Jan 022012
 

પ્રિય મિત્રો,

ગઈકાલના ગુજરાત સમાચાર બિઝનેસ કૉલમમાં બોક્ષમાં એક રચના પ્રસિદ્ધ થઈ છે, જેની નીચે કવિનું નામ મરકન્દ દવે છપાયું છે:

રચના વાંચીને નીચે પ્રમાણેના પ્રશ્નો ઉદ્‍ભવ્યા…

૧) આ રચનાના કવિ કોણ? મરકન્દ દવે કે મકરંદ દવે કે માર્કંડ દવે*?

૨) પ્રુફ રીડર હજી ય ૩૧ ડિસેમ્બર મનાવે છે?

૩) આપની રચનાની નીચે આપના નામની જોડણી ખોટી છપાય તો?

૪) આપની રચના ભળતા નામે છપાય તો?

૫) બીજાની રચના આપના નામે છપાય તો?

*અપડેટ: માર્કંડભાઈ દવેએ સ્પષ્ટતા કરી છે કે આ રચના તેમની નથી.

  12 Responses to “રચનાકાર કોણ – મરકન્દ દવે કે મકરંદ દવે કે માર્કંડ દવે*?”

 1. ૧. રચનાના કવિ કોણ છે તેની ખાંખાખોળા કરવાની હજુ બાકી છે.
  ૨. મોટેભાગના વર્તમાનપત્રોના પ્રુફ રીડરો આખું વર્ષ જ ૩૧ ડિસેમ્બર મનાવતા હોય છે. જોડણીની ભૂલ ન હોય એવો એક પણ દિવસ જતો નથી.
  ૩. ૪. ૫. આ ત્રણે પ્રશ્નનો જવાબ એ કે આ ત્રણે સંજોગોમાં નહીં ચલાવી લેવાય.

 2. જવાબ નં.૧ – એ તો નથી ખ્યાલ.

  નં-૨. એવું તો ઘાણીવાર લાગે છે

  નં.૩ – ના ગમે

  નં.૪ – ના ગમે

  નં.૫ – આ તો સહેજ પણ ના ગમે..

 3. waah…heena te ane me almst ek sathe j ane ek jevi j cmmnt kari dear….

 4. @ હિના/સ્નેહા

  ૫) સામાન્ય રીતે કોઈની રચના પોતાના નામે છપાય તો લોકો મફતની મજા માણી લેતા હોય છે. પછી જ્યારે જાણ થાય કે આ તો ભૂલથી આપણે તફડંચીકારમાં ગણાઈ ગયા ત્યારે ‘મેં રચના મોકલાવી જ નથી’ એવી વાહિયાત દલીલો કરતા આ બ્લૉગ પર જોયા હશે.

  ૩) સેલ્ફ એસ્ટિમ વગરના કવિ/લેખકો માટે રચના છાપામાં છપાય એ જ મોટી વાત હોય છે અને તેથી જ નામની જોડણી કે બ્લૉગ/સાઈટની લિન્ક ખોટી છપાય તો તેનો તેમને વાંધો હોતો નથી એવું અહીં જોયું છે.

 5. એક સાપ્તાહિકના તંત્રી છે. તેમણે સ્વહસ્તે ક્યારેય તંત્રીલેખમાં બે વાક્યો પણ નથી લખ્યા અને તેમનું કામ જ આ છે બાયલાઇન પર કાતર ફેરવવાનું અને કોઇ પણ લલ્લુ પંજુનું નામ ચડાવી દેવાનું.

 6. પ્રિય શ્રીવિનયભાઈ,

  આપના આભારસહ, ગુજરાતસમાચારમાં પ્રગટ થયેલ રચના મારી નથી. આપને નવવર્ષની અનેકાનેક શુભેચ્છાસહ.

  આપનો ફરીથી ખૂબ આભાર.

  માર્કંડ દવે.

 7. શ્રી વિનયભાઇ
  ઇસુના નવા વર્ષની શુભકામના.ગમે તે હોય આપણી ગુજરાતી ભાષાનો જ પ્રચાર થાય છે ને
  એ પછી મરકન્દ દવે,મકરંદ દવે કે માર્કંડ દવે ? જો એમને કશો વાંધો નથી તો બિજાને શુ વાંધો
  હોવો જોઇએ ? હુ પણ મને ગમતી રચના કોપી કરી બ્લોગ પર મુકુ જ છુ ને આપણે તો ક્યા જન્મજાત
  કવિ છીએ.સારી રચના ગમે તો તેનો પ્રચાર જ થાય છે ને હા તેની નિચે પોતાનુ નામ લખવુ બરાબર નથી.
  પણ દરેકને પોતાનુ નામ સૌથી વધારે ગમતુ હોય છે. WHAT IS THEIR IN A NAME એવુ લખનારે પણ
  પાછુ નિચે પોતાનુ નામ લખ્યુ જ હતુ ને ભાઇ.. ચાલ્યા કરે ભાઇ ઇસ સંસાર મે ભાત ભાત કે લોગ.. અને બાકી તો
  જૈસી જીનકી સોચ.. હુ તો આ ક્ષેત્રમાં બચોલિયુ કહેવાય આપ જેવા લોકો પાસેથી શિખુ છુ. છોટા મુહ બડી બાત.
  અગાઉથી માફી માંગી લવ છુ.
  પરેશ ગોસ્વામી

  • પરેશભાઈ તમારા વાક્યો વિરોધાભાષી છે, અહીં કૉમેન્ટમાં લખો છો કે ‘નિચે પોતાનું નામ લખવુ બરાબર નથી.’ અને તમારા બ્લૉગ પર મકરંદ દવે સાહેબની પંક્તિઓ તમારા નામ સાથે પ્રસિદ્ધ કરી છે! એ પોસ્ટ પર મારી કૉમેન્ટ પણ અપ્રુવ કરી નથી!

   મકરંદ દવે કે પરેશ ગોસ્વામિ?

   એક બાજુ તમે રચના કૉપી-પેસ્ટ કરવાની અને ગમે તેનું નામ લખાય તેની તરફેણ કરો છો બીજી તરફ ‘આપ (વિનય) જેવા લોકો પાસેથી શીખું છું’ એમ કહો છો. આ બંને કેવી રીતે શક્ય છે? કારણ કે અમે એવું (કૉપી-પેસ્ટ/નામ ફેરબદલ) શીખવાડતા જ નથી!

   ત્રીજું, અહીં છેલ્લા ત્રણ પ્રશ્નો ‘તમારી રચના’ બાબત છે અને તમે જવાબ ‘કોઈની રચના’ બાબત આપ્યો છે. તમારા બ્લૉગ પર તમારો પોતાનો પરિચય આપવા માટે બીજાના શબ્દો ઊછીના લીધા છે એવા સમયમાં મારી વાત તમને ન સમજાય એ હું સમજી શકું છું. જ્યારે પોતાનું લખતા થશો ત્યારે તમને મારી આ વાત સમજાશે.

  • ભાઈ ભળતા નામે લખાતું હોય, ભૂલથી કે સમજીવિચારીને – એમાં ગુજરાતી ભાષાનો પ્રચાર કઈ રીતે થાય? ભાષાને શો લાભ? ગુજરાતીના પ્રચાર માટે કોઇ અંગ્રેજીનું પુસ્તક મૂળ લેખકના નામ વગરટ્રાન્સલેટ કરી જૂઓ અને કહો કે એમાં તમારી ભાવના માત્ર ગુજરાતીનો પ્રચાર કરવાની હતી (અથવા લેખકને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવાની શુદ્ધ દાનતથી તમે એમ કર્યું છે), પછી જૂઓ, પેલો લેખક અને કોર્ટ શું કરે છે તે. આવાં કૃત્યો માત્ર કાનૂની દૃષ્ટિએ જ નહીં, નૈતિકતાની દૃષ્ટિએ પણ ખોટાં છે. એને ચલાવી લેવા યોગ્ય ગણવું એ તો વધારે અનૈતિક વલણ છે.

 8. 🙂

  પરેશ ગોસ્વામીવાળી વાત ગમી…

 9. હા વિનયભાઈ…આવું તો અમે પણ જોતા આવ્યા છીએ. જોકે મેં તો અહીં મારો અંગત મત અને રસ જણાવ્યો. બાકી અહીં કોઇને ગમે એટલું કહો તો પણ એમનો અંતરાત્મા જેવું જ કંઇ ના હોય તો ક્યાં કંઇ અસર થવાની.આના માટે મેં મારા એક લેખમાં ‘વાંચવું એટલે’માં પણ થોડું ઘણું લખી અને નેટની દુનિયાથી માહિતગાર ના હોય એવા લોકો સુધી પણ આ વાત પહો<ચાડવાનો યત્ન કરેલો. લિંક આપવા કરતાં એ પેરેગ્રાફ જ અહીં મૂકું છું.

  “વળી નેટ પર તો કોપી પેસ્ટ કરનારાનો રાફડો ફૂટયો છે. કોઇ પણ મનગમતું વાંચન શોધો અને પોતાના નામે એ લખાણ ચડાવીને પોતાના ફ્રેન્ડસર્કલમાં કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને એની કોપી કરીને મેઈલ કરો કે ફેસબુકની વોલ પર ચીપકાવીને એના પર લાઇક કે કોમેન્ટ્સના ઢગલા મેળવો. ઘણીવાર તો ઓરીજીનલ લેખકના પોતાના મોબાઈલમાં પોતાનું લખાણ બીજાના નામે ચડીને આવે ક્યાં તો નેટ પર સક્રિય હોય તો બીજાની ફેસબુક વોલ કે બ્લોગ પર પોતાનું લખાણ બીજાના નામે ચઢેલું નજરે ચઢે. વાચકવર્ગની પોતાની પણ એક નૈતિક જવાબદારી હોય છે કે જે-તે કોપી કરાતી રચના કે લખાણનું શ્રેય તમે રચનાની નીચે એના મૂળ રચનાકારનું નામ લખીને જરૂરથી આપો. આના પર તો ‘ગુજરાતી બ્લોગજગત’માં કેટલીયે ચર્ચાઓ થઈ છે. અજાણતા ભુલ કરનારા આસાનીથી એ વાત પર ‘સોરી’ કહીને વાત સમજીને સ્વીકારી લે છે, પણ હજુ અમુક નિર્લજ્જ લોકો પડ્યા છે જે આનો તીવ્ર વિરોધ કરીને એ જ વર્તન કરવાનું ચાલુ રાખે છે.”

  મને લોકો સુધી મારી વાત પહો્ચાડવાનું મેગેઝિન,છાપા જેવા સબળ માધ્યમ મળ્યાં છે તો એનો મારાથી બને એટલો સદઉપયોગ કરવાનો પ્રયત્ન કરું છું. ભગવાન મારી આ લગનમાં ઇંધણ નાંખતો રહે બસ. આનાથી વધુ તો શું કહું હવે હું…

 10. જ્યારે તમે પોતે લખતાં થશો ત્યારે તમને મારી આ વાત સમજાશે…વાહ વિનયભાઈ..બહુ જ સચોટ વાત કહી તમે.

Leave a Reply

%d bloggers like this: