Mar 142009
 
પ્રિય મિત્રો,

લગ્ન વિષયક શુભાષિત અને કેટલાક ચબરાકિયાં પૈણુ પૈણુ થતા વરરાજાઓને સમર્પિત:

શુભાષિત

સમગ્ર લગ્ન પ્રક્રિયાને એક શ્લોકમાં શુભાષિત દ્વારા આ રીતે વર્ણવામાં આવી છે:

कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम्‌।
बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥

કન્યા જુએ છે કે છોકરો રૂપાળો છે કે નહીં?, માતા જુએ છે કે છોકરા(/ના બાપ) પાસે પૈસા કેટલા છે?, પિતા જુએ છે કે છોકરો ભણેલો-ગણેલો છે કે પછી અંગુઠા છાપ? ભાઈઓ જુએ છે કે છોકરો કયા ખાનદાનનો છે, સારા ખાનદાનનો હોય તો સંપર્કો વધે ને? અને છેલ્લે મુખ્ય વાત, બાકી લોકો શું ઈચ્છે છે? લોકો ઈચ્છે છે કે જમવાનું સૌથી બેસ્ટ છે કે નહીં? થાળીમાં કેટલી વાનગીઓ છે? તેમાં કેટલી મિઠાઈઓ છે?

ચબરાકિયાં

૧. લગ્ન એ એક શબ્દ નહીં પણ આખું વાક્ય છે.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૨. પ્રેમ આંધળો છે, લગ્ન આંખો ખોલી નાખે છે.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૩. લગ્ન એક એવી ઘટના છે જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૪. લગ્ન એ ત્રણ રીંગનું સર્કસ છે: એન્ગેજમેન્ટ રીંગ, વેડ્ડીંગ રીંગ અને સફરીંગ
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૫. લગ્નના પહેલા વર્ષમાં વર બોલેને વહુ સાંભળે, બીજા વર્ષમાં વહુ બોલેને વર સાંભળે, ત્રીજા વર્ષમાં બંને બોલે અને પડોસીઓ સાંભળે.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૬. લગ્ન માટેના પાત્રની અને રેસ્ટોરાંમાં વાનગીની પસંદગીમાં ઘણું સામ્ય છે. તમને જે ગમે છે તે તમે મંગાવો છો અને પછી બાજુના ટેબલ પરની વાનગી જોઇને તમને થાય છે કે આપણે ભૂલ કરી.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૭. પપ્પા, લગ્ન કરીએ તો કેટલો ખર્ચ થાય? બેટા, મને ખબર નથી, હું હજી ચૂકવું છું.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૮. “પપ્પા, શું એ સાચું છે કે વર્ષો પહેલાં ચીનમાં એવું થતું કે મુરતિયો જે કન્યાને પરણે તેને ઓળખતો નથી હોતો?” પપ્પા “બેટા, એવું બધી જ જગ્યાએ થાય છે”
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૯. પ્રેમ એ એક લાંબુ મીઠું સ્વપ્ન છે, લગ્ન એલાર્મ ક્લોક છે!
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૦. લગ્ન પહેલાં પુરુષ સ્ત્રીનો હાથ પકડે તો તે તેનો પ્રેમ છે, લગ્ન પછી સ્વ-બચાવ.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૧. નવ પરિણીત પુરુષ જ્યારે ખુશ દેખાય તો આપણે જાણીએ છીએ શું કામ? પણ લગ્નના દસ વર્ષ પછી પણ પુરુષ ખુશ દેખાય તો વિચારીએ છીએ કેમ?
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૨. લગ્ન પછી પતિ-પત્ની એટલે સિક્કાની બે બાજુઓ, બંને સાથે રહે પણ એક બીજાને જોઈ ન શકે.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૩. એ સાચું નથી કે પરણેલા પુરુષ કુંવારા કરતાં લાંબું જીવે છે, તેમને તેમનું જીવન લાંબું લાગે છે!
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૪. મારી પાસ ઘણા બધા પૈસા હતા, સુંદર મજાનું ઘર હતું, સુંદર સ્ત્રીનો પ્રેમ હતો, પણ બધું ગયું. કેમ કરતાં? મારી પત્નીને ખબર પડી ગઈ!
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૫. પત્ની: ચાલો આજે આપણે બહાર જઈ જલસા કરી આવીએ. પતિ: સારું, પણ જો તું મારા કરતાં વહેલી ઘરે પહોંચી જાય તો મારા માટે લાઈટ ચાલુ રાખજે.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૬. લગ્ન પહેલાં પુરુષ અધુરો છે અને લગ્ન પછી ખલ્લાસ!
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૧૭. પતિ ગમે તેટલી નોકરીઓ બદલે, બૉસ તો તેની તે જ રહેવાની છે!
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
– સંકલિત
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
નોંધ: પ્રસન્ન દાંપત્ય જીવનનું રહસ્ય વાંચ્યું ન હોય તો અહીં ક્લિક કરો.

  8 Responses to “લગ્ન એટલે કે…”

 1. લગ્ન એટલે કે સ્વપ્નમાંય ન તોડાય એવો કાયદો
  કદી encash ન થાય એવો ફાયદો

  સરસ સંકલન વિનયભાઈ

 2. લગ્ન લાકડાંનો લાડુ, ખાય તે પણ પસ્તાય, નહીં ખાય તે પણ પસ્તાય.

  પહેલાં કન્યાનો ઇતિહાસ જોવાતો, અત્યારે ભૂગોળ જોવાય છે.

 3. પરિણિતોને હસાવવા એ સેવાનું કામ કહેવાય અને વિનયભાઈએ તો સાથે ખુદની પણ સેવા કરી કહેવાય. હા હા હા .

  વચ્ચે પેલો SMS પણ બહુ ચાલતો કે હસ્યા એના ઘર વસ્યા પરંતુ વસ્યા બાદ કેટલા હસ્યા?!

  મને દિકરી/છોકરી બહું ગમે એટલે હું ઘણીવાર વખાણ કરૂં કે (છોકરાના પ્રમાણમાં) છોકરી કેવી ડાહી અને હોશિયાર હોય! મારી પત્ની મને વ્યંગમાં કહે કે એ તો હોય જ ને! ત્યારે મારે કહેવુ પડે કે હું છોકરીઓની વાત કરૂં છું પણ એ જ્યારે સ્ત્રીમાં રૂપાંતર થાય ત્યારે?? આનાથી આગળ દલીલ કરાય નહી, આખરે ઘરમાં જ તો રહેવું છે ને!

 4. I agree, 100% with Rajni Aqravatbhai,,,

 5. લગ્ન વીશે બહુ બધુ નવુ જાણવા મળ્યું અહીંથી…ધન્યવાદ.

  આમ જ નવી નવી માહીતીઓ આપતા રહેજો એવી આશા રાખીએ છીએ.

  સ્નેહા-અક્ષિતારક

 6. KHUBAJ SARAS VINAYBHAI

  AMARA JEVA KUVARA ATYARTHI LAGNA VISE THODA MAHITGAR THAY CHHE.

  THANKS

 7. wah! Wah! su antar no umlako batavyo 6e,
  lagna na vyang ni abhivyakti sarash rahi.

 8. oh my God… this is too big collection…… I just had 3,4 of them and thought … AAhaa…. worthsharing… !!!

  By the way…..its only good for teasing….. Not at all true … 🙂

Leave a Reply

%d bloggers like this: