Dec 232010
 

પ્રિય મિત્રો,

ગઈકાલની કૉમેન્ટ મોડરેશન વિશેની પોસ્ટ કૉમેન્ટ મોડરેશન ટિપ્સ અને સ્માર્ટ સેટિંગમાંરહી ગયેલો એક નિયમ, સેલ્ફ હોસ્ટેડ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ વચ્ચેનો ફરક અને કૉમેન્ટ્સમાં મિત્રોએ પૂછેલા પ્રશ્નોના જવાબ રૂપે આજે સ્માર્ટ સેટિંગનો ભાગ બીજો વાંચી રહ્યા છો.

કૉમેન્ટ મોડરેશન માટે વર્ડપ્રેસ કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુએ) ‘સેટિંગ’માં ‘ડિસ્કશન’ પર ક્લિક કરવાનું છે. ‘ડિસ્કશન સેટિંગ’નું પાનું ખુલતાં જ ‘ડિફોલ્ટ આર્ટિકલ સેટિંગ્સ’ના ત્રણ સેટિંગ દેખાશે જે આ પ્રમાણે હશે:

  • પહેલું સેટિંગ, કોઈ બ્લોગર પોતાની પોસ્ટમાં તમારી પોસ્ટની લિન્ક દર્શાવે તે તમને જાણ કરવાની કે કેમ? તે માટેનું છે. જવાબ છે, હા.
  • બીજું  સેટિંગ પિંગબેક અને ટ્રેકબેક દર્શાવવા બાબત છે. જવાબ છે હા.
  • ત્રીજું સેટિંગ કૉમેન્ટની સગવડ રાખવી છે કે કેમ તેનું છે. જવાબ ઑફકોર્સ હા જ હોય ને? વો બ્લૉગ હી ક્યા જીસમેં કૉમેન્ટ (બોક્ષ) ન હો!

આ કૉમેન્ટ અને પિંગબેક (કોઈ તમારી પોસ્ટની લિન્ક આપે ત્યારે તમને પિંગબેક મળે)ની સગવડ માટેના સામાન્ય નિયમ છે. કોઈ ચોક્કસ પોસ્ટ પર કૉમેન્ટ મૂકવાની સગવડ હટાવી લેવી હોય તો  તે માટે પોસ્ટ એડિટ કરવાના પાના પર નીચેની તરફ જુઓ, આ પ્રમાણે દેખાશે:

અહીં ‘Allow Comment’ની સામેથી રાઈટની નિશાની હટાવી લેવાથી તે પોસ્ટ પર કોઈ કૉમેન્ટ નહીં મૂકી શકે!

હવે જોઈએ ગઈકાલે છૂટી ગયેલો એક નિયમ:

આ નિયમના ખાનામાં 2 લખેલું છે તે દર્શાવે છે કે કૉમેન્ટની અંદર બે કે તેથી વધારે લિન્ક હશે તો કૉમેન્ટ મોડરેશનમાં જશે. સામાન્ય રીતે સ્પામર કૉમેન્ટમાં લિન્ક ઢગલાબંધ લિન્ક્સ મૂકતા હોય છે. તેમને રોકવા માટે આ બહુ જ ઉપયોગી સેટિંગ છે.

હવે જોઈએ જુગલકિશોર વ્યાસ (જુ.કાકા) અને અશોકભાઈએ પૂછેલો પ્રશ્ન:

  • કૉમેન્ટ રીપ્લાય વાયા ઈમેઈલ આ સેટિંગ કૉમેન્ટનો રીપ્લાય ઈમેઈલથી આપવા માટે છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.
  • સબસ્ક્રાઈબ ટુ કોમેન્ટ્સ આ સેટિંગની સામે ‘રાઈટ’ની નિશાની હશે તો કૉમેન્ટ કરનાર ઈચ્છે તો પોસ્ટ પરની તેણે કરેલી કૉમેન્ટ પછીની બધી કૉમેન્ટની નકલ ઈમેઈલમાં મેળવી શકે. બહુ જ ઉપયોગી સગવડ. કૉમેન્ટરે પોતાની ઈચ્છા કૉમેન્ટ બોક્ષની નીચે દર્શાવી શકે છે.
  • તેવી જ રીતે સબસ્ક્રાઈબ ટુ બ્લોગ સગવડ રાખેલી હોય તો કૉમેન્ટ કરનાર ઈચ્છે તો પોસ્ટની જાણ કરતી ઈમેઈલ મેળવી શકે.

કૉમેન્ટ કરનારે ઉપરની સગવડ (જે તે પોસ્ટ પરની કૉમેન્ટ અને નવી પોસ્ટ મૂકાયાની જાણ કરતી ઈમેઈલ) મેળવવા માટે કૉમેન્ટ બોક્ષની નીચે આવેલી બે સેટિંગની સામે ‘રાઈટ’ની નિશાની કરવાની રહે છે:

અને છેલ્લે, કોઈ વાચક તમારી પોસ્ટને ‘લાઈક’ કરે તો તેની જાણ કરતી મેઈલ મેળવી શકાય? રજનીભાઈનો પ્રશ્ન:

કૉમેન્ટ મોડરેશનના પાના ‘ડિસ્કશન સેટિંગ્સ’ પર જઈને ’email me whenever’ વિભાગ જુઓ. અહીં ‘Someone likes one of my posts’ની સામે ‘રાઈટ’ કરવાથી કોઈ લાઈક કરે તો તેની જાણ કરતી ઈમેઈલ તમને મળે. તેવી જ રીતે ‘Someone subscribes to my blog’ની સામે ‘રાઈટ’ કરવાથી કોઈ તમારા બ્લૉગને સબસ્કાઈબ કરે (એટલે ક નવી પોસ્ટ મૂકાયાની જાણ કરતી ઈમેઈલ મેળવવાની ઈચ્છા રજુ કરે એટલે તમને ઈમેઈલ વડે જાણ થાય. બાકીના બે સેટિંગ ગઈકાલે જોઈ લીધા. આ બે સેટિંગ  સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગના ફરકને કારણે ધ્યાન બહાર ગયા હતા.

આ ટિપ્સ આપને કેવી લાગી તે જણાવવા માટે કૉમેન્ટ મોડરેશન ટિપ્સનો ઉપયોગ કરીને  ‘સ્માર્ટ સેટિંગ’ સાથેનું કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

  3 Responses to “કૉમેન્ટ મોડરેશન ટિપ્સ અને સ્માર્ટ સેટિંગ (૨)”

  1. ઘણા સમયથી આ અંગે ગડમથલમાં હતો, આજે નીરાંત થઈ ! ધન્યવાદ અને આભાર.

  2. શ્રી વિનયભાઇ.
    આપનો ઘણો ઘણો આભાર.
    “વો બ્લોગ હી ક્યા જીસમેં કોમેન્ટ (બોક્ષ) ન હો !!!” — જો કે હું અમુક પોસ્ટમાં કોમેન્ટ બોક્ષ બંધ રાખું છું ! અને જેમાં ચાલુ રાખું છું તેમાં બહુ કોમેન્ટ આવતી નથી 🙂 Very Sad 🙁

  3. આભાર વિનયભાઇ.. આપની મદદથી ઘણુંખરું કાર્ય આસાન થઇ ગયું.

Leave a Reply

%d bloggers like this: