Mar 012012
 

પ્રિય મિત્રો,

ગુડ મોર્નિંગ!

અત્યંત વ્યસ્તતાને કારણે આજકાલ બ્લૉગિંગ અનિયમિત થઈ ગયું છે. આજે પોસ્ટ મુકવાનું ખાસ કારણ આ બ્લૉગની પહેલી પોસ્ટ માર્ચ ૧૭ના લખવામાં આવી હતી તેથી માર્ચ મહિનાનું વિશેષ મહત્વ રહ્યું છે.

અમારી ઑફિસ પુણે શહેરમાંથી ખસેડાઈને પુણે શહેરથી ૧૫ કિમી દૂર વાઘોલી ગામે સિફ્ટ થઈ છે. વાઘોલીનું ધૂળીયું વાતાવરણ માફક આવતાં સમય લાગશે. બીજું દરરોજ ટ્રાવેલિંગમાં એકથી દોઢ કલાક અને ક્યારેક ટ્રાફિક જામ હોય તો બે-અઢી કલાકનો વધારો થઈ ગયો છે!

વાઘોલીમાં પીવાના પાણીની સમસ્યા છે. તેમ છતાં આ ગામ પુણેના પરા તરીકે બહુ વિકાસ પામી રહ્યું છે. (બોરવેલનું પાણી પીવાના ઉપયોગ માટે યોગ્ય નથી.)

નવી ઑફિસમાં એરટેલનું નેટવર્ક પકડાતું નથી, તેથી બધાના સંપર્ક બહાર થઈ ગયો છું. નેટવર્ક બાબત ફરિયાદ નોંધાવી દીધી છે, ઉપરાંત બૅકઅપ તરીકે એક બીજો નંબર પણ લીધો છે, તમારી પાસે મારો જુનો નંબર હોય અને લાગતો ન હોય તો જૂના નંબરમાંથી 1,820,921,994 બાદ કરશો તો નવો નંબર મળશે!

બીજું, એક ઉપયોગી સૂચના અને વિનંતી:

ફનએનગ્યાન પર ૧૭મી માર્ચના એક લેખ મૂકવાનો છે જેમાં ગુજરાતી પુસ્તકો વિશે લખવાનો વિચાર છે, તે માટે આપને ગમતા પાંચેક પુસ્તકોના નામ અને તેમના લેખકના નામ સાથે (અથવા આપને ગમતા પુસ્તક વિશેની પોસ્ટ કરી હોય તો તેની લિન્ક) અહીં કૉમેન્ટ બોક્ષમાં રજુ કરવા વિનંતી છે.

આપના આ સહકારથી એક યાદી તૈયાર થશે જે મારા સહિત બધાને ઉપયોગી થશે.

મળતા રહીશું…

  18 Responses to “માર્ચ મહિનાના આરંભે…”

 1. Books I like
  [1] You can win-Shiv Khera[Hindi]
  [2] Divaswapna-Gijubhai Badheka[Gujarati]
  [3] How To Win Friends And Influence People- Dale Carnegie[Gujarati]
  [4] Who will cry when you die- Robin Sharma[Gujarati]
  [5] Wings of fire-Apj Abdul Kalam[Gujarati]

 2. Books I like
  (1)Fountainhead Ayn Rand
  (2)Gujarat no nath Kanaiyalal amunshi
  (3)My Autobiography Mahatma Gandhi
  (4)Sahasiko ni shrushti Jule Verne(translation by Mulshanker M Bhatt)
  (5)Bakor Patel Hariprashad Vyas

 3. (૧) ‘જય સોમનાથ’ – કનૈયાલાલ માણેકલાલ મુનશી (૨) ‘પિતૃભૂમિ ગુજરાત’ – ચંદ્રકાંત કેશવલાલ બક્ષી
  (૩) ‘લીલુડી ધરતી’ – ચુનીલાલ મડિયા (૪) ‘સૌરાષ્ટ્રની રસધાર’ – ઝવેરચંદ મેઘાણી (૫) ‘ભારેલો અગ્નિ’ – ર.વ. દેસાઈ – યાદી ઘણી લંબાઈ શકે છે પણ અહી આટલું પુરતું છે. આ બધાજ લેખકોએ વ્યસ્તતા વચ્ચે પોતાની આગવી અને બળકટ શૈલીથી મૌલિક સર્જન કરી ગુજરાતી સાહિત્યને ઝળહળતું કર્યું છે.
  આપના ઉત્તમ કાર્ય માટે શુભેચ્છાઓ…
  યોગેશ જોશીની લઘુનવલ ‘સમુડી’ પર એક લેખ લખવાની ઘણા સમયથી ઈચ્છા છે જેમાં મારા કોલેજ જીવનના યાદગાર અનુભવો જોડાયેલા છે. ૧૭ માર્ચ પહેલા કદાચ લખાઈ જશે – સહકાર આપશો…

 4. સત્યના પ્રયોગો – મો. ક. ગાંધી (આત્મકથા)
  પરોઢ થતાં પહેલા – કુન્દનિકા કાપડિઆ (નવલકથા)
  અગનપીપાસા – કુન્દનિકા કાપડિઆ (નવલકથા)
  વિદેશિની – પન્ના નાયક (કાવ્યસંગ્રહ)
  અસૂર્યલોક – ભગવતીકુમાર શર્મા (નવલકથા)
  પાંચ જ પુસ્તકોની સૂચિ આપવાનું ખરેખર કઠિન છે. બાકી ઘણાં બધાં પુસ્તકોને ખોટું લાગશે. છતાં પ્રયાસ કર્યો છે.
  નવી ઓફિસ જલ્દીથી આપને અનુકૂળ આવે અને નેટ પણ જલ્દીથી કાર્યરત થઈ જાય એ માટે શુભેચ્છા.

 5. સળગતા સૂરજમુખી – મહેન્દ્ર મેઘાણી (વિન્સેટ વાનગોગનું જીવન ચરિત્ર)
  વાર્તા ઉત્સવ – યુવા વાર્તાકારોની સંકલિત વાર્તાઓ
  પાતાળગઢ – વિનેશ અંતાણી
  છ અક્ષરનું નામ – રમેશ પારેખનો કાવ્યસંગ્રહ
  આગમન – મરીઝનો ગઝલસંગ્રહ

 6. ભારેલો અગ્નિ -ર.વ. દેસાઈ
  માનવીની ભવાઈ – પન્નાલાલ પટેલ
  અનંગરાગ – શિવકુમાર જોશી
  આસોપાલવ – વીનેશ અંતાણી
  બાંશી નામની છોકરી – મધુ રાય
  ધૂમકેતુના ખલિલ જિબ્રાનના ભાવાનુવાદ

 7. Gramya Laxmi
  Gujarat No Nath
  Shaurya Trapan
  Krushnavtar
  Pitrubhumi Gujarat

 8. જીગર અને અમી – ચુનીલાલ શાહ

 9. […] ધૂળીયું વાતાવરણ માફક આવતાં સમય […] […]

 10. ૧. જય સોમનાથ – ક.મા.મુનશી
  ૨. માધવ ક્યાંય નથી – હરીન્દ્ર દવે
  ૩. એક કણ રે આપો – શિવકુમાર જોશી
  ૪. તેડાગર – મોહમ્મદ માંઅક્ડ
  ૫. પૅરૅલિસીસ – ચંદ્રકાંઅત બક્ષી

 11. Gujaratno nath.
  gramy lakshmi.
  Madhav kyau nathi Madhuvanmaa.
  saat pagalaa Akashama.
  Poorvalap. { khand kaacyo.}

 12. હમણાં હલબલાવી મૂકે એવું એક પુસ્તક (નવલકથા) વાંચી, ‘ધ કાઇટ રનર’… (ખાલિદ હુસેની)… ગુજરાતી સાહિત્ય પરિષદમાં મારે એ પુસ્તકનો આસ્વાદ કરાવવાનો હતો એટલે એ વિશેષ (ચાવીને) વંચાયુ.. અફઘાનિસ્તાન પર રશિયનો અને પછી તાલિબાની શાસનની જુલમનીકથા કમકમાટી ઉપજાવે એવી છે…

  લતા હિરાણી

 13. સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો મારી પાસે ઠગલો છે એટલે હુ તો તમને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વિશે જ કહીશ….

 14. ૧. અશ્વિની ભટ્ટ – ‘ઓથાર’
  ૨. અશ્વિની ભટ્ટ – ‘કમઠાણ’
  ૩. રજનીકુમાર પંડ્યા – ‘કુંતી’
  ૪. ભગવતીકુમાર શર્મા – ‘અસૂર્યલોક’
  ૫. હરકિસન મહેતા – ‘જડ-ચેતન’

  હજી ઓછામાં ઓછા ૯૫ પુસ્તકો તો છેજ!

 15. This is my post, on Dhoomketu’s whole series of 13 books, “Gujarat no Itihas”

  http://wegujarati.blogspot.in/2013/01/blog-post.html

 16. કૃષ્ણાવતાર– ક.માં. મુનશી.
  માનવીની ભવાઈ–પન્નાલાલ પટેલ
  સત્યના પ્રયોગો–મો.ક.ગાંધી
  કલાપીનો કેકારવ- કલાપી
  સંભોગ સે સમાધિ કી ઓર — ઓશો

 17. તીબેટની ભીતરમાં – હેનરીક હેરર – અનુ. મહેન્દ્ર મેઘાણી
  કોન ટીકી – થોર હાયરડાલ – અનુ. મહેન્દ્ર મેઘાણી
  દિલાવર પાશા – ગુણવંતરાય આચાર્ય
  ૧૩૯ વાર્તાઓ – ૧ & ૨ – ચન્દ્રકાંત બક્ષી
  કચ્છ કલાધર – ૧ & ૨ – દુલેરાય કારાણી

Leave a Reply

%d bloggers like this: