાઇકલથી લઇને એરોપ્લેન, જે વાહન મળ્યું તે ચલાવતાં આવડતું હશે!

૧૫. હિનો વિલનના અડા પર જઇને તેના કોમ્પ્યુટરમાંથી માહિતી લેવાની હશે ત્યારે અ) પાસવર્ડ પહેલેથી આપેલું હશે. બ) સરળતાથી ધારી શકાય તેવું પાસવર્ડ હશે!

૧૬. આમ કોમ્પ્યુટર “copying”, “deleting” કે “printing” વગેરે બતાવતું હશે પણ જેવું બીજું પાત્ર કે પોલિસ કે સિક્યોરીટી ગાર્ડ આવશે કે તરત કામ થઇ ગયું હશે!

૧૭. ફિલ્મી કોમ્પ્યુટર તરત જ બૂટ થઇ જશે એટલું જ નહીં સ્વિચ ઓફ કરવા માટે પણ સમય નહીં લાગે!

૧૮. વિલનની મશીન ગન હિરોના શરીરે ફક્ત ઘસરકો પાડી શકશે જ્યારે હિરોની હેન્ડગન વિલનના આખા હેલિકોપ્ટરને ઉડાડી મૂકશે!

૧૯. કોમ્પ્યુટર પર અક્ષરો એક પછી એક આવશે અને સાથે બેકગ્રાઉન્ડમાં એવો અવાજ આવશે કે જાણે કોઇ ટાઇપરાઇટર ચલાવી રહ્યું છે!

૨૦. પાત્રને જોઇતી માહિતી નેટ પરથી તરત જ મળી જશે!

મિત્રો, આપને થતું હશે કે આવા બધા ગપ્પા હિંદી ફિલ્મોમાં ચાલે, હોલીવૂડમાં નહીં, તો થોભો, આ બધા અવલોકનો એક અંગ્રેજી સાઇટ પરથી લીધેલા છે! વધુ અવલોકનો ફરી ક્યારેક આપની ઇચ્છા હશે તો!

  5 Responses to “આવું તો ફક્ત ફિલ્મોમાં જ બને”

 1. 😀 .. gr8 . !!!

 2. વિજ્ઞાપનમાં પણ હીરો ઉપરથી નીચે ભુસકો મારે પણ કાંઈ થાય નહીં.
  હીરો નીચે વળી જાય તો એને ગોળી વાગે નહીં
  કોકોકોલાની બાટલી પણ ગમે ત્યાંથી મેળવી શકે
  વગેરે વગેરે.
  આવું બધુ ફિલ્મોમાં બને અને નાના બાળકો પર એવી અસર પડે છે પોતે જ જાણે હીરો હોય અને એવુ કરવામાં પોતાના હાથપગ તોડી નાખે છે અને કાંતો જાન ગુમાવે છે.

 3. ૨. LOL
  ૧૦. અંગ્રેજી મુવીઝમાં આવું નથી હોતું 🙂
  ૧૭. મારું મેક ૧૦ સેકન્ડમાં બૂટ થાય છે અને ૭ કે ૮ સેકન્ડ્સમાં પાવર ઓફ થાય છે. 😉
  ૨૦. હવે શક્ય જેવું જે (જો તમારા જેવો હીરો હોય..)

 4. @ કાર્તિકભાઇ!

  ૧૦. આ અવલોકનો અંગ્રેજી મુવીઝના જ છે!
  ૧૭. વાહ! પણ ફિલ્મી કોમ્પ્યુટરને ૮-૧૦ સેકન્ડ પણ લાગતી નથી.
  ૨૦. ક્યાં મળે છે? આ ભાઇની માહિતી મેળવી આપોઃ http://www.1nf0rmat10n.com/2007/10/09/3d-wall-painting-but-whodunnit/

 5. સૌથી સરસ અને સદાય કોમન વાત…બોલીવુડની મમ્મીઓ બે આઈટમ ખાસ બનાવવામા એક્સપર્ટ, “ગાજર કા હલવા” અને “ખીર” …. અને ૧૧૦% હીરો માટે જ બનતી (ભાવતી)હોય આ આઈટમો હીરોઇનની મમ્મીઓ કદાચ ફિગર કોન્સીયસ હોઈ બેટી માટે આ બન્ને આઈટમો બને ફિલ્મી ઇતિહાસમા કદી બની નહી..સારે બોલીવુડ બેટો કે લીયે ફૂડ ફિક્સિંગ…
  એની વે… ” ગર્વ સે કહો વી લવ અવર બોલીવુડ ધ બેસ્ટ”

Leave a Reply

%d bloggers like this: