Jul 142011
 

પ્રિય મિત્રો,

આજે એક સાથે ત્રણ ટોપિક રજુ કરું છું:

૧) વર્ડપ્રેસ તરફથી વધુ એક નવો થીમ – Matala

છાપાળવી ભાષામાં કહીએ તો,  વર્ડપ્રેસ તરફથી જાહેર કરાયેલા એક થીમની જાહેરાતની શાહી સૂકાઈ નથી ત્યાં બીજા એક નવા થીમની જાહેરાત કરવામાં આવી છે!

આ પહેલા રજુ થયેલા થીમ Château કરતાં એકદમ અલગ ડિઝાઈનનો આ નવો થીમ ચળકતા રંગો અને રમતિયાળ દેખાવ ધરાવે છે. આ થીમની મૂળ ડિઝાઈન Nicolò Volpato એ કરી હતી.

આ થીમમાં ત્રણ જગ્યાએ (જમણી બાજુએ સાઈડબારમાં અને લખાણની નીચે) વિજેટ મૂકવાની સગવડ છે. એકાદ ચિત્ર હોય તેવા લેખને સાઈડબાર વગર (એટલે કે આખા પાના પર )દેખાડી શકાય એવી સુવિધા ધરાવે છે. ઉપરાંત  aside, status, quote, video, image અને gallery એમ છ અલગ અલગ રીતે પોસ્ટ દર્શાવવા માટેના વિકલ્પો ધરાવે છે.

થીમ વિશે અહીં વધુ લખવા કરતાં તમે આ થીમ બ્લૉગ બુકલેટ પર જાતે જોઈ શકો છો:

(માહિતી: વર્ડપ્રેસ બ્લૉગ)

૨) મુંબઈમાં ત્રણ જગ્યાએ બોંબ ધડાકા અને આજે હું મુંબઈમાં!

અચાનક આવી પડેલા કામને કારણે આજે હું મુંબઈ ગયો હતો અને પાછા વળતી વખતે લોનાવાલા/ખંડાલાના અદ્‍ભુત આહલાદક વરસાદી વાતાવરણને માણતો કાળમીંઢ પહાડો પરથી ખળખળ વહેતા ઝરણાંઓને નીરખતો મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની વાતાનુકુલિત બસ ‘શિવનેરી’માં બેસી, લેપટોપ ખોલી, યુએસબી મોડેમની મદદથી આ બ્લોગ અપડેટ કરી રહ્યો છું.

મુંબઈના સમાચારો જાણવા માટે લીધેલાં છાપાંઓ પર નજર કરતાં એક વાત ધ્યાનમાં આવી: તબાહીની તસવીરો છાપવામાં છાપાવાળાઓએ ‘કુટુંબમાં બધા વાંચી શકે તેવું છાપું’ની મર્યાદાઓ ઓળંગી વિકૃત અને લોહીથી લથપથ લાશો છાપી છે. ઉદાહરણ તરીકે એક પણ તસવીર અહીં મૂકી શકાય તેમ નથી કારણ ફનએનગ્યાન દરેક ઉંમરની વ્યક્તિઓ વાંચે છે.

૩) છાપાવાળાઓનું ભૂગોળનું જ્ઞાન

છાપાવાળાઓનું ભૂગોળનું જ્ઞાન કેટલું પાકું હોય છે તે હસમુખભાઈ ગાંધીએ જ્યારે કચ્છના જિલ્લા કેટલા? પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે ખબર પડી ગઈ હતી.

આજે મુંબઈના ત્રણ મોટા અખબારોએ ક્યાં ક્યાં ધડાકા થયા તે દર્શાવતો નકશો છાપ્યો છે. ગુજરાત સમાચારે ત્રણે-ત્રણ સ્થળો ખોટી જગ્યાએ તેમજ દિવ્ય ભાસ્કર અને મુંબઈ સમાચારે ઓપેરા હાઉસ/ચર્ની રોડનું સ્થળ ખોટી જગ્યાએ દર્શાવીને પોતાનું ભૂગોળનું જ્ઞાન પ્રદર્શીત કર્યું છે. ત્રણે છાપાના નકશા અને ગૂગલ અર્થની ઈમેજ તેમના સૌજન્ય સાથે અહીં નીચે મૂકી રહ્યો છું. ચિત્રને મોટું કરવા માટે તેના પર ક્લિક કરી શકો છો.

નોંધ અને ઉમેરો – મુંબઈ સમાચારે નકશા માટે પીટીઆઈને ક્રેડિટ આપી છે.

  9 Responses to “વર્ડપ્રેસ થીમ, મુંબઈ ધડકા અને છાપાંઓની ભૂગોળ”

 1. વર્ડપ્રેસના નવા થીમ વિશે સરસ માહિતી.

 2. I was confused as in “Did WordPress really got concerned with Mumbai Bomb Blasts? and that too, so much that they immediately released a theme based on the incidents?”

  I guess, the three topics needed three separate posts (or at least a better post title instead of that one that sound more like written in છાપાળવી ભાષા!)

 3. LIKE = chapavada nu bhugol gyan

 4. ava chhabarda roj vanchan ma ace vhhe. aapne gujrati etlu to visare padi gayu chhe ke apnu mann computer ni jem sabd sudhari le chhe.

 5. શ્રી વિનયભાઈ,

  છાપાવાળાનું ભૂગોળ જ્ઞાન…જાણ્યું ..ભાઈ આતો રોજ નું છે અને લોકો ને પણ આવું વાંચવું પસંદ પણ છે એવું આપને નથી લાગતું ?.અને સાથે નવી થીમ ની વિગત જાણી આનંદ થયો…

 6. આનું નામ ખાંખાખોળા કરી સત્ય સુધી પહોંચવાની કસરત.

 7. This is the reason, I never read newspaper in morning… I dont want to b disturbed & spoil my day !!

 8. Sachi vat kahi tame .

Leave a Reply

%d bloggers like this: