Jan 112016
 

પ્રિય મિત્રો,

૧૧/૩૬૬

કચ્છ/ગુજરાતમાં જન્મ્યો, ભણ્યો, ઊછર્યો અને ૧૯૮૫થી મહારાષ્ટ્રમાં રહું છું. ધીમે ધીમે મરાઠી ભાષા શિખી લીધી છે. શરુઆતમાં કંઈ સમજાતું નહીં. પછી ધીમે ધીમે આવડી ગયું, અને હવે તો ‘આવડવા’ લાગ્યું.

ગુજરાતી-મરાઠીમાં ઘણા બધા શબ્દો સમાન છે (સંસ્કૃત મૂળને કારણે જ સ્તો) પણ ઘણાં શબ્દો એવા છે જેનો ભળતો જ અર્થ નીકળે.

દા.ત.

નવરા – ગુજરાતીમાં કામકાજ વઘરના (free), મરાઠીમાં પતિ (husband), નવરી = પત્ની.

અપઘાત – ગુજરાતીમાં આત્મ હત્યા (suicide), મરાઠીમાં અકસ્માત (accident).

ઘટસ્ફોટ – ગુજરાતીમાં રહસ્ય ખુલ્લું કરવું (reveal), મરાઠીમાં છુટાછેડા (divorce).

માકડ – ગુજરાતીમાં (અનુશ્વાર સાથે) માંકડ (ખટમલ, bad bug) , મરાઠીમાં વાંદરો (monkey).

વિચાર – (ક્રિયાપદ)- વું – સમજી- વિચારીને (think), મરાઠીમાં પૂછવું (ask).

આવડે – ગુજરાતીમાં હું જાણું છું, કરી શકું છું (know), મરાઠીમાં ગમે (Like) છે.

ડોક – ગુજરાતીમાં ગળું (ગરદન, neck), મરાઠીમાં માથું (Head).

(કાર્તિકભાઈની કૉમેન્ટ વાંચી બીજા બે શબ્દો ઉમેરી રહ્યો છું)

ખાલી – ગુજરાતીમાં વગરનું (Empty), મરાઠીમાં નીચે (below)

વર – ગુજરાતીમાં પતિ (husband), મરાઠીમાં ઊપર (above)

આજે બસ આટલું જ…

– વિનય ખત્રી

  3 Responses to “કચ્છી/ગુજરાતી જ્યારે મરાઠી શીખે ત્યારે…”

  1. નવરા બેઠા-બેઠા વિચાર આવે છે કે મને તો ખાલી પૂઢે અને માગે જેટલું જ મરાઠી આવડે છે 🙂

  2. કાર્તિકભાઈની કૉમેન્ટ વાંચી બીજા બે શબ્દો ઉમેરી રહ્યો છું.
    ખાલી – ગુજરાતીમાં વગરનું (Empty), મરાઠીમાં નીચે (below)
    વર – ગુજરાતીમાં પતિ (husband), મરાઠીમાં ઊપર (above)

Leave a Reply

%d bloggers like this: