Jun 202008
 

Henry-VIIIસોય વડે થતી કળા – ભરત, ગુંથણ વિશે આપણે જાણીએ છીએ, શિલ્પકળા વિશે પણ આપણે જાણીએ છીએ, પણ આજે જે અદભૂત કળાની વાત કરવાના છીએ તે વિશે જાણવાનું તો દૂર, માનવાનું પણ થોડું અઘરું પડે: અતિસુક્ષ્મ અને અદભૂત શિલ્પકળા, સોયના નાકાની અંદર!

અહીં જમણી બાજુએ જે ચિત્ર છે તે જોઇને આપને ખ્યાલ આવી ગયો હશે કે સોયના નાકાની અંદર સાત-સાત જણાનું શિલ્પ બનાવવું એટલે કેટલું સુક્ષ્મ કામ હશે અને આ અતિસુક્ષ્મ શિલ્પકળાના કલાકાર છે વિલાર્ડ વિગન, તેઓ વિશ્વમાં એક માત્ર કલાકાર છે જેઓ આટલું જીણું કાંતે છે, આઇ મીન આટલા નાના શિલ્પ બનાવે છે!

Micro art by Willard Wigan

માઇક્રોસ્કોપીક આર્ટના માહેર વિલાર્ડ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં રહે છે. બાળપણમાં તેમને પણ અભિતાભ નંદન અભિષેકને હતી તેવી તારે જમીન પરના ઇશાન જેવી બીમારી ડિસ્લેક્સિઆ હતી, પણ તેમના હાથમાં અદભૂત કળા હતી.

તેઓ સર્જિકલ નાઇફ વાપરીને ચોખા, સાકરના દાણા કે રેતી પર કોતરકામ કરે છે. આ કામ તેઓ હંમેશા મધ્યરાત્રિએ શાંત વાતાવરણમાં જ કરે છે. હ્રદયના બે ધબકારાની વચ્ચેના સમયમાં જ ચપ્પુ ચલાવી શકાય. ધબકારાને કારણે જો નાઇફ ડગી જાય તો રચના બગડી શકે.

બીબીસીએ તેમના પર એક લેખ લખ્યો છે સ્મોલ ઈઝ બ્યુટિફુલ, તેમાં જોનાથન જેકબના સવાલના જવાબમાં તેઓ કહે છે: “મૌલિક અને રચનાત્મક બનો!” અને તેમનો જવાબ જાણે આપણા (બ્લોગરો) માટે જ હોય તેવું નથી લાગતું?

વધુ માહિતી અને ચિત્રો માટે તેમની વેબસાઇટ, વીકી પરનો લેખ અને બીબીસી પરનો તેમનો ઇન્ટરવ્યુ વાંચો. અને હા, તેમની રચનાઓ જેવી કે દિવાસળીના ટોપકા જેવડી બોક્સિંગ રીંગ, ટાંચણીના ટોપકા પર બેસીને વિચાર કરતો માણસ, સોયના નાકામાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટી જોવાનું નહીં ભૂલતા.

અદભૂત કળા વિશેના વધુ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

  7 Responses to “અદભૂત શિલ્પકળા, સોયના નાકામાં!”

 1. માન્યામાં ના આવે એટલી અદભૂત..

 2. સાચે જ અદ્ ભૂત….!!

  u too doing wonderful job
  sharing good things

  thanks !!

 3. આ ફોટો તો અદભૂત છે અને એ કલાકાર તો શ્રેષ્ઠ છે જ પણ તમે પણ જોરદાર શોધ કરી લાવો છો.

  Hats off to you too કારણ કે ઇન્ટરનેટ તો દરિયો છે અને તમે જબરદસ્ત માછીમાર (!) છો રોજ નવું શોધી અને તમારા બ્લોગ પર મૂકો છો અને મારા જેવા આળસુ માણસની ઇમેઇલમાં auotmataic આવી સરસ માહિતી પણ મોકલાવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

  God bless you અને આવી સુંદર માહિતી આપતા રહેજો.

  જય શ્રી કૃષ્ણ [JSK] અને જય હાટકેશ ઓમનમઃ શિવાય {ONS}

  – મનોજ

 4. અદભુત્…!!!!!!!!!!!!!!!!

 5. અરે ભૈ વાહ!કેવું પઙે. તમે તો ભૈ જબરું શોધી લાવો છો.હું તો માંડ માંડ મેઈલ જોઊં છું ત્યારે તમે તો આ બધું જોવા નો સમય કયાં થી લાવો છો? Hats of U. અમને પણ શીખવાડો ને આવું બધું કેવી રીતે શોધાય? જય શ્રી ક્રીષ્ણ !

 6. શ્રી મનોજ અને શ્રી સ્વાતીના જ શબ્દોમાં સુર પુરાવું છું. મારી પાસે તો શબ્દો જ નથી.

 7. સર્વેનો એકજ અભિપ્રાય HATS OF U.

Leave a Reply

%d bloggers like this: